ETV Bharat / state

Assembly Election 2022: 10 ઓક્ટોબરના દિવસે જાહેર થશે વિધાનસભા ચૂંટણીની ડ્રાફ્ટ મતદારયાદી - Voter list by name

ગુજરાત વિધાનસભા ચૂંટણી (Gujarat Assembly Election 2022)આવી રહી છે. વિધાનસભા ચૂંટણીને લઈને 10 ઓક્ટોબરના દિવસે ડ્રાફ્ટ મતદારયાદી (draft voter list)જાહેર કરવામાં આવશે. રાજ્યમાં 21 ઓગસ્ટ 28 ઓગસ્ટ ચાર સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર એમ સળંગ ચાર રવિવારના રોજ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે રાજ્યમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

Gujarat Assembly Election 2022: વિધાનસભા ચૂંટણીની 10 ઓક્ટોબરના દિવસે જાહેર થશે ડ્રાફ્ટ મતદારયાદી

author img

By

Published : Aug 8, 2022, 7:42 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભા ચૂંટણીને ગણતરીના મહિનાઓની (Gujarat Assembly Election 2022)વાર છે. રાજ્ય ચૂંટણી પંચ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમાં પ્રથમ તબક્કાની વાત કરવામાં આવે તો મતદાર યાદીની સંપૂર્ણપણે તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે અને સમગ્ર રાજ્યમાં 21 ઓગસ્ટ 28 ઓગસ્ટ ચાર સપ્ટેમ્બર અને 11 સપ્ટેમ્બર એમ સળંગ ચાર રવિવારના રોજ મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા માટે રાજ્યમાં સઘન ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

6.65 લાખ નવા મતદારો - 1 જાન્યુઆરી 2022 સુધીમાં સમગ્ર રાજ્યમાં કુલ છ લાખથી વધુ નવા મતદારોનો મતદાર યાદીમાં (draft voter list)સમાવેશ કરવામાં આવ્યો હોવાની જાહેરાત રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ જાહેરાત કરી હતી. આ ઉપરાંત આગામી દિવસોમાં નવા મતદાર તરીકેની લાયકાતની વર્ષમાં ચાર તારીખો ના કારણે એક ઓક્ટોબરના રોજ 18 વર્ષ પૂર્ણ કરનાર યુવા મતદારોને (Gujarat Voter List 2022 )પણ આગામી વિધાનસભાની ચૂંટણીમાં મતદાન કરવાની તક મળશે, જ્યારે ગુજરાતમાં વધુમાં વધુ યુવા મતદારોની નોંધણી થાય તેને ધ્યાનમાં લઈને રાજ્ય ચૂંટણી પંચ દ્વારા આગામી દિવસોમાં કોલેજોમાં ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવશે.

ગુજરાત વિધાનસભા ચૂંટણી

આ પણ વાંચોઃ Voter I card be linked to Aadhaar : જાણો કેમ જરુરી છે આ બંને કાર્ડનું લિન્ક અપ

ગુજરાતમાં અત્યારે કેટલા મતદારો - ગુજરાતમાં 2,50,06,770 પુરુષ મતદારો અને 2,33,67,760 મહિલા મતદારો છે. જ્યારે 1291 અન્ય મતદારો છે અને કુલ 4,83,75,821 મતદારો છે. 51,782 મતદાન મથકો છે.

અનેક નામો કમી થાય તેવી શકયતાઓ - કોરોનાની વૈશ્વિક મહામારીમાં ગુજરાતમાં અનેક લોકોના દુઃખદ મૃત્યુ થયા છે ત્યારે મતદાર યાદીમાં આ લોકોના નામ પણ કમી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારના કોરોનામાં મૃત્યુ આંકની વાત કરવામાં આવે તો આરોગ્ય વિભાગ દ્વારા 10,700 જેટલા મૃત્યુ આંક દર્શાવવામાં આવ્યા છે, જ્યારે અનેક લોકોના મૃત્યુ અન્ય કારણોસર પણ થયા છે જેથી અનેક લોકોના નામ મતદારયાદીમાંથી રદ કરવામાં આવશે.

10 ઓક્ટોબરના દિવસે રજૂ થશે ડ્રાફ્ટ મતદારયાદી - રાજ્ય ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતી પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે 10 ઓક્ટોબરના દિવસે પ્રથમ ડ્રાફ્ટ મતદાર યાદી રજૂ કરવામાં આવશે. જેમાં જો કોઈ લોકોને વાંધો હોય તો તેની અરજી કરી શકે છે અને ત્યારબાદ 12 ઓક્ટોબરના દિવસે અંતિમ મતદાર યાદી રજૂ થશે ઉલ્લેખનીય છે કે વિધાનસભાની ચૂંટણી પહેલા ના બે મહિના પહેલા જ રાજ્યો ચૂંટણી પંચ દ્વારા અંતિમ મતદાર યાદી ની જાહેરાત કરી દેવામાં આવશે.

આ પણ વાંચોઃ Gujarat Assembly Election 2022: રાજ્યમાં મતદારોની સંખ્યામાં મોટો વધારો, કુલ 4,84,72,764 મતદારો કરી શકશે માતાધિકારનો ઉપયોગ

રાજ્યમાં મતદારયાદીની ઝુંબેશ - વિધાનસભા ચૂંટણી પહેલા રાજ્યની મતદાર યાદી તૈયાર કરવા માટે રાજ્ય ચૂંટણી પંચ દ્વારા મતદાર યાદી શરૂ કરવામાં આવી છે. જેમાં 11 સપ્ટેમ્બર સુધી એમ ચાર રવિવારના રોજ મતદારયાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા ઝુંબેશ હાથ ધરવામાં આવશે. જેમાં સવારના 10 કલાકથી સાંજના પાંચ કલાક સુધી હક દાવા અને અરજીઓનો સ્વીકાર કરવામાં આવશે, જ્યારે મતદારયાદીમાં એક ભાગમાંથી અન્ય ભાગમાં નામ તબદિલ કરવા કે સરનામા ફેરફાર કરવા આધાર નંબર ઉમેરવા દિવ્યાંક મતદાર તરીકે નોંધ કરાવવા ફોમ નંબર 6, 6ક,6ખ, 7 અને આઠ મેળવવાની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઉપરાંત એક ઓક્ટોબર 2022 ની લાયકાતની તારીખના સંદર્ભમાં ખાસ કરીને પ્રથમ વખત મતદાર બનનાર લાયક યુવા નાગરિકો અને બાકી રહી ગયેલા લાયક નાગરિકોની મતદાર તરીકે નોંધણીની બાબત પર પણ ખાસ ભાર મૂકવામાં આવશે.

ઇલેક્શન કાર્ડમાં આધાર અને મોબાઈલની નોંધણી - કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા ઇલેક્શન કાર્ડમાં આધારકાર્ડ અને મોબાઈલ કાર્ડની નોંધણી કરવાની જાહેરાત કરવામાં આવી છે ત્યારે ગુજરાત રાજ્યના ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીય પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે ગુજરાતમાં પણ ઇલેક્શન કાર્ડ સાથે આધારકાર્ડ અને મોબાઈલની નોંધણીની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જે તમામ નાગરિકો માટે ફરજિયાત નથી જે નાગરિકો આધાર કાર્ડ અને મોબાઇલની નોંધણી કરાવવા માંગતા હોય તેવા નાગરિકો જ નોંધણી કરાવી શકશે જ્યારે આ સમગ્ર પ્રક્રિયા મરજીયાત છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.