ગાંધીનગર : ગુજરાતમાં વીજ ચોરીની અનેક ઘટનાઓ બને છે, ત્યારે ઉર્જા વિભાગ દ્વારા વીજ ચોરીને અટકાવવા માટે અનેક જગ્યાએ ગ્રામ્ય વિસ્તારોમાં દરોડા પાડવામાં આવે છે. હવે આવી ચોરીની ઘટનાઓને સંપૂર્ણપણે નાબૂદ કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા સ્માર્ટ મીટરની જાહેરાત કરવામાં આવી છે. જે અંતર્ગત રાજ્ય સરકારના ગુજરાત ડિસ્કોમ દ્વારા તૈયાર કરવામાં આવેલા રૂપિયા 20,482 કરોડના પ્રોજેકટને રાજ્ય કેબિનેટ દ્વારા મંજૂરી આપવામાં આવી છે. ગુજરાતમાં 2 તબક્કામાં સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
સ્માર્ટ મીટર ક્યાં લગાવવામાં આવશે : કેન્દ્ર સરકારની યોજના અન્વયે ગુજરાતમાં સ્માર્ટ મીટર લગાવવાની યોજના અમલી કરવામાં આવી છે. જે બાબતે રાજ્યના ઉર્જા પ્રધાન કનુ દેસાઈએ જણાવ્યું હતું કે, તમામ સરકારી કચેરીઓમાં, સરકારી સ્વાયત સંસ્થાઓ સ્વાગત, બોર્ડ અને કોર્પોરેશનમાં સ્માર્ટ વીજ મીટર લગાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. ખેતીવાડી ગ્રાહકોને બાદ કરતા અન્ય કેટેગરીના ગ્રાહકોમાં ડિસેમ્બર 2023 સુધીમાં ધોરણે પ્રીપેડ સુવિધા વાળા સ્માર્ટ મીટર લગાવવામાં આવશે.
બે તબક્કામાં મિટર : જેમાં તમામ સરકારી કચેરીઓ અને ઉચ્ચ નુકસાન વાળા વિસ્તારો 15 ટકાથી વધારે નુકસાન વાળા 500 અમૃત શહેરો ઇન્ડસ્ટ્રીયલ અને કોમર્શિયલ ગ્રાહકોને આ પ્રકારના સ્માર્ટ મીટરો લગાવી દેવામાં આવશે. જ્યારે ગુજરાતમાં પ્રથમ તબક્કામાં 60.15 લાખ અને બીજા તબક્કામાં 1.4 કરોડ સ્માર્ટ મીટર લગાવવાનું આયોજન રાજ્ય સરકારે દ્વારા કરવામાં આવ્યું છે અને આ માટે પ્રક્રિયા પણ કરવામાં આવી છે.
જામનગર રાજકોટ ખાતે પાયલોટ પ્રોજેકટ : ગુજરાતમાં પ્રીપેડ મીટર એટલે કે સ્માર્ટ મીટર માટેનો પાયલોટ પ્રોજેક્ટ જામનગર અને રાજકોટથી શરૂ કરવામાં આવશે. જ્યારે જામનગર ખાતે સ્માર્ટ મીટર લગાવવાનો સર્વે પણ પૂર્ણ કરી દેવામાં આવ્યો છે, જ્યારે રાજકોટથી પ્રીપેડ મીટરનો પાયલોટ પ્રોજેક્ટ શરૂ થશે. જેમાં ગુજરાતમાં રાજકોટની તમામ સરકારી કચેરીઓમાં સ્માર્ટ મીટર મૂકવામાં આવશે. ત્યારબાદ તબક્કાવાર ગુજરાતના તમામ શહેરો, જિલ્લા અને તાલુકામાં સ્માર્ટ મીટરપ્રથા અમલી થશે.
કઈ કપંનીની મિટર લાગશે : DGVCLના 2447 કરોડ ખર્ચે પ્રીપેડ મીટર લાગશે, MGVCLના 1980 કરોડ ખર્ચે પ્રીપેડ મીટર લાગશે, PGVCLના 3350 કરોડ ખર્ચે પ્રીપેડ મીટર લાગશે, UGVCLના 2666 કરોડ ખર્ચે પ્રીપેડ મીટર લાગશે.
