અમદાવાદ: ગુજરાત વિધાનસભા 2023નું બજેટ રજૂ થાય તે પહેલા વિપક્ષે સરકાર પાસેથી લેખિતમાં જવાબ મગાવ્યા હતા. ત્યારે સરકારે દરેક પ્રશ્નોના લેખિતમાં જવાબ આપ્યા હતા. વિપક્ષે લઠ્ઠાકાંડ, મોરબી દુર્ઘટના, પેપરલીક કાંડ, જમીન માપણી જેવા વિવિધ સવાલો પૂછ્યા હતા, જેમાં સરકારે પ્રશ્નોના જવાબો પણ આપ્યા હતા.
આ પણ વાંચોઃ Gujarat Budget 2023: ગુજરાતમાં ગેસ સસ્તો, PNG અને CNG ગેસના વેટમાં ઘટાડો કરાયો
પેપરલીક કાંડમાં 20 આરોપી હજી ફરારઃ કૉંગ્રેસના નેતા અમિત ચાવડાએ પ્રશ્નોત્તરી ચર્ચામાં પ્રશ્નનો જવાબ આપતા જણાવ્યું હતું કે, પેપર લિકમાં અત્યાર સુધી 2 વર્ષમાં 5 ગુનાઓ નોંધાયા છે, જેમાં 5 ઘટનામાં 121 લોકોની ફરિયાદ કરવામાં આવી છે. આમાં 101 ગુનેગારોની અત્યાર સુધી ધરપકડ કરવામાં આવી છે. તો અત્યાર સુધી 20 ગુનેગારોની ધરપકડ બાકી હોવાનું ગૃહ વિભાગે સ્વીકાર્યું હતું. જ્યારે અમદાવાદ છેલ્લા 2 વર્ષમાં અમદાવાદ શહેરમાં 272 અને ગ્રામ્યમાં વિસ્તારમાં 34 ગુણ નોંધાયા છે, જેમાં લૂંટફાટ ગુનાના 690 આરોપી ધરપકડ કરવામાં આવી છે, જેમાં લૂંટફાટ ગુનામાં ઝડપાયેલા 608 ઈસમો સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે.
7 નકલી પાસપોર્ટની ફરિયાદ નોંધાઈઃ કૉંગ્રેસના સી. જે. ચાવડાએ પ્રશ્ન પૂછતા તેમના જવાબમાં સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા બે વર્ષમાં મહેસાણા જિલ્લા નકલી પાસપોર્ટના 7 ફરિયાદ નોંધાઈ છે, જેમાં વિદેશ જવા ઈચ્છુક લોકો પાસેથી નકલી પાસપોર્ટ અને મોટી રકમ વસુલવાની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. આમાં 27 એજન્ટ્સ સામે ગુનો નોંધી કાર્યવાહી કરવાનો સરકારે જવાબ આપ્યો હતો. ઉપરાંત મહેસાણા જિલ્લામાં 5 કબૂતરબાજો અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે.
27 કર્મચારીને નિવૃત બાદ ફરી કરાર પરઃ સામાન્ય વહીવટ વિભાગમાં જ નિવૃત્તિ પછી કરર આધારિત નિમનુકમાં રાફડો ફફયો છે.27 જેટલા કર્મચારી નિવૃત પછી નિમણૂક આપવામાં આવી છે.જેમાં 58 વર્ષથી લઈને 67 વર્ષ સુધીની ઉંમરના અધિકારી ઓને પુનઃ નિમણૂક આપવામા આવી છે. ઉપરાંત બિનખેતી માટે કુલ 7,883 જેટલી અરજી આવી છે. જેમાં ગાંધીનગર જિલ્લામાં સુધી વધુ 1,970 જેટલી અરજી આવી છે.
50 વખત નર્મદા કેનાલમાં ગાબડા પડ્યાઃ વિધામસભા પ્રશ્નોત્તરી ચર્ચામાં ધારાસભ્ય કાન્તિ ખરડીએ સરકાર પાસે નર્મદા કેનાલના ગાબડા વિશે લેખિતમાં જવાબ માગ્યો. તેમાં સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, છેલ્લા 2 વર્ષમાં જિલ્લામાં 50 જેટલા ગાબડાં પડ્યા છે, જેમાં થરાદ તાલુકામાં 8, વાવમાં તાલુકામાં 24, સુઈ ગામ તાલુકામાં 9, ભાભર તાલુકામાં 11 જગ્યાએ કેનલો તૂટી છે. આમાં સરકાર દ્વારા કેનાલની મરામત માટે 17.90 લાખ રૂપિયાનો ખર્ચ કરવામાં આવ્યો છે.
