ETV Bharat / state

Ahmedabad News : ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટેલા 4 લોકોના અંતિમ સંસ્કાર કેનેડામાં થશે, ગુજરાતમાંથી અનેક એજન્ટોની ધરપકડ - Names of Agents

ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મોતને ભેટેલા માણેકપુરાના 4 લોકોના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો છે. બીજી તરફ રાજ્યના ગૃહ પ્રધાને આ મામલે નિવેદન આપતા જણાવ્યું હતું કે ગેરકાયદે રીતે જે એજન્ટો અમેરિકા લઈ જાય છે તેવા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને સત્તાવાર રીતે તેમના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

4-people-of-chaudhary-family-from-manekpura-who-died-trying-to-enter-america-illegally-all-funeral-will-be-held-in-canada

author img

By

Published : Apr 4, 2023, 1:57 PM IST

Updated : Apr 4, 2023, 4:52 PM IST

ગેરકાયદે રીતે જે એજન્ટો અમેરિકા લઈ જાય છે તેવા લોકોની અત્યારે ધરપકડ

અમદાવાદ: ગેરકાયદે અમેરિકામાં ઘૂસવાના પ્રયાસમાં મહેસાણાના માણેકપુરા ગામના એકજ પરિવારના 4 લોકોના થયેલા મોતના મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. મૃતકોના પરિવારજનોએ એમના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરવાનો નિર્ણય કર્યો છે. આ માટે પરિવારના બે સભ્યો કેનેડા જશે અને તેમને તાત્કાલિક વિઝા અને જરૂરી સહાય મળે તે માટે રાજ્યસભાના સાંસદ જુગલસિંહ લોખંડવાળાએ વિદેશમંત્રી એસ જયશંકરને લેખિતમાં રૂબરૂ મળીને રજૂઆત કરી છે.

4 લોકોના અંતિમ સંસ્કાર કેનેડામાં જ કરાશે તેવો નિર્ણય લેવામાં આવ્યો

પરિવારના સભ્યો જશે કેનેડા: અમેરિકા કેનેડાની બોર્ડર ઉપર વિજાપુરના માણેકપુર ગામના પ્રવીણ ચૌધરી, પત્ની દક્ષા ચૌધરી, દીકરી વિધિ અને પુત્ર મિત ચૌધરીના અંતિમ વિધી બાબતે માણેકપુર ડાભલાથી મૃતકોના પરિવારજન જસુભાઈ ચૌધરીએ ETV સાથેની ટેલિફોનિક વાતચીતમાં જણાવ્યું હતું કે પરિવારજનોના મૃતદેહની અંતિમ વિધિ માટે હજુ સુધી અમારે કોઈ બીજા આવ્યા નથી. જો મોડું થશે તો કેનેડામાં રહેતા સંબંધી મારફતે અંતિમવિધિ કરીશું. કેનેડામાં અંતિમવિધિ બાદ મરણોત્તરની વિધિ માણેકપુર ડાભલા ગામમાં જ કરવામાં આવશે.

સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હતો

ગૃહપ્રધાને કરી જાહેરાત: ગુજરાતના અનેક લોકો પહેલા સત્તાવાર રીતે કેનેડાના વિઝીટર વિઝા ઉપર કેનેડા પહોંચે છે. ત્યારબાદ ત્યાંથી જ ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ મેળવવાના પ્રયત્નો કરે છે. જેમાં અનેક લોકોએ પોતાના અમૂલ્ય જીવન પણ ગુમાવ્યું છે. આ બાબતે મહેસાણાના ચૌધરી પરિવારની ઘટના થયા બાદ રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાને પણ આજે મૌન તોડ્યું હતું. બરોડા ખાતેની પત્રકાર પરિષદમાં મીડિયાને નિવેદન આપ્યું હતું કે ગેરકાયદે રીતે જે એજન્ટો અમેરિકા લઈ જાય છે તેવા લોકોની અત્યારે ધરપકડ કરી છે અને સત્તાવાર રીતે તેમના નામ પણ ટૂંક સમયમાં જાહેર કરવામાં આવશે.

કેનેડામાં અંતિમવિધિ બાદ મરણોત્તરની વિધિ માણેકપુર ડાભલા ગામમાં જ કરવામાં આવશે

આ પણ વાંચો Gandhinagar News : CMના CMOમાંથી પંડ્યાએ રાજીનામું આપવા પાછળનું કારણ કહ્યું...

એજન્ટોની તપાસ: સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ કેનેડાથી ગેરકાયદેસર રીતે અમેરિકા પ્રવેશ કરવા માટેનો ઉપયોગ કરવામાં આવતો હતો પરંતુ 10 થી 12 ફૂટ ઊંચી હોવાના કારણે ભૂતકાળમાં ગાંધીનગરના કલોલના ડીંગુચાના પટેલ પરિવાર ઉપરાંત અન્ય લોકો ગેરકાયદેસર રીતે પ્રવેશ દરમિયાન જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. હવે નહીં પરંતુ કેનેડાથી અમેરિકા તરફ જતી સેન્ટ લોરેન્સ નદીનો ઉપયોગ હવે ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ કરવા માટેના થઈ રહ્યો છે.

શું છે મામલો?: મહેસાણાની ઘટના સામે આવતા જ મહેસાણા પોલીસ અને CID ક્રાઇમ દ્વારા પ્રવીણ ચૌધરી અને તેમનો પરિવાર કયા એજન્ટ મારફતે કેનેડાની ફાઈલ મૂકી હતી. તે બાબતની પણ તપાસ કરવા માટે સ્થાનિક પોલીસ સહિતની ટીમ મહેસાણામાં તમામ એજન્ટોની તપાસ હાથ ધરી હતી. જેમાં એક અજાણ્યો એજન્ટ હજુ પોલીસની તાપસમાં સાથ આપતો ન હોવાનું અને પોલીસ સમક્ષ હાજર થતો ન હોવાનું સામે આવી રહ્યું છે. જેથી પોલીસે આ એજન્ટ વિરુદ્ધ પણ ગોપનીય રીતે તપાસ હાથ ધરી છે. આ બાબતે મહેસાણા એસ.પી. અચલ ત્યાગીને ફોન પર સંપર્ક કરવાનો પ્રયત્ન કર્યો હતો અને ત્યાગીએ ફોન રિસીવ કર્યો ન હતો.

આ પણ વાંચો Gandhinagar Cricket Match : ધારાસભ્યોનો ક્રિકેટ મેચ, CM એ બેટિંગ કરી મહિલાઓને જવાબદારી સોંપી

Last Updated : Apr 4, 2023, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.