ETV Bharat / state

Gyan Sadhna Project : જ્ઞાનસેતુ પ્રોજેકટ પડતો મૂકી શરુ કરાયો જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રોજેક્ટ, શું છે નિયમો જાણો - સ્કોલરશિપ

શૈક્ષણિક વર્ષ 2023-24માં શરુ થઇ રહેલા જ્ઞાન સેતુ પ્રોજેક્ટને આખરે પડતો મૂકવામાં આવ્યો છે. જેની પાછળ શાળાઓનું પરિણામ જવાબદાર છે. જોકે ગુજરાત સરકારે નિર્ણય કર્યો છે કે ખાનગી અને સરકારી શાળાના તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં આવશે. સરકારે જ્ઞાનસેતુ યોજનાનું નામ બદલી જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રોજેક્ટ કરી નિયમોમાં ફેરફાર પણ કર્યાં છે.

Gyan Sadhna Project : જ્ઞાનસેતુ પ્રોજેકટ પડતો મૂકી શરુ કરાયો જ્ઞાન સાધના સ્કોલરશિપ પ્રોજેક્ટ, શું છે નિયમો જાણો

author img

By

Published : Jun 7, 2023, 10:17 PM IST

અનેક ફેરફાર સાથે જ્ઞાન સાધના પ્રોજેક્ટ

ગાંધીનગર : રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે જ્ઞાનસેતુ યોજનાનો પ્રારંભ શૈક્ષણિક વર્ષ 2023- 24થી કરવાનો હતો. પરંતુ છેલ્લી ઘડીએ રાજ્ય સરકાર દ્વારા આ પ્રોજેક્ટમાં મોટા પ્રમાણે ફેરફાર કરાયાં છે. હવે જ્ઞાનસેતુ પ્રોજેક્ટને જ્ઞાનસાધના પ્રોજેક્ટમાં તબદિલ કરવામાં આવ્યો છે. આમ અનેક કારણો સામે આવતા રાજ્ય સરકારે પ્રોજેક્ટમાં બદલાવ કર્યો છે અને હવે સીધા તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપીને આ પ્રોજેક્ટ અન્ય નામથી કાર્યરત કરવામાં આવશે.

તેજસ્વી વિદ્યાર્થીઓને મળશે સ્કોલરશિપ : અનેક જિલ્લા તાલુકામાં 80 ટકા ઓછું પરિણામ ધરાવતી શાળા જ્ઞાનસેતુ યોજનામાં અનેક ફેરફાર થવા પાછળના કારણોમાં રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતના અનેક જિલ્લા અને તાલુકાઓમાં 80 ટકાથી ઓછું પરિણામ ધરાવતી શાળાઓ હોવાના કારણે આ પ્રોજેક્ટમાં બદલાવ કરવામાં આવ્યો છે. તેમ છતાં પણ ધોરણ છ થી 12 ના તેજસ્વી વિદ્યાર્થીઓને રાજ્ય સરકાર દ્વારા સ્કોલરશિપ આપવામાં આવશે.

કેટલી સહાય મળશે : આ સ્કોલરશિપની વાત કરવામાં આવે તો ધોરણ છ થી આઠનો અભ્યાસ કરવા માટે વાર્ષિક રુપિયા 20,000, 9થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 22000 અને ધોરણ 11 થી 12 નો અભ્યાસ કરવા માટે વાર્ષિક 25000 રૂપિયાની સ્કોલરશિપ આપવામાં આવશે. જ્યારે આ સ્કોલરશિપ ખાનગી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે પણ લાગુ કરાશે. કોઈપણ વિદ્યાર્થી સરકારી અથવા તો અનુદાનિત શાળામાં ધોરણ છમાં પ્રવેશ મેળવીને 12 ધોરણ સુધીનો અભ્યાસ કરશે તો તેવા વિદ્યાર્થીઓને ધોરણ છથી આઠમાં અભ્યાસ કરવા માટે 5000 રૂપિયા નવ થી 10 નો અભ્યાસ કરવા માટે 6000 અને 11 થી 12 નો અભ્યાસ કરવા માટે 7000 રૂપિયાની સહાય આપવામાં આવશે.

સરકારે પ્રોજેકટમાં કર્યો ફેરફાર : જ્ઞાનસેતુ પ્રોજેક્ટ હવે જ્ઞાન સાધના તરીકે અમલી થશે જેમાં તેજસ્વી વિદ્યાર્થીઓને સ્કોલરશિપ મળશે. ખાનગી અને સરકારી શાળાના વિદ્યાર્થીઓને શાળા પ્રમાણે સ્કોલરશિપ મળશે. સ્કોલરશિપ યોજના હેઠળ વિધાર્થીઓને મફત બસ પાસ મળશે, આ સાથે શાળાઓને પણ સરકાર તરફથી સ્કોલરશિપ આપવામાં આવશે. ધોરણ 6 થી 8માં 2000, ધોરણ 9 થી 10 3000 અને 11-12 માટે પ્રતિ વિદ્યાર્થીઓ માટે 4000 રુપિયાની સહાય શાળાને અપાશે. જ્ઞાન સાધના સ્કોલરશિપ મેળવવા માટે વિદ્યાર્થીની પ્રથમ સત્રમાં ઓછામાં ઓછી 80 ટકા હાજરી જરૂરી રાખવામાં આવી છે. જ્યારે બીજા સત્રમાં સ્કોલરશીપના 50 ટકા પહેલા હપ્તાની રકમ ચૂકવવામાં આવશે.

