ETV Bharat / state

ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતાં વેપારી સામે કડક કાર્યવાહી થશે: નીતિન પટેલ

વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખોટી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં વેપારીઓ સામે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી છે કે, નહીં તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું.

nitin patel
nitin patel
author img

By

Published : Mar 12, 2020, 7:55 PM IST

ગાંધીનગર: વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ખોટી રીતે ઈમ્પોર્ટ એક્સપોર્ટ કરતાં વેપારીઓ સામે રાજ્ય સરકારે કોઇ કાર્યવાહી કરી છે કે, નહીં તે અંગે પ્રશ્નો કરવામાં આવ્યા હતા. જેમાં રાજ્યના નાણા પ્રધાન નીતિન પટેલે ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કડક કાર્યવાહી કરાઈ હોવાનું જણાવ્યું હતું. "ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે અત્યાર સુધીમાં 189.85 લાખની વસુલાત કરવામાં આવી છે. ઉપરાંત હવે આગામી સમયમાં જો કોઇપણ વેપારી ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતા પકડાશે તો મિલકત જપ્તી સુધીની કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે."

ખોટી ઈમ્પોર્ટ એક્સપોર્ટ ટેક્સ ક્રેડિટ લેતાં વેપારી સામે કડક કાર્યવાહી થશે: નીતિન પટેલ
રાજ્યના પ્રધાન નીતિન પટેલે ખોટા ઇનપુટ ટેક્સ ક્રેડિટ લેતા વેપારીઓ સામે કાર્યવાહી સંદર્ભે વિધાનસભા ગૃહમાં પૂછાયેલા પ્રશ્નનો જવાબ આપતાં જણાવ્યું હતું કે, "રાજ્યમાં ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ વેપારીઓ સામે કાયદાની મર્યાદામાં રહીને મિલકત જપ્તી અને રજિસ્ટ્રેશન રદ કરવા સુધીની કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારની તિજોરીમાં જે ટેક્સ આપવો જોઈએ તે ટેક્સ ન આપે તો તેને શોધવા અને વસૂલ કરવા અમારો GST વિભાગ સતત પ્રયત્નશીલ છે. નકલી ટેક્સ ક્રેડિટ લેવાના ગેરકાયદેસર પ્રવૃત્તિઓને સરકાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેશે નહીં."છેલ્લા બે વર્ષની વાત કરવામાં આવે તો, કચ્છ અને મહેસાણા જિલ્લામાં આવા વેપારી એકમોને પકડી પાડવામાં આવ્યા છે. જેના થકી કચ્છ જિલ્લામાંથી 4616.19 લાખની સંભવિત ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટની રકમ પકડાઈ છે. જ્યારે મહેસાણા જિલ્લામાંથી કુલ 476 લાખની સંભવિત ખોટી ઇનપુટ ટેક્સ ક્રેડિટ રકમ પકડાઈ છે. એટલું જ નહીં પકડાયેલા 68 વેપારી એકમો પૈકી 44 એકમો પાસેથી 189.83 લાખની વસૂલાત પણ કરવામાં આવી છે. જ્યારે વધુ કાર્યવાહી કરવામાં આવી રહી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.