ETV Bharat / state

ગુજરાત બજેટ : એપ્લિકેશનમાં જોઈ શકાશે બજેટ LIVE

ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરશે. જે બજેટ એક ગુજરાત બજેટ નામની મોબાઇલ એપ્લિકેશનમાં કોઈપણ વ્યક્તિ જોઇ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે.

Gujarat Budget
Gujarat Budget
author img

By

Published : Mar 1, 2021, 7:01 PM IST

  • ગુજરાત બેજેટ હવે મોબાઈલ એપ્લિકેશનમાં
  • નાણા વિભાગે બનાવી સ્પેશિયલ એપ્લિકેશન
  • ગત 3 વર્ષના બજેટ પર જોઈ શકાશે મોબાઈલ એપ્લિકેશનમાં
  • 3 માર્ચના રોજ રજૂ થશે ગુજરાત બજેટ

ગાંધીનગર : કેન્દ્ર સરકારે પેપરલેસ બજેટ રજૂ કર્યા બાદ હવે ગુજરાત સરકાર પણ પેપરલેસ બજેટ રજૂ કરવાની તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે. રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ વિધાનસભા ગૃહમાં 3 માર્ચના રોજ બજેટ રજૂ કરશે. જે બજેટ એક ગુજરાત બજેટ નામની મોબાઇલ એપ્લિકેશનમાં કોઈપણ વ્યક્તિ જોઇ શકે તે માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ માટે ગુજરાત સરકાર નાણા વિભાગ દ્વારા ગુજરાત બજેટ નામની એપ્લિકેશન પણ તૈયાર કરવામાં આવી છે, જે ગૂગલ પ્લે સ્ટોર પરથી પ્રાપ્ત થઇ શકશે.

બજેટ એપ્લિકેશનમાં બજેટ લાઈવ નિહાળી શકાશે

અગાઉ પણ રાજ્યના નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલે પત્રકાર પરિષદને સંબોધતા જણાવ્યું હતું કે, ગુજરાત બજેટ એપ્લિકેશનથી વિધાનસભાની જે બજેટની કાર્યવાહી છે, તે લાઈવ નિહાળી શકાશે કોઈપણ વ્યક્તિ બજેટની કામગીરીને લાઈવ નિહાળી શકાશે. આ ઉપરાંત દર વર્ષે જે બજેટ તૈયાર કરવામાં આવે છે તેને ધ્યાનમાં લઈને હવે આ વર્ષે બજેટ એપ્લિકેશનના કારણે 80 ટકા જેટલી કોપી તૈયાર કરવામાં આવશે નહીં, પરંતુ ફક્ત 20 ટકા જેટલી કોપી કે જે ઓફિસના અને લાયબ્રેરીમાં રાખવામાં આવે છે તે જ તૈયાર કરવામાં આવશે.

એપ્લિકેશનમાં જોઈ શકાશે બજેટ LIVE

એપ્લિકેશન ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં હશે

ગુજરાત બજેટ નામની એપ્લિકેશનમાં બજેટને મહત્વની બે ભાષામાં રજૂ કરવામાં આવશે. એક માતૃભાષા ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં બજેટની ડિજિટલ કોપીઓ મૂકવામાં આવશે. આ ઉપરાંત ગત 3 વર્ષની બજેટની કોપી પણ એપ્લિકેશનમાં મૂકવામાં આવી છે આ જ્યારે બજેટના મહત્વના મુદ્દાઓને પણ અલગથી સ્થાન આપવામાં આવ્યું છે. આ સાથે જ ગુજરાત સરકારના અલગ અલગ 24 વિભાગોના 24 જેટલા ફોલ્ડર બનાવીને તમામ વિભાગોના અલગ-અલગ બજેટ માટેની પણ વ્યવસ્થા મોબાઇલ એપ્લિકેશનમાં કરવામાં આવી છે.

કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં જોઇ શકશે બજેટ

મોબાઇલ એપ્લિકેશનના માધ્યમથી આ વખતે પ્રથમ વખત ગુજરાત બજેટની કાર્યવાહી લાઈવ જોઈ શકાશે જેથી ગુજરાત નહીં, પરંતુ વિશ્વમાં કોઇપણ ગુજરાતી ગમે તે જગ્યાએથી તેમના મોબાઇલમાં બજેટ એપ્લિકેશનના માધ્યમથી ગુજરાત સરકારનું વિધાનસભા ગૃહમાં રજૂ થતું બજેટ નિહાળી શકશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.