ગાંધીનગર : તારીખ 07 મે 2023ના રોજ ગ્રામ પંચાયત સેક્રેટરી (તલાટી કમ મંત્રી)ની પરીક્ષા બપોરે 12:30થી 13:30 યોજાનાર છે. સદર પરીક્ષામાં લગભગ 8.50 લાખ કરતાં વધુ પરીક્ષાર્થીઓ પરીક્ષા આપવા જનાર છે. ત્યારે નિગમ પરીક્ષાર્થીઓ માટે 4500 એક્સ્ટ્રા બસોનું આયોજન કરેલું છે. પરીક્ષાર્થીઓ માટે એડવાન્સમાં ઓનલાઈન એક્સ્ટ્રા બસ બુકિંગનું આયોજન કરેલું છે. પરીક્ષાર્થીઓને કોઈ મુશ્કેલી ન પડે તે હેતુથી નિગમની મધ્યસ્થ કચેરી તેમજ 16 વિભાગો ખાતે 24 કંટ્રોલ રૂમ શરૂ કરવામાં આવનાર છે.
અન્ય કેટલીક સેવા : નિગમના વિભાગના તમામ ડેપો, કંટ્રોલ પોઈન્ટ ખાતે પુરતો પોલીસ બંદોબસ્ત મળી રહે તે માટે સ્થાનિક ઓથોરીટી સાથે મળી આયોજન કરવામાં આવેલ છે. ડેપો ખાતે વાહન ઓન રોડ રહે તેમજ બ્રેકડાઉન ન થાય તે રીતેનું આગોતરું આયોજન કરવામાં આવેલ છે, તેમજ વાહન બ્રેકડાઉન થવાના કિસ્સામાં તાત્કાલિક રીલીફ વાહન મળી રહે તે પ્રમાણે આયોજન કરવામાં આવેલ છે. વિભાગના કાર્યક્ષેત્રના તમામ જિલ્લા ખાતે વિભાગના જવાબદાર અધિકારીઓનું પોસ્ટીંગ કરવામાં આવેલ છે.
તંત્ર તરફથી સિસ્ટમ : એસ.ટી. નિગમના મેનેજીંગ ડાયરેક્ટર એમ. એન. ગાંધી જણાવ્યું હતું કે, તાજેતરમાં ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા જે પરીક્ષા લેવાની હતી તેમાં ઉમેદવારો માટે એસટી તંત્રએ મોટી માત્રામાં બસ વ્યવસ્થા કરેલી હતી. ત્યારે આગામી તારીખ 7 મેના રોજ તલાટીઓની પરીક્ષા લેવામાં આવનારી છે. તેમાં અંદાજે 8.50 લાખ જેટલા ઉમેદવારોએ પરીક્ષા આપનાર છે. તેને લઈને તંત્ર તરફથી બસ સુવિધા સિસ્ટમ રાખવામાં આવેલી હતી. પ્રમાણે આજ દિન સુધીમાં લગભગ 8.50 કરતા વધુ ઉમેદવારોએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવેલું છે.
આ પણ વાંચો : Jamnagar News : ચાલુ સવારીએ એસટી બસના કાચ તુટતા બે વિદ્યાર્થીઓ રોડ પર પટકાયા, વાંક કોનો?
એડવાન્સ બુકિંગ : વધુમાં જણાવ્યું હતું કે, આપણે અપેક્ષા રાખી શકીએ કે, આ વખતે લગભગ જો 7.50 ઉમેદવારો હતા એના કરતાં એક લાખ જેટલા વધારાના ઉમેદવારો આ વખતે પરીક્ષામાં થશે. તેના અનુસંધાને ગયા વખતે લગભગ 3600 બસ મૂકવામાં આવેલી હતી અને 1,85,000 કરતા વધુ ઉમેદવારોએ એસટીની સુવિધાઓનો લાભ લીધો હતો. તે જ પ્રમાણે અગાઉના અનુભવને ધ્યાને રાખીને અને આ વખતે અમે 4500 બસ જવાનું પ્લાનિંગ કરેલું છે. જોકે અમારા માટે થોડું અઘરું તો પડી રહ્યું છે, કારણ કે વેકેશન માટેની વધારાની ટ્રીપો સંચાલન ચાલી રહ્યું છે. મેક્સિમમ એડવાન્સ બુકિંગ પોતાનું કરાવી લે અને આ વખતે પણ પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા દિવ્યાંગ સિવાયના ઉમેદવારો માટે મોટાભાગના કિસ્સાઓની અંદર તેમની જિલ્લા ચેઇન કરવામાં આવેલું છે.
આ પણ વાંચો : Ahmedabad News : એએમટીએસ બસ ટાંક કોન્ટ્રાક્ટરનો બસ ડ્રાઈવર દારૂ પીધેલી હાલતમાં ઝડપાયો
પોલીસ બંદોબસ્ત : આ માત્રને માત્ર ઉમેદવાર અને સ્પેશ્યલી સરકારી નોકરી માટે આવતા ઉમેદવારોનું છે. તો આવા સંજોગોની અંદર જે વધારાની ટ્રીપ છે. તેની પણ પૂરતી કાળજી રાખવામાં આવશે અને તમામ જગ્યાએ પુરતો પોલીસ બંદોબસ્ત મળે, સ્પેશિયલ જ્યારે પરીક્ષા પૂરી થાય અને ઉમેદવારો મોટી સંખ્યામાં એક ડેપો અથવા તો એક બસ સ્ટેશન પરથી જ્યારે પોતાના ઘર તરફ પુન પ્રવાસ કરતા હોય એ સમયમાં પોલીસ બંદોબસ્તની વ્યવસ્થા થનાર છે. આ ઉપરાંત કંટ્રોલ રૂમ પણ ચાલુ રહેશે. જેથી કોઈ ઉમેદવારને તકલીફ હોય તો તો એને માર્ગદર્શન મળી રહે.