ETV Bharat / state

Gujarat Budget 2022: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 1,526 કરોડ રૂપિયાની જોગવાઈ - વિશ્વ ગ્રાહક દિવસ

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1,526 કરોડની જોગવાઈ કરવામાં આવી છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ પરિસ્થિતિમાં( Gujarat Budget 2022)વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી (Poor welfare food scheme)રાજ્યના તમામ એન.એફ.એસ.એ. લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.

Gujarat Budget 2022: અન્ન અને નાગરિક પુરવઠા વિભાગમાં 1,526 કરોડ રૂપિયાની જોગવાઈ

author img

By

Published : Mar 3, 2022, 3:50 PM IST

ગાંધીનગરઃ અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહકોની બાબતોના વિભાગ માટે કુલ 1526 કરોડની જોગવાઈ(Gujarat Budget 2022)કરવામાં આવી છે. રાજ્યના દરેક કુટુંબની અન્ન સલામતી સુનિશ્ચિત કરવી અને રાષ્ટ્રીય અન્ન સલામતી કાયદા (Department of Food, Civil Supplies and Consumer Affairs )હેઠળ નોંધાયેલ 70 લાખ કુટુંબોને રાહત દરે અનાજ અને અન્ય આવશ્યક ખાદ્ય વસ્તુઓ પૂરી પાડવી એ અમારી સરકારની પ્રાથમિકતા છે. કોરોનાની ગંભીર મહામારીથી ઉત્પન્ન થયેલ આકરી પરિસ્થિતિમાં માનનીય વડાપ્રધાન દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના થકી (Poor welfare food scheme)રાજ્યના તમામ એન.એફ.એસ.એ. લાભાર્થી કુટુંબોને વધુ 28 લાખ ટન અન્ન વિનામૂલ્યે પૂરું પાડવાનું ભગીરથ કાર્ય સરકારે કર્યુ છે.

જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો

દરેક કુટુંબ દ્વારા ઉપાડવામાં આવેલ જથ્થાની વિગતો માય રેશન મોબાઇલ એપ(My Ration Mobile App) દ્વારા ઓનલાઇન કરી ડિજિટાઇઝેશનના માધ્યમથી જાહેર વિતરણ વ્યવસ્થામાં સરળતા અને પારદર્શિતા લાવવાનો પ્રયત્ન રાજ્ય સરકારે કરેલ છે. આ પ્રક્રિયાને વધુ વેગ આપી રાજ્યની તમામ(Pradhan Mantri Garib Kalyan Anna Yojana) વાજબી ભાવની દુકાનોમાં ઇલેકટ્રોનિક વજનકાંટા ઉપલબ્ધ કરાવવામાં આવશે. ગત વર્ષની સરખામણીએ વિભાગની જોગવાઇમાં 24 ટકા જેટલો માતબર વધારો.જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને અન્ન વિતરણ કરવા જોગવાઇ 621 કરોડ.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: આદિજાતિ વિકાસ વિભાગ માટે કુલ 2,909 કરોડ રૂપિયાની જોગવાઈ

તુવેરદાળ વિતરણ કરવાની યોજના

જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. હેઠળ નોંધાયેલ કુટુંબોના ભોજનમાં પ્રોટીનનું પ્રમાણ વધારવા તુવેરદાળ વિતરણ કરવાની યોજના સરકારે શરૂ કરેલ છે. તુવેરદાળ ઉપર પ્રતિ કિલો 20 ની સહાય આપવામાં આવતી હતી જેના કારણે બજારભાવમાં થતા વધારાને કારણે લાભાર્થીને મળનાર ભાવમાં ફેરફાર જોવા મળતો હતો. સબસીડીની રકમ 40 થી વધુ કરી આ યોજના હેઠળ 50 પ્રતિ કિલોના ફિકસ ભાવે તુવેરદાળ પૂરી પાડવાનું નક્કી કરવામાં આવેલ છે. વધારાની સબસીડી સાથે આ યોજના માટે જોગવાઇ 225કરોડ. જાહેર વિતરણ વ્યવસ્થા અંતર્ગત એન.એફ.એસ.એ. કુટુંબોને ખાદ્યતેલ વિતરણ કરવા માટે જોગવાઇ 98 કરોડ.

સીંગલ ફોર્ટીફાઇડ આયોડીનયુકત મીઠું

તંદુરસ્તી માટે સૂક્ષ્મ પોષક તત્ત્વોનો સમાવેશ રોજિંદા ભોજનમાં થાય તે જરૂરી છે. રાજ્યમાં હાલમાં જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સીંગલ ફોર્ટીફાઇડ આયોડીનયુકત મીઠું આપવામાં આવે છે. હવે આયોડીન ઉપરાંત આયર્ન ફોર્ટીફિકેશન કરવામાં આવેલ ડબલ ફોર્ટીફાઈડ મીઠું તમામ 70 લાખ એન.એફ.એસ.એ. કુટુંબોને દર માસે ફકત 1 પ્રતિ કિલોના ભાવે આપવામાં આવશે જે માટે જોગવાઈ 76 કરોડ.

લાભાર્થીઓને કઠોળનું વિતરણ

50 વિકાસશીલ તાલુકામાં આવેલ એન.એફ.એસ.એ. લાભાર્થીઓના ભોજનમાં કઠોળનો વપરાશ વધારવા માટે દર માસે કુટુંબદીઠ તુવેરદાળ ઉપરાંત એક કિલો ચણાનું વિતરણ 30 પ્રતિ કિલોના ફિક્સ ભાવે કરવા માટે જોગવાઈ 50 કરોડ.ગ્રાહક સુરક્ષાની પ્રવૃત્તિઓ માટે જોગવાઇ 21 કરોડ.

આ પણ વાંચોઃ Gujarat Budget 2022: સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગ માટે 4,782 કરોડ રૂપિયાની જોગવાઈ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.