ETV Bharat / state

Ambaji Bhadarvi Poonam : અંબાજી જતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા, આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યા - જિલ્લા આરોગ્ય અધિકારી

ભાદરવી પૂનમના દર્શન કરવા લાખોની સંખ્યામાં ભક્તો અંબાજી જતા હોય છે. ત્યારે આ પદયાત્રીઓ માટે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. આરોગ્ય તંત્ર દ્વારા જિલ્લામાંથી પસાર પદયાત્રીઓ માટે વિવિધ સ્થળોએ આરોગ્ય કેન્દ્ર શરુ કરવામાં આવ્યા છે.

Ambaji Bhadarvi Poonam
Ambaji Bhadarvi Poonam
author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 22, 2023, 7:24 PM IST

અંબાજી જતા પદયાત્રીઓ માટે વિશેષ વ્યવસ્થા

ગાંધીનગર : રાજ્યમાં લાખોની સંખ્યામાં માઇ ભક્તો ભાદરવી પૂનમના દર્શન કરતા હોય છે. ભક્તો નવલી નવરાત્રીનું આમંત્રણ માતાજીને આપતા હોય છે. ત્યારે ભાદરવા માસમાં એકમના દિવસથી જ અમદાવાદ સહિત અન્ય જિલ્લામાંથી ભક્તો ચાલતા ચાલતા અંબાજી ધામ દર્શનાર્થે જાય છે. ત્યારે ગાંધીનગર જિલ્લામાંથી અંબાજી જવાનો માર્ગ પદયાત્રીઓ જય અંબેના નાદથી ગુંજતો હોય છે. ત્યારે ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા પણ પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે.

પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા : ગાંધીનગર જિલ્લામાંથી અંબાજી જતા પદયાત્રીઓ પસાર થતા હોય છે. તેને ધ્યાનમાં લઈને ગાંધીનગર જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા કુલ 11 જેટલા આરોગ્ય કેન્દ્ર તૈયાર કરવામાં આવ્યા છે. જે અંતર્ગત કુલ 300 થી વધુ જિલ્લા આરોગ્ય કર્મચારીઓને ફરજ સોંપવામાં આવી છે. દિવસે તથા રાત્રીના સમયે અનેક પદયાત્રીઓ આરામ કરવા માટે કેમ્પમાં રોકાણ કરતા હોય છે. હાલમાં વરસાદી સિઝન અને મચ્છરજન્ય રોગોના કારણે પદયાત્રીઓ ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા અને જાડા-ઉલટી જેવા રોગના શિકાર ન બને તેને ધ્યાનમાં લઈને આરોગ્ય કેન્દ્ર શરૂ કરવામાં આવ્યા છે. આ અંગે ગાંધીનગર જિલ્લા આરોગ્ય અધિકારી એ.જે. વૈષ્ણવે માહિતી આપી હતી.

ગાંધીનગર જિલ્લામાંથી જતા અંબાજી જતા પદયાત્રીઓ માટે આરોગ્ય વિભાગની એક અનોખી પહેલ હાથ ધરવામાં આવી છે. ભાદરવી પૂનમ નિમિત્તે ગાંધીનગર જિલ્લામાંથી પસાર થતા અંબાજી પદયાત્રીઓ માટે આજથી આરોગ્ય સેવા ઉભી કરવામાં આવી છે. -- ડો. એ. જે. વૈષ્ણવ (જિલ્લા આરોગ્ય અધિકારી)

11 આરોગ્ય કેન્દ્ર : ગાંધીનગર જિલ્લામાં 11 કેન્દ્રો અને 305 આરોગ્ય કર્મચારીઓ સેવા આપી રહ્યા છે. ઉવારસદ, જેઠીપુરા, ગીયોડ, ચિલોડા, વિરાટ ચોકડી, વાસણીયા મહાદેવ, જેવા સ્થળો ઉપર જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા સેવા કેન્દ્રો ઉભા કરવામાં આવ્યા છે. અંબાજી જતા પદયાત્રીઓમાં ઝાડ-ઉલટી, ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા જેવી બીમારી જોવા મળે છે. હાલ જિલ્લામાંથી પસાર થતા અંબાજી ભક્તોની ચિંતા જિલ્લા પંચાયત આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી રહી છે. ઉપરાંત સારવાર પણ આપવામાં આવી રહી છે.

  1. Gandhinagar News: ભાવમાં ગેરરીતિ આચરીને ગાંધીનગર મનપામાં ટેન્ડર લેવાનો પ્રયાસ, એજન્સીને બ્લેક લિસ્ટ કરાશે
  2. Ambaji Bhadravi Poonam : અંબાજી ભાદરવી પૂનમને ધ્યાને રાખીને એસ.ટી.નિગમ દ્વારા 1000 એક્સ્ટ્રા બસો દોડાવશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.