ETV Bharat / state

રાજ્યમાં ભારે વરસાદ, NDRFની 18 ટીમ તૈનાત, 13 ડેમ છલકાયા

ગાંધીનગરઃ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળતી માહિતી મુજબ છેલ્લાં 24 કલાક દરમિયાન મોટાભાગના તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. રાજ્યના 168 તાલુકાઓમાં વરસાદ વરસ્યો છે. જેમાં, છોટા ઉદેપુર તાલુકામાં 336 મી.મી. એટલે કે સાડા તેર ઈંચ વરસાદ, ક્વાંટ તાલુકામાં 282 મી.મી. એટલે કે 11 ઈંચથી વધુ અને કુકરમુંડા તાલુકામાં 207 મી.મી. એટલે કે 8 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હતો. રાજયમાં વરસાદી માહોલને કારણે જળાશયો ભરાયા છે. રાજ્યમાં સરેરાશ 66.44 ટકાથી વધુ વરસાદ : 13 જળાશયો છલકાયા છે. જયારે સરદાર સરોવરમાં કુલ સંગ્રહશક્તિના 75.99 ટકા પાણી છે.

રાજ્યમાં ભારે વરસાદ
author img

By

Published : Aug 9, 2019, 3:26 PM IST

રાજ્યમાં ભારે વરસાદની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જ્યારે, તમામ જિલ્લાઓના કલેકટરને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર, ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે NDRFની 18 ટીમ અને SDRFની 11 ટીમ તૈનાત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં 7 NDRFની ટીમો, સૌરાષ્ટ્રમાં પાંચ ટીમો, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને 154 રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના 39, છોટાઉદેપુરમાં 31 રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ પર પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત થઇ જશે. આ ઉપરાંત 16 ગામોને વીજળીની અસર થઇ છે. તે માટે પણ કામગીરી ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

રાજ્યમાં ભારે વરસાદ

રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે. રાજયના 14 તાલુકાઓમાં 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. છોટા ઉદેપુર, ક્વાંટ, કુકરમુંડા ઉપરાંત જેતપુર-પાવીમાં 174 મી.મી., નિઝરમાં 173 મી.મી., નસવાડીમાં 156 મી.મી., ધાનપુરમાં 120 મી.મી., ગોધરામાં 112 મી.મી., દાહોદમાં 111 મી.મી., સંજેલીમાં 110 મી.મી., દેવગઢ બારિયામાં 104 મી.મી.,લીમખેડા અને ઉમરપાડામાં 103 મી.મી. તથા જાબુઘોડામાં 102 મી.મી. એટલે કે 4 ઈંચથી વધુ વરસાદ વરસ્યો છે. રાજયના 10 તાલુકાઓમાં 3 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જેમાં વિજયનગરમાં 96 મી.મી., ડેડિયાપાડામાં 95 મી.મી., ફતેપુરામાં 89 મી.મી., સુબિરમાં 86 મી.મી., સિંઘવાડમાં 83 મી.મી., ડભોઈ, બોડેલી અને સાગબારામાં 82 મી.મી., શહેરામાં 80 મી.મી., કડાણામાં 79 મી.મી. અને ગરબાડામાં 78 મી.મી. એટલે કે 3 થી 4 ઈંચ જેટલો વરસાદ વરસ્યો છે. જયારે રાજયના 10 તાલુકાઓમાં 2 થી 3 ઈંચ સુધીનો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે. રાજયનો ચાલુ મોસમનો કુલ સરેરાશ વરસાદ 66.44 ટકા જેટલો નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 35.98 ટકા, ઉતર ગુજરાતમાં 39.75 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 63.58 ટકા, સૌરાષ્ટ્રમાં 49.58 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 93.26 ટકા જેટલો સરેરાશ વરસાદ વરસ્યો છે. રાજ્યમાં 12 જળાશયો 70 થી 100 ટકા ભરાયા છે. 14 જળાશયો 50 થી 70 ટકા ભરાયા છે. દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 93.26 ટકા વરસાદ પડ્યો છે.

