- રાજ્યમાં કોરોનાનો કેસમા ઓછો થયો
- છેલ્લા 24 કલાકમાં 734 પોઝિટિવ કેસ, 3 મોત
- છેલ્લા 24 કલાકમાં 907 દર્દીઓને ડિસચાર્જ કરાયા
ગાંધીનગર:રાજ્યમાં દિવાળીના તહેવાર બાદ કોરોનાનો કહેર ફાટ્યો હતો. રાજ્ય સરકારે રાત્રિ કરફ્યુ અને જાહેર કાર્યક્રમમાં પ્રતિબંધ મૂકવાની સાથે જ રાજ્યમાં કોરોનાનું પ્રમાણ પણ ઘટ્યું છે ક્યાંક ને ક્યાંક કોરોના સંક્રમણ પોતાના કાબુમાં હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કુલ 734 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 3 કોરોનાના મોત નિપજ્યા છે.
રાજ્યમાં કોરોના રિકવરી રેટમાં વધારો
રાજયમાં કોરોના રિકવરી રેટમાં પણ વધારો થયો છે. હાલ કોરોના રિકવરી રેટ 94.32 ટકા થયો છે. જ્યારે આજે રાજ્યમાં કુલ 53,520 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 823.38 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થયા છે . રાજયમાં અત્યા૨ સુધીમાં કુલ 97,09,300 ટેસ્ટ કરવામાં આવ્યા છે.
કેટલા લોકો છે કોરોન્ટાઇન
રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે કુલ 5,08,125 વ્યક્તિઓને ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે. જે પૈકી 5,00,001 વ્યક્તિઓ હોમ ક્વૉરન્ટાઈન છે. તેમજ 124 વ્યકતિઓને ફેસીલીટી ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.
રાજકોટ ગાંધીનગર બાદ બીજા 4 જિલ્લામાં યોજાશે ડ્રાય રન
રાજયના ચાર અલગ - અલગ જિલ્લાઓમાં ડ્રાય રન યોજાશે. દાહોદમાં ઝાયડસ મેડીકલ કોલેજ, ભાવનગરમાં સર-ટી જનરલ હોસ્પિટલ, વલસાડમાં જી.એમ.ઇ.આર.એસ. મેડીકલ કોલેજ અને આણંદમાં ડીસ્ટ્રીકટ હોરિસ્પટલ ખાતે ડ્રાય રન યોજાશે. આ તમામ જિલ્લાઓના એક એક શહેરી આરોગ્ય કેન્દ્ર અને એક આઉટરીચ સેન્ટર ખાતે 2 જાન્યુઆરીએ કોવિડ-19 વેકસીનેશન માટે ડ્રાય રન યોજવામાં આવશે.