ગાંધીનગર: રાજ્યના સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર દ્વારા મળેલા અહેવાલો મુજબ આજે તા. 19મી ઓગસ્ટ-2020ની સવારે 6:00 કલાકે પૂરા થતા ચોવીસ કલાક દરમિયાન ભૂજ તાલુકામાં 86 મીમી, મોરબીમાં 85 MM, દસાડામાં 81 MM, લોધિકામાં 80 MM અને દાંતામાં 76 MM મળી કુલ 5 તાલુકાઓમાં 3 ઈંચથી વધુ વરસાદ નોંધાયો છે.
આ ઉપરાંત દાંતીવાડામાં 67 MM, સતલાસણામાં 59 MM, રાજકોટમાં 55 MM, બોરસદમાં 54 MM, ધોલેરામાં 51 MM અને અમીરગઢમાં 50 MM મળી કુલ 5 તાલુકાઓમાં 2 ઈંચથી વધુ જયારે અન્ય 32 તાલુકાઓમાં એક ઈંચ અને 38 તાલુકાઓમાં અડધો ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.
ચાલુ મોસમનો રાજ્યનો સરેરાશ કુલ વરસાદ 85.14 ટકા નોંધાયો છે. જેમાં કચ્છ રીજીયનમાં 149.54 ટકા, ઉત્તર ગુજરાતમાં 62.12 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં 65.86 ટકા, સૌરાષ્ટ્રમાં 117.19 ટકા અને દક્ષિણ ગુજરાતમાં 85.14 ટકા જેટલો સરેરાશ વરસાદ થયો છે.
રાજ્યમાં થયેલા વરસાદને કારણે રાજ્યના 205 જળાશયો ભરાયા છે. સરદાર સરોવર ડેમ આજે 121.57 મીટરની સપાટી એ છે. જેમાં કુલ સંગ્રહ 54.99 ટકા જેટલો થયો છે. રાજ્યના 101 ડેમ 90 ટકાથી ઉપર ભરાતા હાઈએલર્ટ, 9 ડેમ 80 ટકાથી 90 ટકા ભરાતા એલર્ટ અને 14 ડેમ 70 ટકાથી 80 ટકા ભરાતા વોર્નિંગ જાહેર કરવામાં આવ્યા છે. જ્યારે 81 ડેમમાં 70 ટકાથી ઓછો જળસંગ્રહ થયો છે.
રાજ્યમાં થઈ રહેલાં વરસાદને પરિણામે 186 માર્ગો અસરગ્રસ્ત થયા છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ હસ્તકના 20 અને પંચાયત હસ્તકના 166 માર્ગોનો સમાવેશ થાય છે. આ માર્ગો સત્વરે પૂર્વવત થાય એ માટે વહીવટી તંત્ર દ્વારા સક્રિય પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.