ગાંધીનગર : ગુજરાત રાજ્યના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ ભાજપ કાર્યાલય કમલમથી સીવીલ કોડની સત્તાવાર જાહેરાત કરી છે. યુનિફોર્મ સીવીલ કોડ લાગુ કરવા માટેનો પ્રસ્તાવ છે અને તેના માટે કમિટીની રચના કરાઈ છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા ગુજરાત સરકારનો સૌથી મોટો નિર્ણય છે. આજે મળેલી કેબિનેટ બેઠકમાં સમાન સીવીલ કોડ લાવવા માટેનો પ્રસ્તાવ આવ્યો છે અને તેને મંજૂરીની મ્હોર મારી દેવાઈ છે.
-
રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022 " class="align-text-top noRightClick twitterSection" data="
">રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022રાજ્યમાં સમાન સીવીલ કોડ (Uniform Civil Code)ની આવશ્યકતા ચકાસવા તથા આ કોડ માટેનો મુસદ્દો તૈયાર કરવા સુપ્રિમ કોર્ટ/હાઇકોર્ટના નિવૃત્ત ન્યાયાધીશશ્રીની અધ્યક્ષતામાં ઉચ્ચકક્ષાની સમિતિની રચના કરવાનો મહત્વપૂર્ણ નિર્ણય આજે રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં લેવામાં આવ્યો છે.
— Bhupendra Patel (@Bhupendrapbjp) October 29, 2022
શું છે યુનિફોર્મ સિવિલ કોડ ?
કોમન સિવિલ કોડ એક ધર્મનિરપેક્ષ કાયદો છે જે તમામ ધર્મોના લોકોને સમાનરૂપે લાગુ પડે છે. યુનિફોર્મ સિવિલ કોડનો અમલ દરેક ધર્મ માટે સમાન કાયદો લાવશે. હાલ બધા ધર્મોના લોકો આ બાબતોને તેમના વ્યક્તિગત કાયદા હેઠળ સમાધાન કરે છે. મુસ્લિમ, ખ્રિસ્તી અને પારસી સમુદાયોમાં વ્યક્તિગત કાયદો છે જ્યારે હિન્દુ, શીખ, જૈન અને બૌદ્ધ નાગરિક કાયદા હેઠળ આવે છે. બંધારણમાં યુનિફોર્મ સિવિલ કોડના અમલીકરણમાં કલમ 44 હેઠળ રાજ્યની જવાબદારી જણાવી છે.
અત્યારે શું છે કાયદો?
- હાલ તમામ ધર્મના અલગ-અલગ કાયદા
- મુસ્લિમ, ખ્રિસ્તી, પારસી સમુદાયોમાં છે વ્યક્તિગત કાયદો
- હિન્દુ, શીખ, જૈન, બૌદ્ધ આવે છે નાગરિક કાયદા હેઠળ
- બંધારણની કલમ 44 હેઠળ UCC રાજ્યની જવાબદારી
- આજ સુધી દેશમાં તેનો અમલ કરવામાં આવ્યો નથી
માર્ચ 2022માં મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ ઉત્તરાખંડમાં સમાન નાગરિકા સંહિતા એટલે કે યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવાની જાહેરાત કરી હતી. આ જાહેરાત કરતા તેમણે જણાવ્યું હતું કે, રાજ્ય મંત્રીમંડળે આ નિર્ણયને સર્વસંમતિથી પોતાની સહમતિ નોંધાવી છે અને હવે બહુ જલ્દીથી વિશેષજ્ઞોની એક સમિતિ બનાવવામાં આવશે અને રાજ્યમાં યૂનિફોર્મ સિવિલ કોડને લાગૂ કરવામાં આવશે.
મહત્વનું છે કે ભારતને આઝાદી મળ્યા પછી યુનિફોર્મ સિવિલ કોડ (યુસીસી) અથવા સમાન નાગરિક સંહિતાના અમલની માગણી સતત થતી રહી છે. યુસીસી એક એવો કાયદો હશે કે જેમાં કોઈ ધર્મ, જાતિ અને જાતીય અભિગમની દરકાર કરશે નહીં. દેશના બંધારણમાં પણ જણાવવામાં આવ્યું છે કે દેશે તેના નાગરિકો માટે આવો કાયદો ઉપલબ્ધ કરાવવાના ‘પ્રયાસ’ કરવા જોઈએ.