ગાંધીનગર: શાહીન બાગ મુદ્દે ગુજરાત કોંગ્રેસના અમદાવાદના 2 ધારાસભ્ય ગયાસુધીન શૈખ અને ઇમરાન ખેડવાળા સાહિનબાગ વિસ્તારની મુલાકાત લઈને CAAના વિરોધમાં સમર્થન આપ્યું હતું. ત્યારે પ્રશાંત વાળા ઈટીવી ભારત સાથે ખાસ વાત ચિત કરી હતી કે, ગુજરાત વિધાનસભામાં જ્યારે એક દિવસનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું હતું ત્યારે કોઇપણ ધારાસભ્યોએ વિરોધ કર્યો ન હતો અને ગઇકાલે તેઓ દિલ્હી જઈને શાહીન બાગના વિરોધ પ્રદર્શનના હાજર રહ્યા હતા અને તેઓ CAAના વિરોધને સમર્થન આપ્યું હતું.
જ્યારે વસંતરાયે આક્ષેપ કર્યા હતો કે, કોંગ્રેસ સત્તા વિહોણી બનતા તેઓ ગમે તેવા પ્રયત્નો કરી રહ્યા છે. આ સાથે જ જો કોંગ્રેસને વિરોધ કરવો હોય તો ભાજપ પક્ષના કરે તેની નીતિઓને કરે પરંતુ દેશનો વિરોધ ના કરી શકાય તેઓ દેશમાં ભાગલા પડાવવા માગે છે.
ઉલ્લેખનીય છે કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહે પણ વિપક્ષ અને ખુલ્લેઆમ કહ્યું છે કે, CAAના મુદ્દે તેઓ જાહેરમાં ચર્ચા કરવા તૈયાર છે તેમ છતાં પણ કોંગ્રેસના એક પણ નેતા હોય આ ચેલેન્જને સ્વીકાર્યું નથી સાથે જ CAAના નવા કાયદા પ્રમાણે કોઈ પણ ભારતીયની નાગરિકતા નહીં છીનવાય.