ETV Bharat / state

Gujarat Vibrant Festival 2022: 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાવાની સંભાવના

ગુજરાતમાં કોરોનાએ લગભગ વિદાય લઇ લીધી છે ત્યારે આ વર્ષે Gujarat Vibrant Festival યોજાય તેવી પૂરેપૂરી શક્યતા છે. આ વખતે Gujarat Vibrant Festival સમિટમાં નવી સરકારનુ ફોક્સ રોજગાર પર હશે. જાણકારી મુજબ આ વખતે તારીખ 10 થી 12મી જાન્યુઆરી સુધી Gujarat Vibrant Festival યોજાય તેવી સંભાવના છે. અત્યારે ઉદ્યોગભવનમાં Gujarat Vibrant Festival યોજવા પૂરજોશમાં તૈયારી કરવામાં આવી રહી છે. ઉદ્યોગ વિભાગે Gujarat Vibrant Festival ના પ્રચાર પ્રસાર માટે પ્રિન્ટીંગ મટિરિયલ્સ માટે ટેન્ડર પણ બહાર પાડયા છે.

Gujarat Vibrant Festival 2022: 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાવાની સંભાવના
Gujarat Vibrant Festival 2022: 10 થી 12 જાન્યુઆરી વચ્ચે યોજાવાની સંભાવના
author img

By

Published : Oct 18, 2021, 3:21 PM IST

  • Gujarat Vibrant Festival 2022 નો કાર્યક્રમ થયો નક્કી
  • વર્ષ 2020 માં કોરોનાને કારણે કરાયો હતો રદ
  • ઉદ્યોગભવનમાં વાઇબ્રન્ટ ગુજરાતની તૈયારી પૂરજોશમાં

ગાંધીનગર : ગુજરાતની વૈશ્વિક ઓળખ એવી "Gujarat Vibrant Festival" વર્ષ 2021માં કોરોનાને કારણે રદ કરવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો હતો. ત્યારે હવે જે રીતે કોરોના સંક્રમણ ધીમેધીમે ઘટી રહ્યું છે અને ગુજરાતમાં હવે કોરોનાના 24 કલાકમાં 15 થી 20 કેસ નોંધાઇ રહ્યા છે. ત્યારે રાજ્ય સરકાર દ્વારા વર્ષ 2022ની જાન્યુઆરીની 10 થી 12 તારીખ વચ્ચે વાઇબ્રન્ટ મહોત્સવ યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. વાઇબ્રન્ટ ગુજરાત સમિટના આયોજનના ભાગરૂપે વિવિધ દેશના રાજદૂતો પણ ગુજરાતમાં આગમન કરી રહ્યા છે. બે-ત્રણ દિવસ પહેલાં જ યુકે અને બ્રાઝિલના ભારત સ્થિત રાજદૂતોએ મુખ્યપ્રઘાન ભૂપેન્દ્ર પટેલ સાથે મુલાકાત કરી વૈપાર ઉદ્યોગ મુદ્દે ચર્ચા કરી હતી. આ ઉપરાંત મુખ્યપ્રઘાને પણ બંને રાજદૂતોને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ માટે આમંત્રણ પણ પાઠવ્યુ હતું.

વર્ષ 2003માં પ્રથમ વાઇબ્રન્ટની કરાઈ હતી શરૂઆત

ગુજરાત રાજ્યના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલના દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા વર્ષ 2003માં ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની શરૂઆત કરવામાં આવી હતી. જ્યારે ગુજરાત વાઇબ્રન્ટ શરૂ કરાવનાર ગુજરાત કેડરના સનદી અધિકારી A.K.Sharma એ ગુજરાત વાઇબ્રન્ટના પાયા નાખ્યા હતા ત્યારે હવે આજ અધિકારી ઉત્તરપ્રદેશના ભાજપમાં જોડાયા છે.

14 સપ્ટેમ્બરના રોજ પ્રથમ વિડિઓ કોંફરન્સ યોજાઈ હતી

રાજ્ય સરકાર માંથી મળતી માહિતી પ્રમાણે ૧૪ સપ્ટેમ્બરના રોજ રાજ્યના નવનિયુક્ત મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તથા વરિષ્ઠ અધિકારીઓ વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે વીડિયો કોન્ફરન્સથી એક બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતનો આગામી મેપ અને ત્યારબાદ વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં યોજાનારા વાઇબ્રન્ટ મહોત્સવની તારીખો નક્કી કરવામાં આવી હતી. ત્યારે આજે અચાનક જ તાત્કાલિક ધોરણે ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાના અધ્યક્ષ સ્થાને ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વર્ષ 2022ના જાન્યુઆરી માસમાં વાઇબ્રન્ટ મહોત્સવની તારીખ નક્કી કરવામાં આવી છે.

જાન્યુઆરીમાં 10 થી 12 તારીખે યોજાશે વાઇબ્રન્ટ

ઉદ્યોગ વિભાગના અગ્ર સચિવ રાજીવ ગુપ્તાની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવની તારીખ નક્કી કરી દેવામાં આવી છે. જેમાં જાન્યુઆરી 10 થી 12ની વચ્ચે ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ યોજાશે. આ કાર્યક્રમમાં અનેક દેશના પ્રતિનિધિઓ અને ડેલીગેટ પણ હાજર રહેશે. સાથે જ દુબઈ એક્સ્પોમાં ગયેલા અધિકારીઓને પણ રાજ્ય સરકાર દ્વારા ખાસ જવાબદારીઓ પણ સોંપવામાં આવશે.

11 ઓગસ્ટના દિવસે ETV Bharte એ રજૂ કર્યો હતો ખાસ એહવાલ

Gujarat Vibrant Festival 2022 જાન્યુઆરી માસમાં યોજાશે તેવો અહેવાલ સૌ પ્રથમ પ્રકાશિત કર્યો હતો. આમ રાજ્યમાં હવે કોરોનાની બીજી લહેર શાંત થઈ જશે અને ત્રીજી લહેર નહીં આવવાની જાહેરાત કેન્દ્ર સરકાર દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે અને અન્ય દેશોમાં પણ કોરોનાનો કહેર ઓછો થઇ રહ્યો છે. તેને ધ્યાને લઈને ગુજરાત સરકાર દ્વારા ગુજરાત વાઇબ્રન્ટ મહોત્સવ જાન્યુઆરીની 10 થી 12 તારીખ વચ્ચે યોજશે.

આ પણ વાંચો ; વાઈબ્રન્ટ ગુજરાત સમિટ 2021 કોરોનાને કારણે રદ, જો વેકસીન મળશે તો ડિસેમ્બર 2021માં યોજાશે સમિટ

આ પણ વાંચો ; આજથી ડોમેસ્ટિક ફ્લાઈટ્સ 100 ટકા પ્રવાસીઓ સાથે ઉડાન ભરી શકશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.