ETV Bharat / state

Gujarat Renewable Energy Plant: 40 હજાર કરોડ રૂપિયાના રોકાણથી એમોનિયાના ઉત્પાદનમાં નવી દિશા ખુલશે

author img

By

Published : Feb 27, 2023, 12:44 PM IST

ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે 40 હજાર કરોડ રૂપિયાના રોકાણ કરવામાં આવ્યું છે. જેમાં ગુજરાતના 10,400 જેટલા પ્રત્યક્ષ-પરોક્ષ રીતે લોકોને રોજગાર મળશે.

CM Bhupendra patel: ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ માટે 40 હજાર કરોડ રૂપિયાના રોકાણ

અમદાવાદ: ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તથા ઉદ્યોગપ્રધાન બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં ગુજરાત સરકાર સાથે MoU કર્યા છે. 40 હજાર કરોડ રૂપિયાના રોકાણ સાથે ગુજરાતમાં ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા ઉત્પાદન તથા જરૂરી રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ 2030 સુધીમાં બે તબક્કામાં શરૂ કરવામાં આવશે. જેમાં 10,400 જેટલા પ્રત્યક્ષ-પરોક્ષ રોજગાર મળશે.

મહત્વપૂર્ણ કદમ: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નેટ ઝીરો કાર્બન ઈમિશન તથા ગ્રીન-ક્લીન એનર્જી માટે આપેલા અભિગમને સાકાર કરવાની દિશામાં ગુજરાતનું મહત્વપૂર્ણ કદમ કહી શકાય. 1 મિલિયન ટન પ્રતિ વર્ષ ક્ષમતાના ગ્રીન એમોનિયા પ્રોજેક્ટની ગુજરાતના કચ્છ જિલ્લામાં સ્થાપના કરવામાં આવશે. નરેન્દ્ર મોદીએ ગ્રીન ગ્રોથની નેમ સાથે નેટ ઝીરો કાર્બન ઈમિશન અને ગ્રીન ક્લીન એનર્જી માટે કરેલા આહવાનને ગુજરાત ઝીલી લેવા સજ્જ બન્યું છે.

શું છે MOU (What Is MOU): બે કે તેથી વધુ પક્ષો વચ્ચેના કરારના દસ્તાવેજને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ (MOU) કહેવાય છે. MOU એ બે પક્ષો વચ્ચેના કરારનો એક લેખિત દસ્તાવેજ છે, જેમાં એકસાથે કંઈક કરવા માટેનો કરાર હોય છે, જેની સાથે સંમત થયા હોય તેમની સહીઓ હોય છે. MOUનો ઉપયોગ પરસ્પર સંમતિથી સામાન્ય હિત માટે થાય છે. તેનું મહત્વ એવા કેસમાં છે જ્યારે એક પક્ષ આપેલા વચનો મુજબ કામ ન કરી રહ્યો હોય, તો બીજો પક્ષ કોર્ટમાં જઈ શકે છે.

આ પણ વાંચો CM Bhupendra Patel in Ahmedabad : પીએમ મોદીના ગુડ ગવર્નન્સના વિચારનું પ્રતિબિંબ છે સનદી અધિકારીઓના પુસ્તકો

હસ્તાક્ષર કરીને આપ-લે: બલવંતસિંહ રાજપૂતની ઉપસ્થિતિમાં આ MoU કરતાં વિકાસકાર ઉદ્યોગજૂથ ઓકિઓર એનર્જીના જણાવ્યું કે, આ પ્રોજેક્ટથી વડાપ્રધાનની મેઈક ઈન ઈન્ડિયા-મેઈક ફોર ધ વર્લ્ડની સંકલ્પના સાકાર કરીને પ્લાન્ટમાં ઉત્પાદિત થનાર એમોનિયાને ગુજરાતમાંથી આંતરરાષ્ટ્રીય સ્થળોએ પણ મોકલી શકાશે. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવશ્રી કમલ દાયાનીએ તથા ઓકિઓર એનર્જીના સી.ઈ.ઓ.રણજિત ગુપ્તા એ MoU પર હસ્તાક્ષર કરીને આપ-લે કરી હતી-- રણજિત ગુપ્તા (સી.ઈ.ઓ.ઉદ્યોગજૂથ ઓકિઓર એનર્જી)

આ પણ વાંચો Gandhinagar News : CMની સૂચનાનું પાલન કરતી GMC, તમામ ઓફિસમાં વીજ બચાવો સર્ક્યુલર કરાયો જાહેર

MoU સંપન્ન: આ દિશામાં એક મહત્વપૂર્ણ કદમ ભરતાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં રાજ્ય સરકારના ઊદ્યોગ વિભાગ અને ઓકિઓર એનર્જી ઈન્ડિયા પ્રાઈવેટ લિમિટેડ વચ્ચે ગાંધીનગરમાં MoU સંપન્ન થયા હતા. આ MoU કચ્છ જિલ્લામાં 1 મિલિયન ટન પ્રતિવર્ષની ઉત્પાદન ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન-ગ્રીન એમોનિયા પ્રોજેક્ટના વિકાસ માટે કરવામાં આવ્યા છે. રૂપિયા 40 હજાર કરોડના કુલ રોકાણ સાથે આ સૂચિત પ્રોજેક્ટ બે તબક્કામાં 2030 સુધીમાં પૂર્ણ કરવાનું અને તેના દ્વારા અંદાજે 10,400 જેટલી પ્રત્યક્ષ-પરોક્ષ રોજગારીના સર્જનનું લક્ષ્ય છે.

ગુજરાતની પસંદગી: ઓકિઓર એ ADGM, અબુધાબીમાં શરૂ થયેલી ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા ક્ષેત્રની અગ્રણી કંપની છે. સમગ્ર ભારત, મધ્ય પૂર્વ તથા ઉત્તરી આફ્રિકા(MENA) પ્રદેશમાં 4 GW ક્ષમતાના ગ્રીન હાઈડ્રોજન અને ગ્રીન એમોનિયા પ્રોજેક્ટ્સ વિકસાવવા અને બનાવવાનું લક્ષ્ય આ કંપની ધરાવે છે. પોતાનો આવો જ વધુ એક પ્રોજેક્ટ શરૂ કરવા તેમણે ગુજરાતની પસંદગી કરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.