ETV Bharat / state

વેક્સિનેશન પહેલા આરોગ્યકર્મીઓની માગ, 2800નો ગ્રેડ પે આપો નહીં તો હડતાલ - નાયબ મુખ્યપ્રધાન

ગાંધીનગર : કોરોના વાઇરસની મહામારી આવી ત્યારથી નજર આરોગ્ય વિભાગ સતત હાઈલાઈટમાં છે. ત્યારે ગત મહિને ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળ બાદ હવે ફરીથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે બાબતે રાજ્ય સરકારને આવેદનપત્ર પાઠવીને સાત દિવસમાં નિર્ણય કરવાની ચીમકી પણ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આપવામાં આવી છે.

આરોગ્યકર્મી
આરોગ્યકર્મી
author img

By

Published : Jan 2, 2021, 3:46 PM IST

Updated : Jan 2, 2021, 4:14 PM IST

  • ઇન્ટર્ન ડૉકટર્સની હડતાલ બાદ ફરી આરોગ્ય વિભાગમાં હડતાળના ભણકારા
  • હવે આરોગ્યકર્મીઓ કરશે હડતાલ
  • સરકાર સમક્ષ કરી 2800 ગ્રેડ પેની માગ
  • જો સરકાર માગ નહીં સ્વીકારે તો વેક્સિનેશન પર પડશે અસર

ગાંધીનગર : કોરોના વાઇરસની મહામારી આવી ત્યારથી નજર આરોગ્ય વિભાગ સતત હાઈલાઈટમાં છે. ત્યારે ગત મહિને ઇન્ટર્ન ડૉક્ટરોની હડતાળ બાદ હવે ફરીથી આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરવાની ચીમકી આપી છે. આરોગ્ય કર્મચારીઓના ગ્રેડ પે બાબતે રાજ્ય સરકારને આવેદન પાઠવીને સાત દિવસમાં નિર્ણય કરવાની ચીમકી પણ આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા આપવામાં આવી છે.

વેક્સિનેશન પહેલા આરોગ્યકર્મીઓની માગ, 2800નો ગ્રેડ પે આપો નહીં તો હડતાલ

સરકાર ગ્રેડ પેમાં વધારો કરો : આરોગ્ય કર્મચારી મહાસંઘ

આરોગ્ય કર્મચારી મહાસંઘના સંગઠનના મંત્રી જીગ્નેશ ગોસ્વામીએ જણાવ્યું હતું કે, શુક્રવારના રોજ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, આરોગ્ય પ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું છે. આ આવેદનમાં રાજ્ય સરકાર સાત દિવસની અંદર ગ્રેડ પેમાં સુધારો નહીં કરે, તો રાજ્યના ૩૩ હજારથી વધુ આરોગ્યના કર્મચારીઓ હડતાળ પર ઉતરીને સરકારનો વિરોધ કરશે. આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા ગ્રેડ પેમાં વધારો કરવાની માગ કરવામાં આવી છે. જેમાં વર્તમાન સમયમાં કર્મચારીઓને 1,800 ગ્રેડ પે મળે છે, જે વધારીને 2,800 ગ્રેડ પે કરવાની માગ કરવામાં આવી છે.

સરકાર વિચારણા નહીં કરે, તો હડતાલ એ જ હથિયાર

આરોગ્ય કર્મચારી મહાસંઘ દ્વારા રાજ્ય સરકારને ગ્રેડ પે વધારો કરવાની માગ કરવામાં આવી છે અને આ માગ રાજ્ય સરકાર સાત દિવસની અંદર સ્વીકારે તે માટેનું પણ સમય આપવામાં આવ્યો છે, પરંતુ જો રાજ્ય સરકાર સાત દિવસની અંદર નિર્ણય નહીં કરે તો સમગ્ર રાજ્યમાં તમામ આરોગ્ય કર્મચારીઓ હડતાલ પર ઉતરીને સરકાર પાસેથી 28 ઓગસ્ટની હડતાલ સ્વરૂપે માગ કરશે.

દ્વારકામાં ઘડવામાં આવી હતી આ રણનીતિ

ગૌસ્વામીએ વધુમાં જણાવ્યું હતું કે, ગત અઠવાડિયે દ્વારકા ખાતે રાજ્યના 33 જિલ્લાના કર્મચારી મહાસંઘના પ્રમુખો વચ્ચે એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકના અંતે રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી, નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ, આરોગ્ય સચિવ અને આરોગ્ય કમિશનરને આવેદનપત્ર આપવાનું નક્કી કરવામાં આવ્યું હતું. આ જ બેઠકમાં જો સરકાર નહીં માને તો સરકાર વિરુદ્ધ આંદોલન કરવાની પણ નીતિ તૈયાર કરવામાં આવી છે.

વેક્સિનેશનની કામગીરી પર પડશે અસર

સમગ્ર દેશમાં ફક્ત ચાર રાજ્યની જ વેક્સિનેશન પર ડ્રાઇ રન કરવાની મંજૂરી મળી છે. ત્યારે ગાંધીનગર અને રાજકોટ બાદ શનિવારે ભાવનગર, દાહોદ, વલસાડ અને આણંદ ખાતે ડ્રાય રન યોજાઈ રહ્યું છે અને આવનારા સમયમાં કેન્દ્ર સરકાર ગમે ત્યારે વેક્સિનેશનની જાહેરાત કરે તેવી શક્યતાઓ છે. ત્યારે કર્મચારીઓની હડતાળ આ વેક્સિનેશન પર અસર કરશે તે પણ શક્યતાઓ નકારી શકાય તેમ નથી. આ સાથે જ આરોગ્ય કર્મચારી મહાસંઘના મહામંત્રી ગૌસ્વામીએ પણ ચીમકી આપી હતી કે, જો કર્મચારીઓ હડતાળ પર જશે તો વેક્સિનેશનની કામગીરી પર પણ અસર થશે.

Last Updated : Jan 2, 2021, 4:14 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.