ચોમાસાની ઋતુમાં રાજ્યમાં વરસી રહેલા સર્વત્ર વરસાદને પરિણામે અત્યાર સુધીમાં એટલે કે સવારે 8 વાગ્યાની સ્થિતિએ સરેરાશ 66.44 ટકા વરસાદ વરસ્યો છે. જેના કારણે રાજ્યના કુલ 204 જળાશયોમાંથી 35 જળાશયો 25 થી 50 ટકા વચ્ચે ભરાયા છે. જ્યારે 13 જળાશયો છલકાયા છે. 12 જળાશયો 70 થી 100 ટકા તેમજ 14 જળાશયો 50 થી 70 ટકા વચ્ચે ભરાયા છે. સરદાર સરોવર જળાશય કુલ સંગ્રહશક્તિના 75.99 ટકા ભરાયું છે. અત્યારસુધીમાં રાજયમાં દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 93.26 ટકા વરસાદ થયો છે. તેમ, રાજ્યના જળ સંપત્તિ વિભાગ દ્વારા જણાવ્યું હતું.

રાજ્યમાં હાલમાં 1,000 ક્યુસેક તથા તેથી વધુ પાણીની આવક ધરાવતા જળાશયોમાં સરદાર સરોવરમાં 4,11,490 ઉકાઇમાં 4,29,063 કરજણમાં 69,360 હડફમાં 69,000 કડાણામાં 39,443 સુખીમાં 35040.6, મચ્છનાલામાં 23,049.3, દમણગંગામાં 22,332, પાનમમાં 22,160, કાલી-2,11,773, વેર-2માં 9,258 ક્યુસેકનો સમાવેશ થાય છે. ઉત્તર ગુજરાતના 15 જળાશયોમાં 16.70 ટકા, મધ્ય ગુજરાતના 17 જળાશયોમાં 60.33 ટકા, દક્ષિણ ગુજરાતના 13 જળાશયોમાં 58.30 ટકા, કચ્છના 20 જળાશયોમાં 18.46 ટકા અને સૌરાષ્ટ્રના 139 જળાશયોમાં 20.38 રાજયમાં કુલ-204 જળાશયોમાં હાલ સંગ્રહાયેલ પાણીનો કુલ જથ્થો 46.58 ટકા એટલે 2,59,343.13 મીટર ઘન ફૂટ પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે.

Intro:રાજ્યમાં ભારે વરસાદની પરિસ્થિતીની આગાહીને ધ્યાને લઇને રાજ્યનું સમગ્ર વહીવટીતંત્રને એલર્ટ પર મુકવામાં આવ્યું છે. જ્યારે તમામ જિલ્લાઓ ના કલેકટરને એલર્ટ પર રહેવા સૂચના આપવામાં આવી છે. Body:સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા જણાવ્યાનુસાર ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં કોઇ સ્થળે વધુ સ્થિતિ ગંભીર બને તો તેવા સંજોગોમાં રેસ્કયુ સહિતની કામગીરી સત્વરે પૂરી પાડવા માટે એન. ડી. આર. એફ.ની ૧૮ ટીમો અને એસ. ડી. આર. એફ.ની ૧૧ ટીમો તહેનાત કરવામાં આવી છે. જેમાં દક્ષિણ ગુજરાતમાં ૭ એન.ડી.આર.એફ.ની ટીમો, સૌરાષ્ટ્રમાં પાંચ ટીમો, ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં ત્રણ-ત્રણ ટીમો કાર્યરત છે. રાજ્યમાં થઇ રહેલ વરસાદને પરિણામે કોઝવેમાં પાણી ભરાયા છે અને ૧૫૪ રસ્તાઓ બંધ છે. જેમાં તાપી જિલ્લાના ૩૯, છોટાઉદેપુરમાં ૩૧ રસ્તાઓનો સમાવેશ થાય છે. આ તમામ રસ્તાઓ પર પાણી ઓસરતાં રસ્તા પૂર્વવત થઇ જશે. ઉપરાંત ૧૬ ગામોને વીજળીની અસર થઇ છે એ માટે પણ કામગીરી ચાલુ છે જે સત્વરે પૂર્ણ કરવામાં આવશે.

બાઈટ....

રણવીજયસિંહ એન.ડી.આર. એફ. ટિમ

વોક થ્રુ...Conclusion:રાજ્યમાં ભારે વરસાદ પડે તો સમગ્ર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સુસજ્જ છે અને સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા તમામ જિલ્લાઓ સાથે સતત સંપર્ક કરીને મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.