3 વર્ષ બાદ સ્કોલરશિપમાં વધારો કરાશે : રાજ્ય સરકારે જાહેર કરેલા ઠરાવ અનુસાર વિદ્યાર્થીઓને મળવાપાત્ર સ્કોલરશિપની રકમમાં અનુદાનિત અને સરકારી શાળાઓને મળવાપાત્ર નાણાકીય સહાયમાં વધારો કરવા દર ત્રણ વર્ષે રાજ્ય સરકાર વધારો કરશે. ઉલ્લેખનીય છે કે જ્ઞાનસેતુ પ્રોજેક્ટમાં પણ સહાયમાં વધારો કરવાની જોગવાઈ હતી. ત્યારે જ્ઞાન સાધના પ્રોજેક્ટમાં પણ રાજ્ય સરકારે ત્રણ વર્ષની સમય મર્યાદા નક્કી કરી છે.

કયા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ : જ્ઞાન સાધના પ્રોજેક્ટ હેઠળ ગુજરાતમાં નવા શૈક્ષણિક વર્ષ શરૂ થાય તે પહેલા કોમન એન્ટરન્સ ટેસ્ટનું આયોજન પણ રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા કરવામાં આવશે. તે માટે અભ્યાસક્રમ, પરીક્ષાનું માળખું તેમજ આનુષંગિક નિયમો પણ રાજ્ય પરીક્ષા બોર્ડ ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવશે. અને કોમન એન્ટરન્સ ટેસ્ટ પરીક્ષામાં કટ ઓફ કરતા વધુ ગુણ મેળવનારા તેજસ્વી વિદ્યાર્થીઓની યાદી તૈયાર કરીને તથા વિદ્યાર્થીઓના દસ્તાવેજથી ખરાઈ સરકારી શાળાઓના કિસ્સામાં જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને અનુનાદિત શાળાના કિસ્સામાં જિલ્લા શિક્ષણ દ્વારા કરવાની રહેશે.

વાલીના બેંક ખાતામાં જમા : સ્કોલરશિપમાં પાત્રતા ધરાવતા વિદ્યાર્થીઓ નિયત સમય મર્યાદામાં શાળામાં ધોરણ છમાં પ્રવેશ મેળવી શકશે અને ત્યારબાદ એડમિશન લીધા બાદ શાળાના સહીસિક્કા સાથેનું પ્રમાણપત્ર ઉપર મૂકવામાં આવશે અને ત્યારબાદ જ સ્કોલરશિપની ચૂકવણી કરવામાં આવશે. આ સ્કોલરશિપની રકમની ચૂકવણી નિયામક અને શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફરથી સીધા વિદ્યાર્થીઓ અથવા તો વાલીના બેંક ખાતામાં જમા કરાવવામાં આવશે.

અમલીકરણ 2023-24થી લાગુ : રાજ્ય સરકાર દ્વારા જ્ઞાન સાધના યોજના નવા શૈક્ષણિક વર્ષ 2023 24 થી જ લાગુ કરવામાં આવી છે. આમ 27 એપ્રિલ 2023 ના રોજ લેવાયેલી કોમન એન્ટરેસ્ટ ટેસ્ટનું પરિણામ પણ 8 જૂનના રોજ જાહેર કરવામાં આવશે અને આ પ્રક્રિયાનો પ્રારંભ પણ કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધોરણ 5ના વિદ્યાર્થીઓ કે જેઓ ધોરણ છમાં પ્રવેશ મેળવતા હોય તેમની એન્ટ્રન્સ પરીક્ષા યોજી હતી ત્યારે હવે કેટલા વિદ્યાર્થીઓ એડમિશન લેશે તે જોવું રહ્યું. રાજ્ય સરકાર દ્વારા 50 હજાર જેટલા વિદ્યાર્થીઓનો ટાર્ગેટ જૂના પ્રોજેક્ટમાં રાખવામાં આવ્યો હતો.

  1. Gujarat Education Board: કમ્પ્યૂટરનું જ્ઞાન મેળવવું હવે મોંઘું, વિદ્યાર્થીઓએ ચૂકવવી પડશે 400 રૂપિયા ફી
  2. Gujarat Aap : જ્ઞાન સેતુ પ્રોજેક્ટ પર આમ આદમી પાર્ટીના પ્રહાર, વિરોધ શા માટે તે જાણો
  3. Gandhinagar News : મોરબી ઘટના બાદ સરકારે 35,700 બ્રિજ તપાસ્યા, 12 બ્રિજ બંધ કરવામાં આવ્યા

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.