પહેલા પેમેન્ટ પછી વીજળી : વર્તમાન સમયમાં જે રીતે મોબાઈલમાં રિચાર્જ કરાવ્યા બાદ મોબાઇલની સેવાઓનો લાભ ગ્રાહકોને પ્રાપ્ત થાય છે. તેવી જ રીતે ગુજરાતમાં પણ હવે વીજળી મેળવવા માટે સ્માર્ટ મીટર એટલે કે પ્રીપેડ મીટરની કામગીરી હાથ ધરવામાં આવી છે. જેમાં જે ગ્રાહકોને પ્રીપેડ મીટર ઘરે લગાવવામાં આવશે. તેવા તમામ ગ્રાહકોએ પહેલા રિચાર્જ કરાવવું પડશે. ત્યારબાદ જ તેમને વીજળી પ્રાપ્ત થશે. આમ આગામી દિવસોમાં હવે કોઈપણ વીજ કંપની ઉધાર વીજળી નહીં આપે.
વીજળી મેળવવા પહેલા રિચાર્જ : ઉલ્લેખનીય છે કે હાલમાં વીજળીનો ઉપયોગ કર્યા બાદ બે અથવા એક મહિને વીજ કંપનીઓ ગ્રાહકોને બીલ આવે છે, ત્યારબાદ બિલ ભરવા માટે વધુ 10 દિવસ જેટલો સમય આવે છે, ત્યારે હવે આગામી ભવિષ્યમાં વીજળી મેળવવા પહેલા રિચાર્જ કરાવ્યા બાદ જ ગ્રાહકોને વીજળી પ્રાપ્ત થશે. જ્યારે સ્માર્ટ મીટરનો ડિજિટલ મોનિટરિંગ પણ વીજ કંપનીઓ દ્વારા કરવામાં આવશે. જેથી વીજ ચોરીની ઘટનાઓ ભૂતકાળ થશે.
આ પણ વાંચો : Power Generation : સરકારી વીજ કંપની ઉત્પાદન સામે ખાનગી કંપનીઓને ફાયદો કરાવવાનો સરકારનો ખેલ : કોંગ્રેસ
પ્રીપેડ મીટર સિસ્ટમથી નુકશાની ઓછી થશે : કેન્દ્ર સરકાર દ્વારા રિવેમ્પડ ડિસ્ટ્રીબ્યુશન સેક્ટર સ્કીમ અંતર્ગત કાર્યક્ષમ વિતરણ ક્ષેત્ર અનેબલ નાણાકીય વ્યવસ્થા થકી રાજ્યના વીજ ગ્રાહકોને ગુણવત્તા યુક્ત અને સતત વીજ પુરવઠો મળી રહે તે માટે કેન્દ્ર સરકાર દ્વારા આ સ્કીમની જાહેરાત કરવામાં આવી હતી. જેમાં કેન્દ્ર સરકારના ઉર્જા મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય ધોરણે 3,03,758 કરોડના ખર્ચે પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. આ યોજના હેઠળ વર્ષ 2024-25 સુધીમાં રાષ્ટ્રીય ધોરણે 12થી 15 ટકા સુધી નુકસાન ઘટાડવાનું આયોજન આ પ્રોજેક્ટ હેઠળ કરવામાં આવ્યું છે.
આ પણ વાંચો : Rajkot News : આંબરડી જીવનશાળામાં કિશોર વિદ્યાર્થીને વીજ શોક અપાયો? શંકાસ્પદ ઘટનાને લઇ ગૃહપતિ સામે આક્ષેપો
મેગા ડ્રાઇવનું : જ્યારે ગુજરાતની વાત કરવામાં આવે તો 31 ડિસેમ્બર 2020 સુધીમાં રાજ્યમાં પકડવા માટે પોલીસ અને વીજ કંપની દ્વારા મેગા ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં 397 ગેરકાયદેસર વીજ જોડાણ પકડાયા હતા. જેમાં ગેટ નીતિ બદલ વીજ કંપનીઓએ 165.65 લાખની વસુલાત પણ કરી હતી. જેમાં પંચમહાલ રાજકોટ સુરેન્દ્રનગર જામનગર જિલ્લામાં દરોડા પાડીને વીજચોરીના કિસ્સા પકડવામાં આવ્યા હતા.