- ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીને દિશા અપાશે
- આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક પસાર કરાયું
- જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા બિલ રજૂ કરાયું
ગાંધીનગર : આયુર્વેદ યુનિવર્સિટીને દિશા આપવા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી વિધેયક 2021 સર્વાનુમતે પસાર કરાયું હતું. છેવાડાના માનવી સુધી ભારતીય આયુર્વેદ ચિકિત્સા પદ્ધતિ પહોંચાડી તેમની જીવનશૈલી વધુ સુદ્રઢ બનાવવા રાજ્ય સરકાર દ્વારા બિલ પસાર કરાયું હતું.
સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થઇ છે
આજના આધુનિક યુગમાં આપણી સદીઓ પુરાણી પારંપરિક ચિકિત્સા પદ્ધતિ ઘણી કારગર પુરવાર થઇ છે. પ્રાચીનકાળથી રોગોના ઉપચાર તથા રોગપ્રતિકારક શકિત વધારવા માટે તથા શરીરના વિવિધ પ્રકારના રોગોના નિદાન કરવા, સ્ત્રી તથા બાળરોગોનો અસરકારક નિરાકરણ કરવા દેશમાં ઉપલબ્ધ જડીબુટ્ટી, વનસ્પતિઓ તથા અન્ય સંસાધનોનો ઉપયોગ કરી, વિવિધ ચિકિત્સા પધ્ધતિઓ શરૂ કરવામાં આવી છે. આર્યુવેદ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિઓનો પ્રસાર-પ્રચાર થાય, ગ્રામીણ સ્તર સુધી છેવાડાના માનવી સુધી ભારતીય ચિકિત્સા પધ્ધતિ પહોચે તે જરૂરી છે.
આધુનિક જીવન પધ્ધતિના કારણે મનુષ્યમાં કામનો સ્ટ્રેસ વધ્યો
નાયબ મુખ્ય પ્રધાને કહ્યુ હતું કે, હાલની આધુનિક જીવન પધ્ધતિના કારણે મનુષ્યમાં કામનો સ્ટ્રેસ, આહાર-વિહારમાં પરિવર્તનના કારણે લાઇફ સ્ટાઇલ રોગોનું પ્રમાણ ખૂબ જ વધ્યું છે અને તેને યોગ તથા ભારતીય ચિકિત્સા પધ્ધતિથી નિયંત્રણમાં રાખી શકાય તેમજ જીવનશૈલી સુદ્રઢ બનાવા માટે આયુર્વેદની આ ભારતીય ચિકિત્સા પધ્ધતિઓ અસરકારક સાબિત થઇ શકે છે.
આ પણ વાંચોઃ ખાનગી યુનિવર્સિટી સુધારણા બિલ વિધાનસભામાં પસાર, રાજ્યની પ્રથમ મહિલા યુનિવર્સિટી સુરતમાં સ્થપાશે
ત્રણેય સંસ્થાઓને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી અલગ થશે નહીં
રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી, જામનગર સાથે જોડાયેલી ત્રણ પ્રતિષ્ઠિત સંસ્થાઓ ઇન્સ્ટિટ્યુટ ઓફ પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદા, ગુલાબ કુંવરબા આયુર્વેદ મહાવિદ્યાલય અને ધી ઇન્ડીયન ઇન્સ્ટિટ્યુટ ઓફ આયુર્વેદિક ફાર્માસ્યુટિકલ સાયન્સ ફાર્મસી યુનિટ સહિતને એકીકૃત કરીને સ્થાપવામાં આવી છે. ત્રણ સંસ્થાઓ ITRA Act, 2020 ની સ્થાપના અગાઉ ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી-જામનગર સાથે સંલગ્ન હતી. હવે ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ સ્થાપના થવાથી ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી સંલગ્ન આ ત્રણેય સંસ્થાઓને ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટીથી અલગ કરવાની હતી અને તે માટે ગુજરાત આયુર્વેદ યુનિવર્સિટી એક્ટ, 1965માં સુધારો કરવાનો હતો કે જેથી ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ કાર્યરત થઇ શકે છે. ઇન્સ્ટિટ્યુટ ઓફ ટીચીંગ એન્ડ રીસર્ચ ઇન આયુર્વેદ (ITRA) સ્થાપનાએ ગુજરાતને આયુર્વેદના ક્ષેત્રમાં એક આગવો દરજ્જો પ્રાપ્ત થયો છે.
આ પણ વાંચોઃ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ સુધારા બિલ વિધાનસભામાં પાસ