ગાંધીનગર ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં (Gujarat Assembly Election 2022)ભાજપના 156 બેઠક ઉપર બમ્પર વિજય થયો છે. ત્યારે તારીખ 12 ડિસેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હાજરીમાં ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન(Chief Minister of Gujarat) તરીકે ભુપેન્દ્ર પટેલ અને અન્ય નેતાઓએ શપથ ગ્રહણ કર્યા છે. આજે 13 ડિસેમ્બરના રોજ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ સહિત તમામ નેતાઓએ પોતાના કાર્યાલયનો ચાર્જ સંભાળ્યો છે. ત્યારે તમને સવાલ થતો હશે કે મુખ્યપ્રધાનનું કાર્યાલય કેવું હશે? આજે અમારા આ ખાસ અહેવાલમાં જૂઓ કેવું છે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલનું (cm office gujarat) કાર્યાલય.
ભગવાન દાદાના આશીર્વાદ મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ ભગવાન દાદાને ખૂબ જ માને છે. ત્યારે સીએમ ભુપેન્દ્ર પટેલે પોતાના બેઠક સ્થાન સામે જ ભગવાન દાદાની સ્થાપના કરી છે. જયારે પહેલી વખત મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલના(Bhupendra Patel government Gujarat) નામની જાહેરાત કરવામાં આવી હતી. ત્યારે તેઓ કમલમ થી સીધા જ ત્રિમંદિર ભગવાન દાદાના દર્શન કરવા ગયા હતા. અને તે સમયથી જ પોતાના કાર્યાલયમાં તેમની બેઠકની સામે જ ભગવાનદાદાની મોટી મૂર્તિનું સ્થાપન કર્યું છે.આમ સતત ભગવાન દાદાના આશીર્વાદ મળતા રહે તેવા હેતુથી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ તેમની બેઠકની સામે જ ભગવાનદાદાનું સ્થાપન કર્યું છે.
કાર્યાલયમાં 4 દિગ્ગજો મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ જે જગ્યા ઉપર બેસીને ગુજરાતનું કામ સંભાળે છે તે જગ્યાની પાછળ આવેલી દિવાલ પર ચાર દિગ્ગજોના ફોટા પણ મૂકવામાં આવ્યા છે. પ્રથમ હરોળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ત્યારબાદ જવાહરલાલ નેહરૂ, અને દેશના રાષ્ટ્રપતિ દ્રોપદી ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી સરદાર વલ્લભભાઈ પટેલ અને દેશના પૂર્વ સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી બાજપાઈનો ફોટો મુકવામાં આવ્યો છે. એ તમામ ફોટાની ઉપર ગુજરાતનો મોટો નકશી કામ કરેલ ગ્રાફ પણ મુકવામાં આવ્યો છે. જ્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની ચેરની બાજુમાં અશોક સ્તંભ રાખવામાં આવ્યો છે. ચેમ્બરના સારંગપુર હનુમાનજી નો ફોટો મુકવામાં આવ્યો છે.
કમળનું પ્રતિબિંબ દિવાલ પર સૂર્યોદય થાય તેવું મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલની બેઠક છે તે જગ્યા પર કમળનું પ્રતિબિંબ દિવાલ પર તૈયાર કરવામાં આવ્યું છે. અને તે પ્રતિબિંબમાં સૂર્યોદય થતો હોય તેવુ સ્ટ્રકચર તૈયાર કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે જ્યારે ગુજરાતના તત્કાલીન મુખ્યપ્રધાન અને હાલમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીના વડપણ હેઠળ સ્વર્ણિમ સંકુલ 1 અને 2 તૈયાર કરવામાં આવ્યા હતા. જ્યારે આ એ જ કાર્યાલય છે. જેમાં મુખ્યપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી સ્વયમ સંકુલ એકમાં ત્રીજા માળે આવેલ કાર્યાલયમાં ફક્ત ત્રણ થી ચાર વર્ષ સુધી જ રહ્યા હતા. ત્યારબાદ વર્ષ 2014 માં તેઓ વડાપ્રધાન બન્યા હતા.
