ગાંધીનગર : વિધાનસભા ખાતે (Gujarat Assembly 2022) વાવના ધારાસભ્ય ગેની ઠાકોરે ભાજપ પર જોરદાર પ્રહાર કર્યા હતા. તેને ભાજપના સભ્યો સામે નામજોગ આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, ભાભર નગરપાલિકાના સભ્યોના ભાણિયા - દીકરાઓ દ્વારા ખુલ્લેઆમ દારૂ-જુગારના (Congress Attacks BJP in Assembly) ધંધો કરવામાં આવે છે. તેમને કોણ પ્રોત્સાહન આપે છે ? તેમને કેમ રોકવામાં આવતા નથી ?
આ પણ વાંચો : બનાસકાંઠાના વાવના ખેડૂતોએ જેટકો કંપનીના વિરુદ્ધમાં પ્રાંત કચેરીએ આપ્યું આવેદનપત્ર
નામજોગ આક્ષેપ - ગેની ઠાકોરે ભાભરમાં ગુન્હાખોરી કરતા લોકોના નામ જાહેરમાં આપ્યા હતા. તેમણે (Vav MLA Gany Thakor) જણાવ્યું હતું કે, નગરપાલિકાના અમૃત માળી દ્વારા ગેસ્ટ હાઉસમાં દેહવિક્રયનો ધંધો ચલાવવામાં આવે છે. ભાભરના યુવાનોને પેન્સિલ સેલ, વોશિંગ પાવડર જેવા દ્રવ્યો નાખીને દારૂનું વેચાણ કરે છે. જેનાથી યુવાનો મૃત્યુ પામે છે. આવો દારૂ કોની રહેમ નજર હેઠળ વેચાય છે ? તેની પણ તપાસ કરવી જોઈએ. હપ્તા ખાઉં સામે પણ પગલાં ભરવાની (Gany Thakor Attack on BJP)માંગ ગેની ઠોકારે કરી હતી. આવા દારૂ વેચાણના કારણે કેટલીયે મહિલાઓ પર જવાનીમાં વિધવા બની રહી છે.
આ પણ વાંચો : Gujarat Assembly 2022 : સરકારી શાળાઓમાં ઓરડાઓની ઘટ કેટલી તેનો શિક્ષણપ્રધાને આપ્યો જવાબ
રાજસ્થાનથી ગુજરાતમાં કોણ પહોંચાડે છે દારૂની ટ્રકો ? - ગેની ઠાકેોરે જણાવ્યું હતું કે, વીનું સિંધી નામના બુટલેગર પાડોશી રાજ્ય માંથી (Gujarat Assembly 2022) ગુજરાતમાં દારૂ પહોંચાડે છે. પોલીસ તેને રક્ષણ પૂરું પાડે છે. નગરપાલિકાના સભ્યના પુત્ર ધવલસિંહ અને સંજુભા રાઠોડ પણ દારૂના કામમાં સંકળાયેલ છે.