ETV Bharat / state

Gujarat Rain Update News : રાજ્યમાં ભારે વરસાદથી સરકાર એલર્ટ, એનડીઆરએફ અને એસડીઆરએફની કુલ 23 ટીમ તૈયાર - Gujarat Monsoon update

બે દિવસના ભારે વરસાદને લઇને દક્ષિણ ગુજરાતમાં ઘણાં વિસ્તારોમાં પૂરની સ્થિતિ છે. ત્યારે સરકાર દ્વારા કઇ કઇ કાર્યવાહી થઇ રહી છે તે વિશે પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે વિગતો જાહેર કરી હતી. સાથે જ પીએમ મોદીના જન્મદિવસની ઉજવણી માટે પાણી છોડાયું હોવાના વિપક્ષના આક્ષેપને નકારતો ખુલાસો કર્યો હતો.

Gujarat Rain : કેચમેન્ટમાં ભારે વરસાદથી સરકાર એલર્ટ, સરકારે નકાર્યો વિપક્ષનો આશ્રેપ, એનડીઆરએફ એસડીઆરએફની કુલ 23 ટીમ તૈયાર

author img

By ETV Bharat Gujarati Team

Published : Sep 18, 2023, 8:57 PM IST

Updated : Sep 19, 2023, 7:44 AM IST

વિપક્ષના આક્ષેપને નકારતો ખુલાસો

ગાંધીનગર : ગુજરાતમાં છેલ્લા બે દિવસથી સતત ભારે વરસાદ પડી રહ્યો છે. આ ઉપરાંત મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ પડવાના કારણે નર્મદા નદીમાં પૂર આવ્યું છે અને સરદાર સરોવર ડેમમાંથી 19 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે નર્મદા અને આસપાસના જિલ્લાઓના ગ્રામ્ય વિસ્તારોમાં નદીનું પાણી ફરી વળ્યું હતું. ત્યારે આજે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે સ્ટેટ ડિઝાસ્ટર સેન્ટર ખાતે અધિકારીઓ સાથે બેઠક યોજી હતી અને લોકોને સલામત સ્થળે ખસેડવા માટેના આયોજન બાબતે પણ ચર્ચાઓ કરવામાં આવી હતી.

બચાવકાર્યની તસવીર
બચાવકાર્યની તસવીર

સરકાર એલર્ટ મોડ પર : રાજ્ય સરકારના પ્રવક્તા પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની સતત નજર ગુજરાતમાં છે અને સમગ્ર તંત્ર એલર્ટ મોડ પર રહીને કામગીરી કરી રહ્યું છે. ઋષિકેશ પટેલે ભારે અસરગ્રસ્ત જિલ્લાઓના કલેક્ટરો સાથે વિડિયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરીને તેમના જિલ્લામાં થઈ રહેલી કામગીરીની વિગતો મેળવી હતી. અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12,644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

એનડીઆરએફ એસડીઆરએફ ટીમ સતર્ક : ઋષિકેશ પટેલની અધ્યક્ષતામાં યોજાયેલી બેઠકમાં મુખ્ય સચિવ રાજકુમાર, મુખ્યપ્રધાનના મુખ્ય અગ્ર સચિવ કૈલાસનાથન અને વરિષ્ઠ સચિવો સહભાગી થયાં હતાં.

અસરગ્રસ્ત જિલ્લાઓમાંથી લોકોનું સલામત સ્થળે સ્થળાંતર, પાણીમાં ફસાયેલા લોકોને NDRF અને SDRF ટીમની મદદથી બહાર કાઢવા સહિતની વિગતો તેમણે સંબંધિત કલેક્ટરો પાસેથી જાણી હતી. વરસાદ પ્રભાવિત જિલ્લાઓમાં એનડીઆરએફની 10 અને એસડીઆરએફની 10 ટીમ તહેનાત કરવામાં આવેલી છે. એટલુ જ નહીં, વધુ 5 ટીમ એનડીઆરએફ અને એસડીઆરએફની 13 ટીમ સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે...ઋષિકેશ પટેલ ( પ્રવક્તા પ્રધાન )

કેચમેન્ટમાં ભારે વરસાદથી પાણી છોડાયું : કોંગ્રેસ પક્ષ દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે રાજ્ય સરકારે જે નર્મદા ડેમમાંથી પાણી છોડ્યું છે તેના કારણે આસપાસના ગ્રામ્ય વિસ્તારો પાણીમાં ગલકાઓ થયા છે. આ પાણી વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે રાજ્ય સરકારે ઉજવણી કરીને પાણી છોડાયા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. તેના પ્રત્યુત્તરમાં ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે મધ્યપ્રદેશમાં પણ ભારે વરસાદ હતો અને 22q જેટલું પાણી મધ્યપ્રદેશના ડેમમાંથી છોડવામાં આવ્યું હતું. ડેમમાં છોડાયેલું પાણી નર્મદા ડેમ સુધી પહોંચે તે પહેલા જ કેચમેન્ટ વિસ્તારમાં પણ ભારે વરસાદ થવાના કારણે પાણીની આવકમાં ખૂબ મોટો વધારો થયો હતો. આ કારણે રાજ્ય સરકારે 16 સપ્ટેમ્બર સવારથી જ પાણી છોડવાની શરૂઆત કરી દીધી હતી.

આરોગ્યલક્ષી કામગીરી થશે : આમ ઋષિકેશ પટેલે કોંગ્રેસના આક્ષેપોને પણ નકાર્યા હતાં. આ ઉપરાંત જે વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં પાણી ભરાયું છે. તે પાણી ઓસરતાં તાત્કાલિક ધોરણે આરોગ્યલક્ષી કામગીરી પણ હાથ ધરવામાં આવશે તેવું નિવેદન અધિકારીઓ સાથેની બેઠક બાદ ઋષિકેશ પટેલે આપ્યું હતું.

પૂર નિરાશ્રિતો માટે ફૂડ પેકેટની વ્યવસ્થા : ઋષિકેશ પટેલે વધુમાં જણાવ્યુ હતું કે અસરગ્રસ્ત જિલ્લાઓમાં આશ્રયસ્થાનોમાં જે લોકો આશ્રય લઈ રહ્યા છે તેમના માટે ફૂડ પેકેટ, મેડિકલ ટીમ વગેરેની વ્યવસ્થાઓ પણ સંબંધિત જિલ્લા તંત્ર દ્વારા કરવામાં આવી છે. આ અંગે જે તે જિલ્લાઓમાં સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓનો સહયોગ લેવા પણ તેમણે કહ્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોમાં વીજ પુરવઠો, પીવાના પાણી અને રોડ કનેક્ટિવિટીને જ્યાં અસર પહોંચી છે તે ઝડપભેર પૂર્વવત કરવા બેઠકમાં ઉપસ્થિત વરિષ્ઠ સચિવોને સૂચનો કર્યા હતાં. અત્યાર સુધીમાં રાજ્યના 8 જિલ્લાઓના 12,644 લોકોનું સલામત સ્થળે સ્થળાંતર અને 7 જિલ્લાઓના 822 લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે.

  1. Gujarat Monsoon update : વરસાદથી ગુજરાત જળબંબાકાર, અનેક વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી
  2. Surat Rain: ઉપરવાસમાં વરસાદના કારણે ઉકાઈ ડેમની સપાટીમાં વધારો, 30 ગામોને કરાયા એલર્ટ
  3. Gujarat Heavy Rain News: નર્મદા નદીની આસપાસના વિસ્તારમાંથી અંદાજિત 12,000 નાગરિકોનું સલામત સ્થળાંતર કરાયું

Last Updated : Sep 19, 2023, 7:44 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.