ETV Bharat / state

ગાંધીનગર રેન્જમાં સાયબર ગુનાઓ અટકાવવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થયું

ગાંધીનગર રેન્જ આઈજીપી કચેરી સેકટર-27 ખાતે તૈયાર કરવામાં આવેલા ટેકનોલોજીયુક્ત સાયબર પોલીસ સ્ટેશનના ઈ-લોકાર્પણ પ્રસંગે ગૃહરાજ્યપ્રધાન પ્રદિપસિંહ જાડેજાએ જણાવ્યું હતુ કે, પ્રવર્તમાન ડિજિટલ યુગમાં ટેક્નોલોજીના માધ્યમથી થતા ગુનાઓનું પ્રમાણ વધી રહ્યું છે ત્યારે આવા સાયબર ક્રાઈમના પ્રિવેન્શન અને ડિટેક્શન માટે ગુજરાત પોલીસ આધુનિક તકનીકોથી સુસજજ છે.

ગાંધીનગર રેન્જમાં સાયબર ગુનાઓ અટકાવવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થયું
ગાંધીનગર રેન્જમાં સાયબર ગુનાઓ અટકાવવા સાયબર પોલીસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ થયું
author img

By

Published : Jul 23, 2020, 6:44 PM IST

ગાંધીનગર:સાયબર આશ્વત અને વિશ્વાસ પ્રોજેકટ અંતર્ગત ગુજરાત સરકારની લોકસેવાઓની પ્રતિબધ્ધતાની નિતિ, પહેલવૃતિ તથા સનિષ્ઠ પ્રયાસોથી ગાંધીનગર રેન્જ હેઠળ આવતા ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા તથા અરવલ્લી જીલ્લાઓનો તેમાં સમાવેશ કરી, મયંકસિહ ચાવડા, પોલીસ મહાનિરીક્ષક, ગાંધીનગર રેન્જ, ગાંધીનગરના સીધા સુપરવિઝન હેઠળ સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન, ગાંધીનગર રેન્જ, ગાંધીનગરની શરુઆત કરવામાં આવી છે.

જાડેજાએ જણાવ્યું હતુ કે, આપણુ ગુજરાત આજે જ્યારે વિકાસની કેડીએ અવિતર હરણફાળ ભરી રહ્યુ છે ત્યારે, વિકાસ તરફી ગુજરાતની આ આગેકૂચમાં ગુજરાતમાં પ્રવર્તતી શાંતિ અને સલામતી એક મુખ્ય પરિબળ તરીકે ભુમિકા ભજવી રહ્યુ છે તે નિર્વિવાદ બાબત છે. રાજ્યમાં સાયબર બુલીંગની મદદથી થતા ક્રાઇમને અટકાવવા અને આવા ટેકનોક્રેટ ગુનેગારો સુધી પહોંચવા માટે તાલીમબધ્ધ સાયબર એકસ્પર્ટ પોલીસની ટીમને સજજ કરવામાં આવી છે.આજના ટેક્નોલોજીના યુગમાં આંગળીના ટેરવે બનતા અપરાધ એટલે સાયબર ક્રાઇમ. સમગ્ર દેશમાં ટેક્નોલોજી અને ઇન્ટરનેટના વધતા ઉપયોગ સાથે સાયબર ક્રાઇમ એક પડકાર બની રહ્યો છે ત્યારે આ સ્થિતિ સામે પહોંચી વળવા સાયબર એક્ષપર્ટ પોલીસ ટીમ તૈયાર કરવા રાજ્ય સરકાર સતત પ્રયત્નશીલ છે. જે અંતર્ગત નવનિર્મિત ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશન ખાતે સાયબર બુલીંગ અને સ્ટોકીંગ જેવા બનાવોમાં પ્રિવેન્શન અને તેના ઝડપી ડીટેકશનના હેતુસર ‘એન્ટી સાયબર બુલીંગ યુનિટ’ પણ તૈયાર કરવામાં આવ્યુ છે.

સેકટર-27 ખાતે નવનિર્મિત ગાંધીનગર રેન્જ સાયબર પોલીસ સ્ટેશનના ઇ-ઉદઘાટન પ્રસંગે રેન્જ આઇ.જી.પી. મયંકસિંહ ચાવડાએ રેન્જમાં સમાવિષ્ટ ગાંધીનગર, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કોઇપણ નાગરિકને સાયબર ક્રાઇમને લગતા પ્રશ્નો મુંઝવતા હોય, આ સંબંધિત કોઇ માર્ગદર્શન મેળવવું હોય કે કોઇ ફરીયાદ હોય તો આ યુનિટનો સંપર્ક કરવા અપીલ કરતાં જણાવ્યું હતું કે, આ પોલીસ સ્ટેશનમાં ઈન્ટેલીજન્સ એન્ડ ફ્રોડ કંટ્રોલ સીસ્ટમ ઉપરાંત એન્ટી પોર્નોગ્રાફિક યુનિટ પ્લેટફોર્મ પણ ઉપલબ્ધ છે. સાયબર ક્રાઇમનાં ગુનાઓમાં એટલે કે જેમાં મોબાઇલ ફોન, કોમ્પ્યુટર કે કોઇપણ ડીજીટલ ડીવાઇસ દ્વારા ઈન્ટરનેટ માધ્યમ વડે કોઇ પણ પ્રકારની નાણાકીય ફ્રોડ, પાસવર્ડ કે અન્ય ડીજીટલ ડેટાની ચોરીકે સોશિયલ મિડીયા સબંધીત માનસિક ત્રાસ, પોર્નોગ્રાફી, ચાઇલ્ડ પોર્નોગ્રાફી, એઇડન્ટીટી થેફટ, ઇમેલ અથવા વેબસાઇટ હેકીંગ વિગેરેમાં સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા નાગરિકો સાથે થયેલ સાયબર નાણાકીય ફ્રોડમાં તાત્કાલીક મદદ કરવામાં આવશે. એટલુ જ નહિ, જો શકય હશે તો આરોપીના બેંક એકાઉન્ટ, ઇ-વોલેટ કે ઇ-કોમર્સમાં રહેલ નાણા અત્રેના પોલીસ સ્ટેશન દ્વારા બ્લોક કરાવી દેવામાં આવશે તે ઉપરાંત હેકીંગ, રેન્સમવેર, વિગેરે ટેકનિકલ ગુન્હાઓમાં પણ અત્રેના યુનિટ દ્વારા નાગરીકોને તાત્કાલીક માર્ગદર્શન પણ આપવામાં આવશે.

રાજ્ય સરકાર દ્વારા રાજ્યમાં સાયબર ગુનાઓ થતા અટકાવવા તેમજ થયેલા ગુનાઓના ત્વરીત સંશોધનના ખાસ હેતુ માટે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનોની રચના કરવામાં આવી છે. તેમજ રાજ્યની પોલીસ વર્તમાન સમયના કદમ સાથે કદમ મિલાવી શકે તે માટે પોલીસ તાલીમ અને પોલીસ દળના આધુનિકરણની પ્રક્રિયાને પણ અવિરત અને સતત ચાલતી પ્રક્રિયા બનાવાઇ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.