ETV Bharat / state

Gujarat Cabinet Meeting : આવતીકાલે દિવાળી પહેલા અંતિમ કેબિનેટ બેઠક, મુખ્યપ્રધાન 3 દિવસ મધ્યપ્રદેશના પ્રવાસે

12 નવેમ્બર મંગળવારના રોજ ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠક યોજાશે. ઉલ્લેખનિય છે કે, મુખ્યપ્રધાન આવતીકાલથી 3 દિવસ સુધી મધ્યપ્રદેશના પ્રવાસે છે. ત્યારે તેમની ગેરહાજરીમાં પરિસ્થિતિને સાચવવા અને ગુજરાત વાઈબ્રન્ટ સમિટ અને તહેવારોમાં જનતાની સુરક્ષાની તૈયારી અંગે કેબિનેટ બેઠકમાં સમીક્ષા થઈ શકે છે.

Gujarat Cabinet Meeting
Gujarat Cabinet Meeting
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 6, 2023, 6:36 PM IST

ગાંધીનગર : રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં દર બુધવારે કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવે છે. પરંતુ લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી અને મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના અન્ય રાજ્ય પ્રવાસને ધ્યાનમાં રાખીને કેબિનેટ બેઠક મંગળવારે આયોજિત કરવામાં આવી છે. ગાંધીનગરમાં આવતીકાલે સવારે 8:00 કલાકે કેબિનેટ બેઠક મળશે ત્યારબાદ ત્રણ દિવસ સુધી મુખ્યપ્રધાન ગુજરાત બહાર રહેશે. જેમાં તેઓ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ચૂંટણી પ્રચારક તરીકે અન્ય રાજ્યોની મુલાકાત લેશે.

ગુજરાત વાઈબ્રન્ટ સમિટ સમીક્ષા બેઠક : ગુજરાત સરકારના કેબિનેટ અને રાજ્યકક્ષાના પ્રધાન તથા સચિવ દ્વારા અલગ અલગ શહેર, રાજ્ય અને વિદેશમાં વાઈબ્રન્ટ ગુજરાત અંતર્ગત રોડ-શો કરવામાં આવી રહ્યો છે. ત્યારે કેબિનેટ બેઠકમાં જાન્યુઆરી 2024 માં યોજાનારી ગુજરાત વાઈબ્રન્ટ ગ્લોબલ ઇન્વેસ્ટર સમિટની સમીક્ષા કરવામાં આવશે. આ ઉપરાંત સમિટમાં કયા કયા મહત્વના MoU થશે અને આ MoU ઉપરની કામગીરી બાબતે પણ ખાસ સમીક્ષા આ બેઠકમાં કરવામાં આવશે.

જનતાની સુરક્ષા પ્રાથમિકતા : દિવાળીના તહેવાર દરમિયાન અનેક લોકો ફરવા જતા હોય ત્યારે તેમના ઘર લોક હોય છે. ત્યારે વેકેશન દરમિયાન ક્રાઈમ એક્ટિવ પણ થતી હોય છે. જેમાં ગુજરાતમાં લાખો-કરોડો રૂપિયાની ચોરીની ઘટનાઓ પણ બનતી હોય છે. ત્યારે આ દિવાળીમાં ગુજરાત પોલીસ વિભાગને એલર્ટ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત તમામ જિલ્લા, તાલુકા અને રેન્જ આઈ.જી સહિત શહેર પોલીસ કમિશનરોને પણ ખાસ સૂચના આપવામાં આવી છે. આ દિવાળીમાં ચોરીની ઘટના ઓછામાં ઓછી બને તે મુજબ પોલીસ એક્શન પ્લાન બનાવે તે અંગે પણ કેબિનેટ બેઠકમાં સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે.

બજેટ 2024-25 ની તૈયારી : આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે, ત્યારે આચાર સંહિતા લાગુ પડે તો ગુજરાતને વોટ ઓન એકાઉન્ટ બજેટ રજૂ કરવું પડી શકે. લોકસભાની ચૂંટણી બાદ જુલાઈ મહિનામાં અથવા તો ઓગસ્ટમાં ચોમાસા સત્ર દરમિયાન સંપૂર્ણ બજેટ ફરીથી રજૂ કરવું પડે, ત્યારે રાજ્ય સરકાર પ્રથમ વખત લોકસભાની ચૂંટણી દરમિયાન ફેબ્રુઆરી માસની શરૂઆતના દિવસોમાં સંપૂર્ણ વર્ષનું બજેટ રજૂ કરે તેવી શક્યતા છે. આ બાબતે રાજ્ય નાણાં વિભાગના અધિકારીઓ પણ બજેટને લઈને ખાસ સમીક્ષા બેઠક અને અલગ અલગ વિભાગો સાથે દિવાળી બાદ બેઠક યોજશે, તેની પ્રાથમિક ચર્ચા પણ કેબિનેટ બેઠકમાં થઈ શકે છે.

મુખ્યપ્રધાનનો મધ્યપ્રદેશ પ્રવાસ : લોકસભાની ચૂંટણીની તૈયારી અને 5 રાજ્યોની વિધાનસભાની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ ગણાય રહ્યા છે અને અન્ય રાજ્યની વિધાનસભા ચૂંટણીનું ડિસેમ્બરમાં મતદાન થવાનું છે. ત્યારે રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તા. 7, 8 અને 9 નવેમ્બરના રોજ મધ્યપ્રદેશ વિધાનસભા ચૂંટણી સભા તથા રોડ-શોમાં ઉપસ્થિત રહેશે. જેના કારણે ત્રણ દિવસ સુધી રાજ્યના મુખ્યપ્રધાન મધ્યપ્રદેશના પ્રવાસે છે. જેથી ગુજરાતમાં પણ કોઈ ઘટના બને તો તેના માટે ખાસ અધિકારીઓને કેબિનેટ બેઠકમાં સૂચના આપવામાં આવે તેવી શક્યતા છે.

  1. Ration Shop Owners Strike : રેશનિંગ દુકાનધારકોની હડતાળ મુલતવી, પ્રહલાદ મોદીએ શું કહ્યું જુઓ
  2. Ration Shop Owners Strike : સસ્તા અનાજની દુકાનો બંધ રહેશે ? વેપારીઓ-સરકાર વચ્ચેની બેઠકનો શું આવ્યો નિર્ણય જાણો...

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.