- છેલ્લા 24 કલાકમાં નવા 926 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
- કુલ પોઝિટિવ કેસનો આંક 189236 થયો
- 1040 દર્દીઓ સ્વસ્થ થયા
ગાંધીનગર: રાજ્યમાં કોરોના વાઈરસના આંકડામા સતત વધારો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 926 પોઝિટિવ કેસ નોંધાયા છે અને 1040 દર્દીને રજા આપવામાં આવી હતી. જ્યારે કોરોના વાઈરસના કારણે છેલ્લા 24 કલાકમાં 5 દર્દીનાં મોત થયા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસની વિગતો આ મુજબ છે.
કોર્પોરેશન મુજબ નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસ
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં સુરત કોર્પોરેશન -124, અમદાવાદ કોર્પોરેશન -210, વડોદરા કોર્પોરેશન -104, રાજકોટ કોર્પોરેશન -96, મહેસાણા -45, ગાંધીનગર કોર્પોરેશન -34, રાજકોટ -31, વડોદરા- 21, કચ્છ- 20, સાબરકાંઠા -19, પાટણ -18, ગાંધીનગર -17, જામનગર કોર્પોરેશન -17, સુરત- 17, બનાસકાંઠા-16, દાહોદ -16, અમદાવાદ- 15, આણંદ- 8, ભાવનગર કોર્પોરેશન -8, ગીર સોમનાથ -8, ખેડા- 8, સુરેન્દ્રનગર- 8, ભરૂચ- 7, જામનગર- 7, જુનાગઢ કોર્પોરેશન -7, મોરબી -7, મહીસાગર- 6, જુનાગઢ -5, પંચમહાલ- 5, અરવલ્લી- 4, ભાવનગર- 4, નર્મદા -4, અમરેલી- 3, બોટાદ- 2, છોટાઉદેપુર- 2, દેવભૂમિ દ્વારકા -1, નવસારી- 1 અને તાપીમાં 1 કેસ આવ્યો છે.
મહાનગરોમાં કોરોનાની પરિસ્થિતિ
હાલ રાજ્યમાં 62 દર્દી વેન્ટિલેટર ઉપર રાખવામાં આવ્યાં છે. અત્યાર સુધી 3808 લોકોના મોત થયાં છે. જ્યારે અમદાવાદમા રાજ્યમાં સૌથી વધુ 45569 કેસ થયાં છે. રાજ્યમાં સૌથી વધુ કેસ પાંચ મહાનગરોમાં સામે આવી રહ્યા છે. અમદાવાદમાં આજે એક દિવસના વિરામ બાદ રાજ્યમાં ફરીથી કોરોના કેસમાં પહેલા નંબરે રહ્યું છે. અમદાવાદ મહાનગરપાલિકા વિસ્તારમાં 210 કેસ સામે આવ્યા છે. જ્યારે ગ્રામ્ય વિસ્તારમાં 15 કેસ સામે આવ્યાં છે. 24 કલાકમાં સુરતમાં 225 સામે આવ્યાં છે. જોકે હવે ગ્રામ્ય વિસ્તારોમાં પણ વધુ પ્રમાણમાં કેસ સામે આવી રહ્યા છે.