ગાંધીનગર: રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અત્યાર સુધીમાં રાજ્યમાં 120 ટકાથી વધુ વરસાદ ખાબકી ચુક્યો છે. ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓમાં પુરની સ્થિતિ સર્જાઈ છે. ત્યારે NDRF દ્વારા રાજ્યમાં અલગ અલગ જગ્યાએ કુલ 300 લોકોનું રેસ્ક્યૂ અને 16 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે.
- કચ્છ 1
- પોરબંદર 3
- ગાંધીનગર 2
- દ્વારકા 2
- જામનગર 2
- અમરેલી 2
- ગીર સોમનાથ 2
- મોરબી 2
જ્યારે અત્યારે વર્તમાન સમયમાં રાજ્યમાં 13 જેટલી ટીમને એલર્ટ પર મુકવામાં આવી છે. જેમાં 2 ટીમને નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમમાંથી છોડવામાં આવી રહેલા પાણીને ધ્યાનમાં લઈને NDRFની ટીમને મોકલવામાં આવી છે.
ક્યાં કેટલી ટીમ તૈનાત
- વલસાડ 1
- નવસારી 1
- સુરત 1
- ભરૂચ 2
- વડોદરા 2
- ગીર સોમનાથ 1
- દ્વારકા 1
- મોરબી 1
- પાટણ 1
- કચ્છ 1
- પાલનપુર 1
- દાહોદ 1
રેસ્ક્યૂની વાત કરવામાં આવે તો અત્યારસુધીમાં NDRF ટીમ દ્વારા કુલ 300 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરીને જીવ બચાવવામાં આવ્યા છે. ઉપરાંત અત્યારે નર્મદા સરદાર સરોવર ડેમમાં 10 લાખથી વધુ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે. જ્યારે ડેમમાંથી 9 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે, ત્યારે સલામતીના ભાગ રૂપે NDRF ટીમ દ્વારા લો-લાઇનવાળા વિસ્તારમાં દેખરેખ રાખવામાં આવી રહી છે. તમામ લો- લાઇન વિસ્તારોને માર્ક કરવાની કામગીરી શરૂ છે. ઉપરાંત 5000 જેટલા લોકોનું સલામતીના ભાગ રૂપે સ્થળાંતર કરવામાં આવ્યું છે.