ગાંધીનગર : ગુજરાત વિધાનસભામાં આજે બજેટ પર સામાન્ય ચર્ચાનો ત્રીજો દિવસ છે. જેમાં રાજ્ય સરકારે રજૂ કરેલા બજેટ બાબતે કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ અનેક ટિપ્પણીઓ કરી હતી. સાથે જ ગ્રુપમાં મહાભારત જેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. કોની સામે લડવું કારણ કે અનેક લોકો કોંગ્રેસના જ સભ્યો હતા. જે આજે ભાજપના સભ્ય તરીકે બેઠા છે, તેમ છતાં પણ બોલવું તો પડશે નિવેદન કરીને ભાજપ સરકારની 27 વર્ષના કામગીરી પર સી.જે. ચાવડાએ અનેક ટિપ્પણીઓ કરી હતી.
સરકારે 27 વર્ષમાં એક પણ નદી પર ડેમ નથી બાંધ્યો : ગુજરાત વિધાનસભા ગ્રુપમાં બજેટ પરની સામાન્ય ચર્ચામાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ નિવેદન આપ્યું હતું કે, એક મે 1960ના રોજ ગુજરાતની સ્થાપના થઈ, ત્યારે પ્રથમ બજેટ 500 કરોડ રૂપિયાનું હતું. આજે ત્રણ લાખ કરોડથી વધુ બજેટ રાજ્ય સરકારે પસાર કર્યું છે, ત્યારે કોંગ્રેસે તેમના શાસનમાં ગુજરાતની તમામ નદીઓ પર ડેમ બાંધીને ખેડૂતોના ખેતરોમાં સિંચાઈ માટેનું પાણી પહોંચાડ્યું હતું, જ્યારે છેલ્લા 27 વર્ષથી ગુજરાતમાં ભાજપ સરકાર છે, ત્યારે એક પણ નદી પર નવો ડેમ બાંધવામાં નથી આવ્યો અને જો નવો ડેમ બાંધવામાં આવ્યો હોય તો ગૃહમાં સત્તાવાર જાહેરાત કરે અને આવી જાહેરાત કરશે. તો હું કોંગ્રેસ પક્ષમાંથી રાજીનામું આપીને ભાજપમાં જોડાઈ જઈશ.
ગુજરાતનો બાળક 70,000ના દેવા સાથે જન્મે છે : કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડા સરકાર પર વધુ પ્રહાર કરતા ગ્રુહમાં નિવેદન આપ્યું હતું કે, ગુજરાતનો જેટલું બજેટ છે તેટલું જ દેવું હાલની પરિસ્થિતિ એ છે, ત્યારે ગુજરાતમાં જન્મ લેતો તમામ બાળક 70,000ના દેવા સાથે જન્મ લે છે. જ્યારે રાજ્યના દેવામાં 20,000 કરોડ રૂપિયા વ્યાજ અને 20,000 દેવું મુદ્દલમાં ચૂકવવામાં આવે છે. આમ, 40 કરોડ રૂપિયા તો આવી રીતે જ ખર્ચ થાય છે. આ ઉપરાંત પગાર અને પેન્શન કાપતા પણ મૂડી ખર્ચમાં વધારો થઈ રહ્યો છે. જ્યારે કોંગ્રેસ સરકારે મૂડી ખર્ચ કરીને જે ભેગું કર્યું હતું. તે ભાજપ સરકાર વેચી રહ્યા હતા હોવાનો આક્ષેપ પણ સીજે ચાવડાએ કર્યા હતા.
ભાજપે ફક્ત ફોટા પડાવ્યા : ગુજરાતમાં કોંગ્રેસના શાસન દરમિયાનની વધુ કામગીરી વિજય ચાવડાએ ગૃહ સમક્ષ મુકતા જણાવ્યું હતું કે, કોંગ્રેસ સરકારે તમામ જિલ્લાઓમાં ડેરી ઊભી કરી હતી પણ ભાજપ સરકારી 27 વર્ષમાં એક પણ જિલ્લામાં નવી ડેરી ઉભી કરી નથી. આમ ટીવીમાં આવવું ફોટો પડાવો ખૂબ જ સહેલું છે, પરંતુ ડેરી બનાવીને બતાવો તેવું ચેલેન્જ વિધાનસભામાં સી.જે. ચાવડાએ ગુજરાત સરકારને આપ્યું હતું. આ ઉપરાંત સરકાર ઉત્સવોના નામે ખર્ચો કરી રહ્યા છે. વરસાદ પડે તો વધામણાનું મહોત્સવ અને ના પડે તો મનામણાના મહોત્સવ કરીને પણ ખર્ચો કરી રહ્યા હોવાના આક્ષેપ પણ સી.જે. ચાવડાએ કર્યા હતા.
સરકારે 20 ટકા વીજળી ઉત્પન્ન ન કરી : સી.જે. ચાવડાએ વધુમાં આક્ષેપ કર્યા હતું કે, કોંગ્રેસની સરકારમાં 500 રૂપિયાથી લઈને 600 રૂપિયાના ખર્ચે હોર્સ પાવરથી ખેડૂતોને વીજળી આપવામાં આવતી હતી, પરંતુ ભાજપ સરકારે ખેડૂતો માટે મીટર સિસ્ટમ લાગુ કરી દીધી છે. જ્યારે ભૂતકાળમાં કોંગ્રેસની સરકાર દરમિયાન ભાજપ પક્ષે ખેડૂતો માટે અનેક આંદોલન કર્યા, પરંતુ કંઈ જ આપ્યું નથી. સાથે જ એશિયાની સૌથી મોટી હોસ્પિટલ અમદાવાદની સિવિલ હોસ્પિટલ છે. આ પણ કોંગ્રેસ સરકારે બનાવી છે, તો તમે ખર્ચ ક્યાં કરો છો તેવા પ્રશ્નો પણ સી.જે. ચાવડાએ કર્યા હતાં. ભૂતકાળમાં ગુજરાતમાં 26 વિભાગો હતા. આજે 56 જેટલા વિભાગો થયા છે, ત્યારે 5,43,000 કર્મચારીઓને બદલે હાલમાં 5,10,000 કર્મચારીઓ કાર્યરત છે, જેથી કોન્ટ્રાકટર સિસ્ટમથી ગુજરાતનું દેવું વધી રહ્યા હોવાનું નિવેદન ચાવડાએ કર્યું હતું.
