ETV Bharat / state

ગુજરાત કોરોના અપડેટ : 24 કલાકમાં 1,365 નવા પોઝિટિવ કેસ સામે 1,335 દર્દીઓ ડિસ્ચાર્જ, 15ના મોત

રાજ્યમાં કોરોના સંક્રમણમાં સતત વધારા સાથે કુલ પોઝિટિવ કેસની સંખ્યા એક લાખને પાર પહોંચી છે. ગત 24 કલાકમાં રાજ્યમાં 1,365 નવા પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી કુલ પોઝિટિવ કેસની સંખ્યા 1,12,336 થઇ છે. આ ઉપરાંત ગત 24 કલાકમાં 15 લોકોએ કોરોનાને કારણે જીવ ગુમાવ્યો છે. આ સાથે જ 1335 લોકોએ કોરોનાને માત આપી છે. જેથી તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ
author img

By

Published : Sep 12, 2020, 9:56 PM IST

ગાંધીનગર : રાજ્યમાં કોરોના વાઇરસના આંકડામા સતત વધારો જોવા મળી રહ્યો છે. કોરોના વાઇરસ રોજ નવા વિક્રમ બનાવી રહ્યો છે. રાજ્યમાં કુલ આંકડો 1,12,336 થયો છે. ત્યારે 24 કલાકમાં નવા 1,365 કેસ સામે આવ્યા છે. જ્યારે કોરોના વાઇરસના કારણે છેલ્લા 24 કલાકમાં સારવાર લઈ રહેલા 15 દર્દીના મોત થયા છે. આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 3,198 મૃત્યુ નોંધાયા છે.

ગુજરાત કોરોના અપડેટ
ગુજરાત કોરોના અપડેટ

રાજ્યમાં કોરોના વાઇરસના કુલ 1,12,336 પોઝિટિવ કેસ અત્યાર સુધીમાં નોંધાયા છે. જો કે, છેલ્લા 24 કલાકમાં રાજ્યમાંથી શનિવારે 1,335 દર્દીઓને રજા પણ આપવામાં આવી છે. જ્યારે અત્યાર સુધીમાં કુલ 92,805 દર્દીઓએ કોરોનાને માત આપીને ગુજરાતનો રિકવરી રેટ 82.61 ટકા થયો છે

ગુજરાત કોરોના અપડેટ

  • કુલ પોઝિટિવ કેસ - 1,12,336
  • કુલ ડિસ્ચાર્જ - 92,805
  • કુલ સક્રિય કેસ - 16,333
  • વેન્ટિલેટર - 90
  • કુલ મોત - 3,198
  • રિકવરી રેટ - 82.61

આરોગ્ય વિભાગની યાદી પ્રમાણે અત્યાર સુધીમાં કુલ 3,198 મૃત્યુ નોંધાયા છે, જ્યારે આજ હાલની પરિસ્થિતિ મુજબ 7,43,468 વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે, જે પૈકી 7,43,026 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઇન છે. રાજ્યમાં કુલ 92,805 દર્દીઓને રજા આપવામાં આવી છે. જ્યારે કુલ એક્ટિવ કેસ 16,333 છે. જેમાંથી 90 દર્દીઓને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે.

રાજ્યમાં કોરોના સંક્રમણ વધતું અટકેએ માટે રાજયના આરોગ્ય વિભાગ દ્વારા સઘન પ્રયાસોના પરિણામે સંક્રમણનું પ્રમાણ ઘટ્યું છે. રાજ્યમાં દિન પ્રતિદિન ટેસ્ટની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો ક૨વામાં આવી રહ્યો છે. જે રાજ્યની વસ્તીને ધ્યાને લેતા પ્રતિદિન 1150.47 ટેસ્ટ પ્રતિ મિલિયન જેટલા થવા પામ્યા છે. ૨ાજયમાં અત્યાર સુધીમાં કુલ 32,19,983 ટેસ્ટ ક૨વામાં આવ્યા છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.