ગાંધીનગર : ગુનાઓ નોંધીને 3601 લોકોની ધરપકડ કરાઈ છે. સીસીટીવી ફૂટેજના આધારે પણ ગઈકાલે 24 ગુના નોંધાયા છે અને આજ દિન સુધીમાં 188 ગુનાઓ નોંધીને 400 લોકોની ધરપકડ પણ કરવામાં આવી છે. તેમણે લોકડાઉન દરમિયાન સ્વૈચ્છિક સેવાભાવી સંસ્થાઓ દ્વારા ગરીબ લોકોને ભોજનની સુવિધાઓ પૂરી પાડવામાં આવી રહી છે. આવી પ્રવૃત્તિ કરતી વખતે યોગ્ય સોશિયલ ડીસ્ટન્સ જળવાતું ન હોવાના અને વગર મંજૂરીએ વાહનોનો ઉપયોગ થતો હોય એવા કિસ્સાઓ ઘ્યાને આવ્યા છે, ત્યારે સેવાભાવી સંસ્થાઓ પણ પૂરતી તકેદારી રાખે તે જરૂરી છે. નહિતર તેમની સામે પણ કાયદેસરની કડક કાર્યવાહી પણ કરવામાં આવશે.
પોલીસના નિવૃત્ત કર્મચારીઓને કરાર આધારીત પુનઃસેવામાં લેવાના સૂચન ઉપર અમલ કરીને રાજ્યમાં કુલ- 533 નિવૃત્ત પી.એસ.આઇ, એ.એસ.આઇ અને કોન્સ્ટેબલ કક્ષાના કર્મચારીઓની ભરતી કરવામાં આવી છે. જેમાં વિવિધ જિલ્લા અને શહેરોમાંથી નિવૃત્ત થયેલા 396 અને 137 એસઆરપીના જવાનોનો સમાવેશ થાય છે. આ કરાર આધારિત ભરતીમાં 496 અધિકારીઓ- કર્મચારીઓ છેલ્લા એક વર્ષમાં જ્યારે 37 ચાલુ સમયમાં નિવૃત્ત થનાર છે. નિવૃત્ત કર્મચારીઓને તેમના નિવાસના નજીકના સ્થળે ફરજ સોંપવામાં આવશે.
નિઝામુદ્દીન મરકઝમાંથી આવેલા ગઇકાલ સુધીમાં 110 જ્યારે આજે વધુ 16 લોકોની ઓળખ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં બે, છોટાઉદેપુરના ત્રણ અને જૂનાગઢના 11 એમ 126 લોકોની ધરપકડ કરીને તેમની તબીબી તપાસ કરવામાં આવી છે. જેમાં અમદાવાદમાં પાંચ અને છોટાઉદેપુરના એકનો કોરોના વાઇરસ ટેસ્ટ પોઝિટીવ આવ્યો છે. લોકડાઉન દરમિયાન જાહેરનામાંના ભંગના 1,398, ક્વોરન્ટાઈનના ભંગના- 5,77 તેમજ અન્ય 81 એમ કુલ-2,056 ગુનાઓ નોંધાયા છે. જેમાં 3,420 લોકોની ધરપકડ કરાઈ છે જ્યારે 8,718 વાહનો જપ્ત કરવામાં આવ્યા છે.