ETV Bharat / state

રાજ્યસભાની ચૂંટણીના પરિણામઃ ભાજપના ત્રણેય ઉમેદવારની જીત, કોંગ્રેસના શક્તિસિંહ જીત્યા તો ભરતસિંહ હાર્યા - ભરતસિંહ સોલંકી

ગુજરાતમાં રાજ્યસભાની રસાકસીભરી ચૂંટણીના પરિણામ આવી ગયા છે. રાજ્યસભાની ચાર બેઠકોની ચૂંટણીમાં ભાજપના (1) અભય ભારદ્વાજ (2) રમીલાબહેન બારા અને (3) નરહરિ અમીનની જીત થઈ છે, તેમજ કોંગ્રેસના શક્તિસિંહ ગોહિલની જીત થઈ છે, જો કે કોંગ્રેસના બીજા ઉમેદવાર ભરતસિંહ સોલંકીની હાર થઈ છે. જ્યારે સીએમ વિજય રૂપાણીએ વિજય ઉત્સવ બાબતે જણાવ્યું હતું કે ચીનના હુમલામાં જે ભારતીય સૈનિકો શહીદ થયા છે, તેના માન અને સન્માન માટે વિજય ઉત્સવ રદ કરવામાં આવ્યો છે.

રાજ્યસભાની ચૂંટણીના પરિણામઃ ભાજપના ત્રણેય ઉમેદવારની જીત, કોંગ્રેસના શક્તિસિંહ જીત્યા તો ભરતસિંહ હાર્યા

author img

By

Published : Jun 20, 2020, 3:18 AM IST

ગાંધીનગરઃ રાજ્યસભાની ચૂંટણીમાં કુલ 170 ધારાસભ્યોએ મતદાન કર્યું હતું, જેમાં 103 ભાજપના ધારાસભ્યો, 65 કોંગ્રેસના ધારાસભ્યો, 1 એનસીપીના ધારાસભ્ય અને 1 અપક્ષના ધારાસભ્યે મત આપ્યો હતો. ભારતીય ટ્રાયબલ પાર્ટી(બીટીપી)ના બે ધારાસભ્યો છોટુ વસાવા અને મહેશ વસાવાએ મતદાન કર્યું ન હતું. બીટીપીના બન્ને ધારાસભ્યોને મનાવવા માટે ભાજપ અને કોંગ્રેસના અગ્રણી અને સીનીયર નેતાઓ ભરપુર કોશિષ કરી હતી, પણ તેઓ મતદાનથી અળગા રહ્યા હતા.

નાયબ મુખ્યપ્રધાન નિતીન પટેલની રાજ્યસભા ચૂંટણી પર પ્રતિક્રિયા

છોટુ વસાવાનું કહેવું હતું કે ભાજપ અને કોંગ્રેસ બન્નેએ અમારી માંગ સ્વીકારી નથી, અમે ઘેર જઈએ છીએ અને આંદોલન કરીશું. મતદાન પૂર્ણ થવાને અડધા કલાકની જ વાર હતી, ત્યારે સત્તાવાર રીતે જાહેર કરી દીધુ કે અમે મત આપવાની નથી. બીટીપીએ મતદાન નહી કરીને આડકતરી રીતે ભાજપને ફાયદો કરાવ્યો છે, તેવું ગણિત મુકી શકાય. પણ બીટીપીએ છેક છેલ્લે સુધી બધાને અવઢવમાં રાખ્યા હતા.

સીએમ વિજય રૂપાણીની રાજ્યસભા ચૂંટણી પર પ્રતિક્રિયા

રાજ્યસભાની 4 બેઠકોની ચૂંટણી ગુજરાતમાં ભારે રસાકરીવાળી બની હતી. ભાજપે ત્રણેય બેઠકો જીતવા માટે એડીચોડીનું જોર લગાવ્યું હતું. ભાજપ પાસે ત્રણેય બેઠકો જીતવા માટે ધારાસભ્યોનું પુરતું સંખ્યાબળ હતું નહી, જેથી રાજ્યસભા ચૂંટણીમાં ત્રણેય બેઠકો જીતવા માટે ભાજપે કોંગ્રેસના 8 ધારાસભ્યોને મનાવીને ધારાસભ્ય પદેથી રાજીનામા આપ્યા હતા. આમ ભાજપે ત્રણ બેઠક જીતવા માટે ખરાખરીનો ખેલ પાડ્યો હતો. જો કે છેક છેલ્લી ઘડી સુધી કોંગ્રેસને વિશ્વાસ હતો કે અમારા બન્ને ઉમેદવાર જીતશે.

રાજ્યસભાની ચૂંટણીના પરિણામઃ ભાજપના ત્રણેય ઉમેદવારની જીત

ભરતસિંહ સોલંકીની હાર થતાં કોંગ્રેસ ખેમામાં નિરાશા વ્યાપી ગઈ છે. કારણ કે કોંગ્રેસના બન્ને ઉમેદવાર જીતે તે માટે રીસોર્ટ પોલિટિક્સ થયું હતું. કોંગ્રેસે ચૂંટણી સુધી તેના તમામ ધારાસભ્યોને લોક ઈનમાં રાખ્યા હતા.
કોંગ્રેસ પક્ષે રાજ્યસભાની ચૂંટણીમાં ઓબજેક્શન ઉઠાવ્યું છે, કેસરીસિંહ સોલંકીના મત પર ઉઠાવ્યો વાંધો અને ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાના મત પર પણ ઉઠાવ્યો વાંધો. બન્ને મત રદ કરવા માગ કરી છે. ભૂપેન્દ્રસિંહ ચુડાસમાની મેટર સબ જ્યુડિશિયલ છે, કેસરીસિંહ સોલંકીની તબિયત સ્વસ્થ હોવાનો પણ ઓબ્જેક્શનમાં દાવો કરાયો છે. જેને પગલે મતગણતરી વિલંબમાં પડી હતી. આ વાંધા મુદ્દે કેન્દ્રીય ચૂંટણી પંચનું માર્ગદર્શન મંગાયું છે. જેને પગલે ચૂંટણી પરિણામ મોડુ જાહેર કરાયું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.