ગાંધીનગર: મંગળવારે CM વિજય રૂપાણીએ બજેટ પર પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, આ વર્ષનું બજેટ લોકોના સુખકારીનું બજેટ હશે, ત્યારે આજે 11 વાગ્યે નાણા પ્રધાન નીતિન પટેલ બજેટની બેગ લઈને વિધાનસભા પહોંચ્યા હતાં.
નોંધનીય છે કે, વર્ષ 2020-21નું નાણાકીય બજેટ લોકો માટે ઉપયોગી અને સારું બજેટ હોવાની વાત સામે આવી રહી છે. આ બજેટમાં સરકારે કોઈ કરવેરા નહીં વધાર્યા હોવાની પણ ચર્ચા વિધાનસભા તથા સચિવાલય થઈ હતી. ત્યારે હવે આજે વિધાનસભા રજૂ થશે ત્યારે જ ખબર પડશે કે ગુજરાત માટે બજેટ કેવું હશે ?
આમ આજનું બજેટ બાદ ગુજરાતની માથાદીઠ આવક અને દેવું પણ જાહેર થશે, ત્યારે ગત વર્ષ કરતા માથાદીઠ આવક વધી કે, ઘટી અને દેવું વધ્યું કે, ઘટ્યું તે આંકડા પણ સામે આવશે.