ETV Bharat / state

કોંગ્રેસના MLA ધરે પરત કર્યા! ચૂંટણી નહીં લડવાની શરતે કોંગ્રેસના MLAએ ભાજપનું કમળ ઝાલ્યું - Congress MLA from Jhalod

વિધાનસભાની ચૂંટણીને લઈને ભાજપ પક્ષ દ્વારા ઉમેદવારોની (Congress MLA joined BJP) જાહેરાત કરવામાં આવે તે પહેલાં ત્રણ જેટલા ધારાસભ્યોએ કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપમાં જોડાયા છે. ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય (Bhavesh Katara joined BJP) ભાવેશ કટારાએ રાજીનામું આપી કહ્યું હતું કે, મતભેદના કારણે મેં ભાજપ પક્ષ છોડ્યો હતો અને કોંગ્રેસમાં જોડાયો હતો, હવે એ મતભેદ રહ્યા નથી. (Gujarat Assembly Election 2022)

કોંગ્રેસના MLA ધરે પરત કર્યા! ચૂંટણી નહીં લડવાની શરતે કોંગ્રેસના MLAએ ભાજપનું કમળ ઝાલ્યું

author img

By

Published : Nov 11, 2022, 9:31 AM IST

ગાંધીનગર : ભાજપ પક્ષ દ્વારા વિધાનસભાના ઉમેદવારોની સત્તાવાર યાદીની જાહેરાત (Congress MLA joined BJP) કરવામાં આવે તે પહેલાં જ ત્રણ જેટલા કોંગ્રેસના ધારાસભ્યોએ કોંગ્રેસ પક્ષને પોતાનો હાથ બતાવીને હાથમાં કમળ ઝાલ્યું છે, ત્યારે 9 નવેમ્બરના મોડી રાત્રે ઝાલોદના કોંગ્રેસના ધારાસભ્ય ભાવેશ કટારાએ રાજીનામું આપ્યું હતું. તેઓએ ગઈકાલે બપોરે સત્તાવાર ભાજપમાં જોડાયા હતા અને તેઓએ નિવેદન આપ્યું હતું કે, હું ચૂંટણી નહીં લડવાની શરતે ભાજપમાં જોડાવ છું.(Bhavesh Katara joined BJP)

ચૂંટણી નહીં લડવાની શરતે કોંગ્રેસના MLAએ ભાજપનું કમળ ઝાલ્યું

ઝાલોદ વિધાનસભાની બેઠક પર ઉમેદવાર ભાજપ પક્ષ દ્વારા ગઈકાલે સત્તાવાર રીતે 160 જેટલા વિધાનસભા ઉમેદવારોની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ ગત મોડી રાત્રે ઝાલોદના ધારાસભ્ય તરીકે ભાવેશ કટારાએ કોંગ્રેસમાંથી રાજીનામું સત્તાવાર રીતે આપી દીધું છે. તેઓએ ગઈકાલે ભાજપ પક્ષ દ્વારા યાદી જાહેર કરવામાં આવી છે. તેમાં ઝાલોદ વિધાનસભા બેઠકોની કોઈપણ ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો નથી, ત્યારે ભાવેશ કટારા ભાજપમાંથી ચૂંટણી લડશે તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે.(Jhalod assembly seat)

રાજકીય કારકિર્દી ભાજપથી શરૂ થઈ ભાવેશ કટારાએ જણાવ્યું હતું કે, મારી રાજકીય કારકિર્દી ભાજપ પક્ષમાંથી શરૂ થઈ હતી. હું પહેલા ભાજપના યુવા મોરચા તરીકે હતો. પ્રદીપસિંહ વાઘેલા જ્યારે યુવા મોરચાના પ્રમુખ હતા, ત્યારે તેમની આગેવાનીમાં હું યુવા મોરચામાં અનેક જવાબદારીઓ સંભાળી ચૂક્યો છું, પરંતુ અમુક મતભેદના કારણે મેં ભાજપ પક્ષ છોડ્યો હતો અને કોંગ્રેસમાં જોડાયો હતો. હવે એ મતભેદ રહ્યા નથી, એટલે જ હું આજે ભાજપમાં ફરી જોડાયો છું. (Congress MLA from Jhalod)

વર્ષ 2017ની ચૂંટણીનું ગણિત વર્ષ 2017 વિધાનસભા ચૂંટણીની મત ગણતરીની વાત કરવામાં આવે તો ભાવેશ કટારાને કોંગ્રેસ પક્ષથી ઝાલોદ વિધાનસભા બેઠક પરથી ચૂંટણી લડી હતી. જ્યારે ભાજપ પક્ષે મહેશ ભુરિયાને ટિકિટ આપી હતી. ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપના ઉમેદવારને મહેશ ભુરિયાને 60,668 મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ભાવેશ કટારાને 86,077 મત મેળવીને 25,409 મતથી જીત મેળવી હતી.(Gujarat Assembly Election 2022)

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.