ETV Bharat / state

Gujarat Assembly: GSRTCએ અઢી વર્ષ પછી ગૃહમાં રજૂ કર્યો ઑડિટ રિપોર્ટ, છતાં કોઈ ઠેકાણા નહીં - જીએસઆરટીસીનો ગુજરાત વિધાનસભામાં ઓડિટ રિપોર્ટ

ગુજરાત વિધાનસભા ગૃહમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે અઢી વર્ષ પછી ઑડિટ રિપોર્ટ રજૂ કર્યો હતો. જોકે, આ રિપોર્ટમાં પણ કોઈ પણ પ્રકારના ઢંગધડા જોવા મળ્યા નહતા.

Gujarat Assembly: GSRTCએ અઢી વર્ષ પછી ગૃહમાં રજૂ કર્યો ઑડિટ રિપોર્ટ, છતાં કોઈ ઠેકાણા નહીં

author img

By

Published : Feb 25, 2023, 3:53 PM IST

ગાંધીનગરઃ રાજ્ય સરકારના અલગ અલગ વિભાગોના નિગમ અને એકમો દ્વારા નાણાકીય વર્ષના અહેવાલો વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમનો 59મો વાર્ષિક હિસાબ અને ઑડિટ રિપોર્ટ કે, જે વર્ષ 2018 19નો હતો. તે વર્ષ 2023માં વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યો હતો. આમાં નિગમમાં વિવિધ વિભાગો એકમો તથા મધ્યસ્થ કચેરી ખાતે વાર્ષિક હિસાબોની કામગીરી કરનારા અનુભવી સ્ટાફની નિવૃત્તિ અને સ્ટાફ કટ હોવાના કારણે મોડું થયું હોવાનું લેખિત કારણ પણ વિભાગે આપ્યું હતું.

આ પણ વાંચોઃ Budget 2023: સરકારે ST માટે કરોડો ફાળવ્યા પણ પ્રવાસીઓ હજી પણ સુવિધાથી નારાજ

કેટલા વર્ષ મોડો રિપોર્ટ થયો જમાઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમના વર્ષ 2018 19ના હિસાબો 24 ફેબ્રુઆરી 2023એ વિધાનસભાના બજેટ સત્રના બીજા દિવસે રજૂ કરવામાં આવ્યા હતા. જ્યારે નિયમ પ્રમાણે, નિગમના વાર્ષિક હિસાબો પ્રસિદ્ધ થયા પછી આગામી વિધાનસભા ગૃહ સમક્ષ રજૂ કરવાના રહે છે, પરંતુ નિગમે વર્ષ 2018-19ના વાર્ષિક હિસાબો વિધાનસભા ગૃહ સમક્ષ સમય મર્યાદામાં વિલંબ સાથે રજૂ કર્યા હતા. તેમાં 2 વર્ષ 5 મહિના અને 5 દિવસનો વિલંબ ગાળો દર્શાવવામાં આવ્યો છે.

કચેરીમાંથી જવાબ મેળવવામાં થયો વિલંબઃ જ્યારે મધ્યસ્થ કચેરી ખાતેની જુદી જુદી શાખાઓમાંથી જવાબ મેળવવામાં પણ એક માસનો વિલંબ થયો છે. સાથે જ આખરી હિસાબ થયા બાદ ઑડિટ પ્રમાણપત્ર મેળવવામાં 3 માસ અને 27 દિવસનો વિલંબ હોવાનું વિભાગે લેખિતમાં જાહેરાત કરી હતી.

ઑડિટ રિપોર્ટમાં કેવા પ્રકારની ટિપ્પણી કરાઈઃ ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમે જે હિસાબ રજૂ કર્યો છે. આમાં હિસાબો પર ટીકા-ટિપ્પણી પણ કરવામાં આવી છે. જ્યારે 31 માર્ચ 2019ની સ્થિતિ મુજબ, 275 વાહનોનો સમાવેશ થાય છે, જેની મૂળ કિંમત 37.73 કરોડ થતી હતી. જ્યારે રૂપાંતરિત કરેલા વાહનોની કિંમતના એકાઉન્ટમાં 25.20 કરોડ રૂપિયાથી વધુ બતાવવામાં આવી છે. જ્યારે GSFS ડિપોઝીટમાં 130.53 કરોડ રૂપિયાનો તફાવત છે.