56 IAS અધિકારીની જગ્યા ખાલીઃ ગુજરાતમાં વહીવટી પ્રક્રિયામાં મહત્વનો ભાગ ગણાતી જગ્યા IASની 56 જેટલી બેઠકો ખાલી છે, જેમાં હાલ રાજ્યમાં 313 મહેકમ છે. તો હાલમાં 29 IAS ડેપ્યુટેશન પર છે. જ્યારે જુનિયર ક્લર્કની પરીક્ષા પ્રશ્નો જવાબ આપતા સરકારી લેખિતમાં જવાબ આપતા જણાવ્યું હતું કે, પરીક્ષા એપ્રિલ 2023માં લેવાનું આયોજન કરવામાં આવ્યું છે. આમાં 3,000 કેન્દ્રો ઉપર જૂનિયર ક્લર્કની પરીક્ષા લેવામાં આવશે.
જમીન માપણી 26,369 અરજી પેન્ડિંગઃ ગુજરાત વિધાનસભાના પ્રશ્નકાળ દરમિયાન મહેસૂલ પ્રધાનના લેખિતમાં જવાબમાં આપવામાં આવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લામાં કુલ કેટલી જમીન માપણીની અરજીઓ હાલ સુધી પેન્ડિંગ છે. તે જવાબમાં જણાવ્યું હતું કે, જિલ્લામાં જમીન માપણી નિકોલ 26,369 અરજી પેન્ડિંગ છે, જેમાં પાલનપર તાલુકામાં 2676, ડીસા તાલુકામાં 256, તાલુકામાં 402, વાવ તાલુકામાં 1547, દાંતીવાડા તાલુકામાં 1540, ભાભર તાલુકામાં 714, લાખણી તાલુકામાં 3193, વડગામ તાલુકામાં 3329, અમીરગઢ તાલુકામાં 549, દાતા તાલુકામાં 786, થરાદ તાલુકામાં 3739, ધાનેરા તાલુકામાં 4213, કાંકરેજ તાલુકામાં 1817 અને દિયોદર તાલુકામાં 1253 અરજી પેન્ડિંગ છે.
અદાણીગ્રુપ 29784 ચોરસમિટર જમીન માગીઃ આમ આદમીની પાર્ટીના ધારાસભ્ય પ્રથમ વખત વિધાનસભામાં હાજર છે. ત્યારે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય હેમંત આહીરે સરકાર પાસે લેખિતમાં જવાબ માગ્યો હતો કે, અદાણી ગૃપે સરકાર પાસે ગૌચર સરકારી પતર અને ખરાબાની કેટલી જમીન માગી છે, જેમાં સરકારે જવાબ આપતા જણાવ્યું હતું કે, અમદાવાદમાં અદ્યતન ટાઉનશિપ માટે 29,784 ચોરસ મીટર જમીન માગી છે. જ્યારે ગાંધીનગરમાં ટાઉનશીપ હેતુથી 61,271 ચોરસ મીટર જમીન માગે છે. આ તમામ જમીન અદલાબદલી અંતર્ગત માગી હોવાનું સરકારે દાવો કર્યો હતો.
લઠ્ઠાકાંડ અને મોરબી દુર્ઘટના વિશે સવાલોઃ કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી અને અર્જુન મોઢવાડિયાએ સરકારને સવાલ પૂછ્યા હતા. ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ સરકારને સવાલ પૂછતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં કેમિકલ યુદ્ધ દારૂ પીવાથી કેટલા લોકોના મૃત્યુ થયા છે. તેનો જવાબ આપતા જણાવ્યું હતું કે, બોટાદ જિલ્લામાં કેમિકલયુક્ત દારૂ પીવાથી 33 લોકોના મૃત્યુ થયા છે. જેમાં બૂટલેગરોને પાસા અને તડીપારની સજા કરવામાં આવી છે. જ્યારે અર્જુન મોઢવાડીયા દ્વારા મોરબી દુર્ઘટના અંગે સવાલ પૂછતા સરકારે જણાવ્યું હતું કે, છેલ્લા એક વર્ષમાં દુર્ઘટના એક જ બનાવો સામે આવ્યો છે. આ મોરબી પુલ દુર્ઘટનામાં કુલ 10 આરોપીની ધરપકડ કરવામાં આવી છે.