ગાંધીનગર : રાજ્ય સરકારના પ્રધાન અને આરોગ્ય વિભાગની જવાબદારી સંભાળતા ઋષિકેશ પટેલને (Rushikesh Patel kidney operation) કિડનીનો દુખાવો ઉપડ્યો હતો. જેને લઈને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં કિડનીનું ઓપરેશન કરાવ્યું છે. ખુદ આરોગ્યપ્રધાન હોવા છતાં પણ ખાનગી હોસ્પિટલમાં ઋષિકેશ પટેલે કિડનીના પથરીનું ઓપરેશન કરાવ્યું છે. (private hospital in ahmedabad)
15 MMની હતી પથરી રાજ્યના આરોગ્ય પ્રધાનના કાર્યાલયમાંથી મળતી માહિતી પ્રમાણે ઋષિકેશ પટેલને કિડનીમાં 15 mmની પથરી હતી. જ્યારે વિધાનસભાનો બે દિવસની કામગીરી શરૂ હતી, ત્યારે પણ ઋષિકેશ પટેલને સખત દુખાવો ઉપડ્યો હતો. જેથી તેઓને 40 મિનિટના અંતરે બાથરૂમ જવાની પણ ફરજ પડતી હતી, જ્યારે ઋષિકેશ પટેલના ચહેરા પર દુખાવો સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ તેઓએ કોઈને કહ્યું ન હતું અને ફક્ત લિક્વિડ પર જ રહ્યા હતા અને જ્યારે ઋષિકેશ પટેલના ચહેરા ઉપર સ્મિત ન હોવાના કારણે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી એ પણ વિધાનસભા ગૃહમાં ટકોર કરી હતી કે થોડુંક તો હશો? (Rushikesh Patel kidney operation private hospital)
30 ડિસેમ્બરના રોજ કરાવ્યું ઓપરેશન રાજ્યના આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે 30 ડિસેમ્બરના રોજ અમદાવાદના SG હાઇવે પર આવેલી એક ખાનગી હોસ્પિટલ કે જે કેડી હોસ્પિટલ તરીકે ઓળખાય છે તેમાં ઓપરેશન કરાવ્યું છે. ડોક્ટરની સલાહ પ્રમાણે તેઓને આરામની સલાહ આપવામાં આવી છે. જેથી રાજ્યના આરોગ્યપ્રધાન અને પ્રવક્તાપ્રધાન એવા ઋષિકેશ પટેલ 3 જાન્યુઆરી સુધી સચિવાલયમાં જોવા નહીં મળે અને 4 જાન્યુઆરી બુધવારના દિવસે કેબિનેટ બેઠકમાં સીધી હાજરી આપશે. (Rushikesh Patel kidney operation)
આ પણ વાંચો આરોગ્ય પ્રધાનની હાજરીમાં કોરોનાને લઈને મોકડ્રીલ, તમામ સરકારી હોસ્પિટલમાં સાધનોની સમીક્ષા
આરોગ્ય પ્રધાન પણ ઓપરેશન ખાનગી હોસ્પિટલમાં ગુજરાત રાજ્યના આરોગ્ય વિભાગની મુખ્ય કમાન ઋષિકેશ પટેલના હાથમાં છે અને તેઓને આરોગ્યપ્રધાન તરીકેની જવાબદારી પણ સ્વાભાવિક છે, ત્યારે ખુદ આરોગ્ય પ્રદાન ઋષિકેશ પટેલે ખાનગી હોસ્પિટલમાં 15 mm કિડનીમાં જે પથરી હતી તેનુું ઓપરેશન કરાવ્યું છે, ત્યારે પણ અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે, પરંતુ મળતી માહિતી પ્રમાણે ઋષિકેશ પટેલે પોતાના અંગત વીમાનો ઉપયોગ કરીને કેડી હોસ્પિટલમાં ઓપરેશન કરાવ્યું છે, જ્યારે એક ધારાસભ્ય તરીકે તેઓએ રાજ્ય સરકારમાં એક પણ વખત સારવારનો ક્લેમ કર્યો નથી. (Rushikesh Patel kidney operation)
આ પણ વાંચો જુનાગઢમાં રસી મુકાવવા આવતાં લોકોને ઘોર નિરાશા, રસીકરણ કેન્દ્ર ગયાં તો ખબર પડી કે...
ભૂતકાળમાં અનેક પ્રધાનોએ કરાવ્યા છે ખાનગી હોસ્પિટલમાં સારવાર ભૂતકાળની વાત કરવામાં આવે તો વિજય રૂપાણીની સરકારમાં આરોગ્યપ્રધાન તરીકેની જવાબદારી સંભાળતા એવા નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે પણ પોતાના ઢીંચણનું ઓપરેશન મુંબઈની ખાનગી હોસ્પિટલમાં કરાવ્યું હતું. જ્યારે વિજય રૂપાણીની જે સરકારના રાજ્ય કક્ષાના ગૃહ પ્રધાન પ્રદીપસિંહ જાડેજાએ પણ SG હાઈવે પર આવેલી ખાનગી હોસ્પિટલમાં કેન્સરની સારવાર કરાવી હતી. આમ ભૂતકાળમાં પણ અનેક પ્રધાનોને સરકારી હોસ્પિટલને બાજુમાં મૂકીને ખાનગી હોસ્પિટલમાં સારવાર કરાવી છે, જ્યારે કોરોના કાળમાં રાજ્યના પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલે, રાજેન્દ્ર ત્રિવેદી, રાઘવજી પટેલે કોરોનામાં સરકારી હોસ્પિટલમાં સારવાર લીધી હતી. (kidney operation private hospital in ahmedabad)