વિભાગોએ રજૂ કરેલી હાથ પરની સિલકમાં તફાવતઃ જ્યારે GSFSમાંથી જે કુલ વ્યાજની આવકની રકમ બિનસંચાલનકીય આવક તરીકે બતાવવામાં આવે છે. તે 5.37 કરોડ રૂપિયા છે, જે વિરોધાભાસી છે. જે વિભાગોના મધ્યસ્થ કચેરી પાસે હાથ પરની સિલક 14.61 કરોડ રૂપિયા બતાવવામાં આવી હતી. જ્યારે હાથ પરની અને વિભાગો દ્વારા જે રજૂ કરવામાં આવી તેમાં હાથ પરની સિલક 8.60 કરોડ રૂપિયા જ બતાવવામાં આવી છે. આમ, કુલ 6.01 કરોડ રૂપિયાનો તફાવત છે. તેની ચોક્સાઈ કરવી પણ જરૂરી છે.

દેવાદાર લેણદારોના બેલેન્સની કોઈ પુષ્ટિ નહીં: CAG: ભારતના કોમ્પ્ટ્રોલર અને ઑડિટ જનરલ દ્વારા ગુજરાત એસટીના નાણાકીય ઑડિટમાં એવી પણ ટિપ્પણી કરવામાં આવી છે કે, દેવાદાર અને લેણદારના બેલેન્સ બાબતની કોઈ પૂછતી દેવાદાર લેણદાર પાસેથી મેળવવામાં આવી નથી. જ્યારે હિસાબોની યોગ્ય ચોપડીઓ અને બીજા યોગ્ય સુસંગત રેકોર્ડ જેવા કે, સહાયક રેકોર્ડને કૉર્પોરેશન દ્વારા એસટી પાસેથી પડેલ ડિપોઝિટ માટે મળવામાં આવ્યા નથી. જ્યારે વિવિધ લેણદારોની નાણાકીય જવાબદારી અને ફિક્સ મિલકતો સ્ટોર મટિરીઅલ એડવાન્સ ડિપોઝિટ બેન્ક બેલેન્સ પરિવહનની રોકડ કેસ ડિવિઝનમાં અંદરના કર્મચારીઓના ફેરબદલના વ્યવહારના કારણે અવ્યવસ્થા સર્જાઈ હોવાની ટિપ્પણી પણ CAG દ્વારા કરવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Budget 2023: આ વર્ષનું બજેટ અત્યાર સુધીનું સૌથી અલગ, પ્રવાસન પર મૂકાયો ભારઃ નાણા પ્રધાન

GSRTC કઈ રીતે સુધરવું પડશે?: કેગે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમને અનેક ટિપ્પણીઓ પણ આપી છે. સાથે સલાહ સૂચન પણ આપ્યા છે, જેમાં આંતરિક નિયંત્રણની વ્યવસ્થા બેન્ક મેળવણી, રોકડ હેરફેર, મિલકતો, રોકાણો, વસૂલાત અને હિસાબી લેણા આવક અને સ્ટોર્સની વ્યવસ્થામાં સુધારો કરવાની જરૂરિયાત હોવાની ટિપ્પણી કરી છે. જ્યારે 31 માર્ચ 2019ના રોજ રજિસ્ટરની વાસ્તવિક ચકાસણી પણ કરવામાં આવી નથી. માલસામાનની પણ ચકાસણી નિગમ દ્વારા થઈ નથી. જ્યારે ઑડિટ દરમિયાન પ્લાન્ટ અને મશીનરી તેમ જ ફર્નિચર અને ફિક્ચરના રજિસ્ટરના ઑડિટ પણ આપવામાં આવ્યા નહતા. જ્યારે નિગમ દ્વારા 29 કરોડ રૂપિયાના કરવેરાની પણ ચૂકવણી કરાઈ ન હોવાની ટિપ્પણી CAG દ્વારા કરાઈ હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.