રાજ્યગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ રાજસ્થાનના જાહેર પરીક્ષા રદ્દ થવા મુદ્દે કોંગ્રસની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કે, " રાજસ્થાનમાં કોંગ્રેસ સરકાર છે ત્યારે પેપર લિક મુદ્દે કોઈ વિરોધ થઈ રહ્યો નથી. તો શા માટે કોંગ્રેસ ગુજરાતમાં પેપર લિક થવા મુદ્દે વિરોધ કરે છે? કોંગ્રેસ પોતાની જરૂરિયાત પ્રમાણે લોકોની ભાવનાઓનો ફાયદો ઉઠાવીને યુવાઓને ગેરમાર્ગે દોરી રહી છે. કોંગ્રેસની કહેણી અને કથનીમાં અલગ ફેર હોવાથી યુવાઓેએ કોઈના કહેણ આવ્યા વિના સરકારને સહકાર આપવો જોઈએ.
ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં છેલ્લા કેટલાય સમયથી જાહેર પરીક્ષાઓના પેપર લિક થવાના અહેવાલો સામે આવી રહ્યાં છે. જેના પગલે યુવાઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે કોંગ્રેસ પણ પોતાનો બળતામાં રોટલો શેકવા માટે પેપર રદ્દ મદ્દે ભાજપનો વિરોધ કરવા મેદાનમાં ઉતરી છે. જે અંગે ગૃહપ્રધાને પોતાની નારાજગી વ્યક્ત કરી હતી. સાથે જ યુવાઓને ગેરમાર્ગે ન દોરવા જણાવ્યું હતું.