ETV Bharat / state

પ્રચાર મેદાનમાં પીએમ, જુદા જુદા જિલ્લામાં 16 મહાસભાનું આયોજન - Gujarat Election BJP Campaign

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીના (Gujarat Legislative Assembly election) પ્રથમ તબક્કા માટે જોરશોરથી પ્રચાર શરૂ થઈ ગયો છે. ખાસ કરીને તમામ રાજકીય પક્ષો મહાનગરમાં ડંકા વગાડવા માટે એડીચોટીનું જોર (Gujarat BJP PM Modi) લગાવી રહ્યા છે. ભાજપે પોતાના દિલ્હીના મોટાનેતાઓને ગુજરાતમાં પ્રચાર હેતું ઊતાર્યા છે. જ્યારે આમ આદમી પાર્ટી તથા કોંગ્રેસ ગ્રામ્ય વિસ્તારોથી પ્રચારનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં વડાપ્રધાન મોદી ત્રણ દિવસની મુલાકાતમાં 16 જેટલી સભા સંબોધશે. જોઈએ એમના સમગ્ર કાર્યક્રમનો એક રીપોર્ટ

પ્રચાર મેદાનમાં પીએમ, જુદા જુદા જિલ્લામાં 16 મહાસભાનું આયોજન

author img

By

Published : Nov 20, 2022, 12:44 PM IST

ગાંધીનગર: ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં (Election Campaign PM Modi Gujarat programme) તમામ રાજકીય પક્ષો દ્વારા ઉમેદવારોની જાહેરાત કરી દેવામાં આવી છે અને પ્રથમ તબક્કાની ચૂંટણી એક ડિસેમ્બરના રોજ યોજાશે તથા બીજા તબક્કાની ચૂંટણી પંચ ડિસેમ્બરના રોજ યોજાશે ત્યારે હવે ફોર્મ ભરવાની અને ફોર્મ પરત ખેંચવાની તમામ તારીખો પૂર્ણ થઈ છે ત્યારે તમામ રાજકીય પક્ષના (Gujarat Election BJP Campaign) વડાઓ અને આગેવાનો ગુજરાતના પ્રવાસે છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની વાત કરવામાં આવે તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાતમાં અલગ અલગ જિલ્લા અને ઝોન પ્રમાણે કુલ ૧૬ જેટલી બેઠકો અને રોડ શો માં હાજરી આપશે.

16 મહાસભાનું આયોજન: ભાજપ તરફથી મળતી માહિતી પ્રમાણે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના મતદાન પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી સમગ્ર ગુજરાતમાં અલગ અલગ જિલ્લાઓ અને ઝોન પ્રમાણે કુલ 16 મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. જ્યારે તારીખ 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના કાર્યક્રમની વાત કરવામાં આવે તો અમરેલી, રાજકોટ જિલ્લાનું ધોરાજી ગીર સોમનાથમાં વેરાવળ અને ભાવનગરના બોટાદ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. આમ એક જ દિવસે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ચાર જેટલી મહાસભા અને રોડ શો કરશે.

આજુબાજુના જિલ્લાના ઉમેદવારોઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત વિધાનસભાની સામાન્ય ચૂંટણીના પ્રચાર પ્રસારના શ્રી ગણેશ કર્યા છે ત્યારે મળતી માહિતી મુજબ પીએમ મોદી 5 દિવસ માં 16 થી વધુ સભાઓ ગજવશે, જેમાં પીએમ મોદી સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં કરશે જાહેર સભાઓ કરશે. જયાં સભા હશે ત્યાં આસપાસના જિલ્લામાં ભાજપના ઉમેદવારો ઉમેદવારોને હાજર રાખવામાં આવશે. પીએમ મોદીની દહેગામ, દાહોદ, ભાવનગર, મહેસાણા, સુરેન્દ્રનગર, પાલનપુર, બાવળા, માતરમાં જંગી ચુંટણી સભાઓનું આયોજન કરવામાં આવ્યું છે.

કેજરીવાલ પણ ગુજરાતમાંઃ આમ આદમી પાર્ટીના સંયોજક અને દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ પણ ગુજરાતના ત્રણ દિવસના પ્રવાસે છે અને તેઓની પણ સૌરાષ્ટ્ર અનેક દક્ષિણ ગુજરાતમાં 16 તથા મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે. ટૂંક સમયમાં રાહુલ ગાંધીનો પણ સત્તાવાર કાર્યક્રમ જાહેર થશે જેમાં કોંગ્રેસના દિગજ નેતા રાહુલ ગાંધી પર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસનો પ્રચાર પ્રસાર અને રોડ શો તથા મહાસભામાં હાજરી આપશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.