ગાંધીનગર: સપ્તાહના દર બુધવારે રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરવામાં આવે છે ત્યારે 10 મે 2023 બુધવારના રોજ સવારે 10:30 કલાકે મુખ્યપ્રધાન પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક યોજાશે. આ કેબિનેટ બેઠકમાં રાજ્યકક્ષાના પ્રધાન હર્ષ સંઘવી વિદેશ હોવાના કારણે તથા જગદીશ પંચાલ કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં વ્યસ્ત હોવાના કારણે બેઠકમાં હાજર રહી શકશે નહીં.
પીએમ મોદીના ગુજરાત પ્રવાસ બાબતે ચર્ચા: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 12 અને 13 તારીખે ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે. ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે અમદાવાદ શહેરના 500 કરોડ વિકાસના કામો તથા અન્ય શહેરો અને જિલ્લાઓમાં વિકાસના કામોનું લોકાર્પણ કરવાના છે તે બાબતની કેબિનેટ બેઠકમાં ખાસ સમીક્ષાઓ અને તૈયારીઓ કરવામાં આવશે. જે પ્રોજેક્ટમાં ફાઇનલ ટચ આપવાની છે તે પ્રોજેક્ટ પણ તાત્કાલિક ધોરણે ગણતરીના કલાકોમાં પૂર્ણ થાય તેવી સૂચનાઓ પણ અધિકારીઓને આપવામાં આવશે. 12 તારીખે ગિફ્ટ સિટી ખાતે 29 માં રાષ્ટ્રીય શૈક્ષણિક અધિવેશનને પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે ખુલ્લું મુકવામાં આવશે.
બી.એડ. કોલજને એફિલિકેશન આપવામાં આવશે: ગુજરાત માં બી.એડ. કોલેજમાં સરકાર દ્વારા પ્રવેશ પ્રક્રિયામાંથી બાકાત રાખવામાં આવી છે. જેમાં રાજ્ય સરકાર જે તે યુનિવર્સિટીના બી.એડ. કોલેજને એફિલિએશન સર્ટી આપવામાં આવશે. જે તે કોલેજ પોતાના વિસ્તારની યુનિવર્સિટીમાં ફરી જોડાણ કરી શકશે. આ તમામ ખાનગી બી.એડ. કોલેજને પ્રવેશ પ્રક્રિયામાં સમાવેશ કરી લેવામાં આવશે.
- Gandhinagar News : સાયક્લોટ્રોન ફોર ન્યુક્લિયર મેડિસીન પ્રોજેક્ટ માટે સરકારે ફાળવ્યાં 70 કરોડ, કેન્સર સારવારની આ વાત જાણો
- Gujarat Government Chintan shivir: ગુજરાત સરકારની ત્રિદિવસીય દસમી ચિંતન શિબિર સ્ટેચ્યૂ ઓફ યુનિટી ખાતે યોજાશે
સહાય પેકેજમાં અરજીની તારીખની થઈ શકે છે જાહેરાત: ગુજરાતમાં માર્ચ મહિનો પડેલા વરસાદના કારણે રાજ્ય સરકારે કદ કેબિનેટ બેઠકમાં 11 જિલ્લાના ખેડૂતોને કૃષિ સહાય પેકેજ આપવાની જાહેરાત કરી છે પરંતુ તારીખો અંગે સરકારે કોઈ સ્પષ્ટતા કરી નથી. બુધવારે મળનારી કેબિનેટ બેઠકમાં કૃષિ પેકેજના સંપૂર્ણ આકડો ઉપરાંત ખેડૂતોએ કેટલા સમયથી કયા દિવસ સુધી નુકસાની બાબતની અરજી કરી શકશે તેની પણ મહત્વની જાહેરાત કરવામાં આવશે. ખેડૂતોને નુકસાનનું વળતર મેળવવા માટે અરજીની તારીખોની પણ જાહેરાત થઈ શકે છે.