ETV Bharat / state

Gujarat corona Update: રાજ્યમાં 24 કલાકમાં 29 કેસ નોંધાયા, 5 કોર્પોરેશન અને 22 જિલ્લામાં એક પણ કેસ નહિ - Corona Update

રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો મંગળવાારે રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 29 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 61 દર્દીઓ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે

Corona news
Corona news
author img

By

Published : Jul 20, 2021, 10:11 PM IST

  • રાજ્યોમાં કોરોના પર કંન્ટ્રોલ
  • રાજ્યના તમામ જિલ્લામાં પોઝિટિવ કેસ 10થી નીચે
  • છેલ્લા 24 કલાકમાં 29 પોઝિટિવ કેસ નોંધાયા
  • 61 દર્દીઓ કોરોનાને માત આપી

છેલ્લા 24 કલાકમાં એકપણ દર્દીના મોત નહીં
ગાંધીનગર : રાજ્યમાં એપ્રિલ મહિનાથી કોરોના કેસમાં સતત વધારો થઈ રહ્યો હતો, ત્યારે મે અને જૂન મહિના બાદ હવે જુલાઈ મહિના પણ સતત પોઝિટિવ કેસમાં ઘટાડો નોંધાઇ રહ્યો છે. છેલ્લાં 24 કલાકની જો વાત કરવામાં આવે તો મંગળવાારે રાજ્યમાં 30થી ઓછા કેસ સામે આવ્યા છે. જેમાં છેલ્લા 24 કલાકની અંદર 29 જેટલા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 61 દર્દીઓએ કોરોનાને માત આપીને ઘરે પરત ફર્યા છે. જ્યારે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં એક પણ દર્દીનું કોરોનાથી દુઃખદ મૃત્યુ થયું નથી. આ ઉપરાંત રાજ્યના તમામ જિલ્લાઓમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ નોંધાયા છે.

રાજ્યના તમામ જિલ્લામાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસ

રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા બહાર પાડવામાં આવતી કોરોનાની યાદીમાં છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યના 5 કોર્પોરેશન અને 22 જિલ્લાના વિસ્તારોમાં એક પણ કેસ નોંધાયા નથી, જ્યારે બાકીના તમામ જિલ્લા અને કોર્પોરેશન વિસ્તારમાં સિંગલ ડિજિટમાં પોઝિટિવ કેસનો આંકડો નોંધાયો છે. અમદાવાદ શહેરમાં છેલ્લા 24 કલાકમાં 6 પોઝિટિવ કેસ નોંધાયા છે, જ્યારે 25 જેટલા દર્દીઓએ અમદાવાદ શહેરમાં કોરોનાને માત આપી છે.

મંગળવારે 5,12,499 વ્યક્તિઓનું રસીકરણ કરાયું

રાજ્યમાં મંગળવારે 20 જુલાઈના રોજ 4,12,499 વ્યક્તિને રસી આપવામાં આવી છે, રાજ્યમાં કોરોના રસીના ડોઝ લેનારાની લોકોની સંખ્યા 3,01,46,996 થઈ છે. રસીકરણ માટે પાત્રતા ધરાવતા 18થી વધુ ઉંમરના કુલ 4,93,20,903 લોકોમાંથી 47 ટકા લોકોને રસીકરણથી આવરી લેવાયા છે. રાજ્યના 2,678 સરકારી અને 57 ખાનગી વેક્સિનેશન સેન્ટર મળીને કુલ 2,732 વેક્સિનેશન સેન્ટર પરથી રસીના ડોઝ આપવાની કામગીરી કરવામાં આવી રહી છે.

રાજ્યમાં એક્ટિવ કેસ 550થી નીચે
રાજ્યની વર્તમાન પરિસ્થિતિની જો વાત કરવામાં આવે તો રાજ્યના આરોગ્ય વિભાગ તરફથી મળતી માહિતી પ્રમાણે કુલ 511 જેટલા એક્ટિવ કેસ છે. જેમાં 5 વેન્ટિલેટર પર અને 506 દર્દીઓ સ્ટેબલ છે અને કુલ 10,076 દર્દીઓના સારવાર દરમિયાન મૃત્યુ નોંધાયા છે.જ્યારે અત્યાર સુધીમાં કુલ 8,14,059 દર્દીઓએ કોરોનાને માત આપી છે. જ્યારે ગુજરાતમાં રિકવરી રેટ 98.73 ટકા સુધી પહોંચ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.