મોદી સાહેબ આવ્યા દેવું ઘટ્યું : ભાજપના ધારાસભ્ય બાબુ જમના પટેલે વિધાનસભાની ચર્ચામાં સી. જે ચાવડાને પ્રત્યુતર આપતા જણાવ્યું હતું કે, મોદી સાહેબ આવ્યા પછી જ ગુજરાતનું દેવું ઓછું થયું અને સરકારે ખેડૂતને ચિંતા કરી. ખેડૂતોએ અમારી ચિંતા કરી એટલે જ આજે વિધાનસભા ગૃહમાં આટલી બધી સંખ્યામાં બેઠા છીએ, જ્યારે આ સરકાર દલિત ખેડૂતો અને તમામ વર્ગની સરકાર છે. ભૂતકાળમાં ભાજપ સરકારે ફેન્સીંગ યોજનામાંથી સિંચાઈનું પાણી આપ્યું વીજળી આપી, પાક સહાય વીમાની પણ સુવિધાઓ આપી હોવાનું નિવેદન બાબુ પટેલે વિધાનસભા ગૃહમાં આપ્યું હતું.
આ પણ વાંચો : Budget Session: ગૃહમાં ઉજવાયો મહિલા દિવસ, પાટીલે અધ્યક્ષ પદ સંભાળતાં મહિલા ધારાસભ્યોએ જ કરી ચર્ચા
ગૃહમાં મહાભારતના કર્ણ અને અર્જુન ને યાદ કર્યા : બજેટ પરની ચર્ચામાં સી.જે. ચાવડાએ ગૃહમાં મહાભારતની પરિસ્થિતિ હોવાનું નિવેદન આપ્યું હતું. ભૂતકાળમાં કોંગ્રેસ પક્ષ સાથે રહેલા હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર, રાઘવજી પટેલ, કુંવરજી બાળવડીયાએ, સી.કે. રાઉલજી, જે.વી.કાકડીયાને યાદ કર્યા હતા. આજે તેઓ ભાજપમાં બેઠા છે, ત્યારે અલ્પેશ ઠાકોરને સરકાર મંત્રી પદ આપે તેવું નિવેદન પણ સી.જે. ચાવડાએ આપ્યું હતું. ત્યારબાદ અધ્યક્ષ શંકર ચૌધરીએ તરીકે આજે લોકશાહીને ધ્યાનમાં રાખીને સી.જે. ચાવડાને ગૃહનું સંચાલન આપ્યું હતું. થોડા સમય માટે અધ્યક્ષ તરીકે ગૃહનું સુકાન સોંપ્યું હતું.
આ પણ વાંચો : Gujarat Budget Session: ડુંગળી અને બટાટાના ખેડૂતો માટે સરકારની 330 કરોડની સહાયની જાહેરાત
અલ્પેશ ઠાકોરે સી.જે. ચાવડાને આપ્યો જવાબ : વિધાનસભા ગૃહમાં કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ ભાજપની સરકાર પર અનેક પ્રકાર હારો કર્યા હતા અને કોંગ્રેસની સરકારે પ્રજાલક્ષી કામ કર્યા હોવાના નિવેદન આપ્યા હતા, ત્યારે બજેટની ચર્ચા પર ભાજપના ધારાસભ્ય અલ્પેશ ઠાકોરે નિવેદન કર્યું હતું કે, કોંગ્રેસના ધારાસભ્ય સી.જે. ચાવડાએ જે નિવેદના આપ્યા છે. તેને જવાબ આપવા માટે હું ઉભો થયો છું. કોંગ્રેસના શાસનમાં ગુજરાત રાજ્યમાં પડેલા ખાડા પૂરવાનું કામ ભાજપ સરકારે 27 વર્ષમાં કર્યું છે. ગુજરાતમાં પહેલા ટ્રેન અને ટેન્કરથી પાણી પહોંચાડવામાં આવતું હતું. ગુજરાતમાં એવી પનોતી સરકાર હતી કે ગુજરાતમાં વારંવાર દુષ્કાળ પડતો હતો.
ઠાકોરે સરકારના કામોની યાદ અપાવી : વધુમાં કહ્યું હતું કે, જ્યારે ટ્રાન્સપોર્ટ વ્યવસ્થા ખરાબ હતી. રોડ રસ્તા ના કોઈ ઠેકાણા હતા નહીં, પીવાના પાણી અને સિંચાઈને પાણીના પણ ફાફા હતા. એ ગુજરાતના લોકોએ સારી રીતે જોયું છે, જ્યારે નર્મદા પ્રોજેક્ટ પૂરો કરવા માટે PM નરેન્દ્ર મોદીએ ઉપવાસ કરવા પડ્યા હતા. જ્યારે હાલની પરિસ્થિતિમાં તમામ રોડ રસ્તાઓ સારા થઈ ગયા છે. નર્મદાથી લોકોને પીવાનું પાણી મળી રહ્યું છે. આરોગ્યની સુવિધાઓમાં વધારો થયો છે, જ્યારે એશિયાનો સૌથી મોટો સાયન્સ પ્રોજેક્ટ પણ કાર્યરત થયો છે.