ગેલેરીમાં મોટો હીંચકો ગુજરાતના ગામ વિસ્તારોના તમામ ઘરોમાં એક હિંચકાઓ જોવા મળતા હોય છે. અને જ્યારે આરામનો સમય હોય ત્યારે લોકો હિંચકા ઉપર બેસીને સમય પસાર કરતા હોય છે. ત્યારે ગુજરાતમાં સૌથી વ્યસ્ત ગણાતા એવા મુખ્ય પ્રધાનના કાર્યાલયમાં પણ એક મોટો હિંચકો મૂકવામાં આવ્યો છે. ઉલ્લેખની એ છે કે હજી સુધી તો મુખ્યપ્રધાન તરીકે ભુપેન્દ્ર પટેલે આ હીચકાનો ઉપયોગ કર્યો છે કે નહીં તેની હજુ સુધી સત્તાવાર માહિતી તો નથી. પરંતુ જ્યારથી મુખ્યપ્રધાનનું કાર્યાલય તૈયાર થયું છે ત્યારથી આ હિંચકો અહીંયા રાખવામાં આવ્યો છે.
ગુજરાતના સિંહને કાર્યાલયમાં સમગ્ર વિશ્વમાં ગુજરાતના સિંહ ખૂબ જ પ્રખ્યાત છે. દેશ વિદેશથી પ્રવાસીઓ ગુજરાતના ગીર જંગલમાં પ્રવાસે આવતા હોય છે. ત્યારે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યાલયમાં પણ સિંહના ફોટા મુકવામા આવ્યા છે. આ ફોટામાં સિંહ ત્રાડ પાડતા હોય તેવા ફોટા મુકવામાં આવ્યા છે. જ્યારે મુખ્ય ઓફિસની અંદર એક એન્ટી ચેમ્બર અને જમણી બાજુમાં કોન્ફરન્સ હોલ પણ છે. જેમાં અધિકારીઓ સાથે સીએમ બેઠક કરી શકે તેવી વ્યવસ્થા છે. જ્યારે કુલ 3 ઓફીસ થાય એટલી એક જ ઓફીસ મુખ્યપ્રધાનની છે.
પોઝિટિવ એનર્જી મનોચિકિત્સક પ્રશાંત ભીમાણી મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલના કાર્યક્રમમાં મૂકવામાં આવેલ ભગવાન દાદાની મૂર્તિ હોય વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ફોટા હોય કે પછી ભારત દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી, રાષ્ટ્રપતિ દ્રોપદી હોય કે પછી ઉગતા સૂર્યનો ફોટો બાબતે મનોચિકિત્સક પ્રશાંત ભીમાણીએ etv ભારત સાથેની ટેલીફોનીક વાતચીતમાં જણાવ્યું હતું કે જે વ્યક્તિ જેને માનતી હોય અને ના ફોટા ઓફીસ કે ઘરમાં મુકવામાં આવે તો આ પ્રકારના ફોટો અને પેઇન્ટિંગ મૂકવાથી ઓફિસમાં એક પોઝિટિવ એનર્જીનું વાતાવરણ ઊભું થાય છે, સિક્યુરિટી ફિલ થાય છે. બધું બરાબર હોય છે તેવું લાગે છે. જ્યારે ઓફિસમાં બહાર નો વ્યક્તિ આવે તો પણ એ પોઝિટિવ વાતાવરણમાં ભળી જાય છે. જો સામે વાળાની પણ શ્રદ્ધા હોય તો એનર્જી ડબલ થઈ જાય છે.
વાસ્તુ શાસ્ત્ર ગોઠવણી ઇન્ટિરિયર ડિઝાઈનર મંથન ગાંણત્રા ETV ભારત સાથે ખાસ વાત કરતા જણાવ્યું હતું કે ઇન્ટિરિયર ડિઝાઈનર વાસ્તુશાસ્ત્રના એક્સપર્ટ સાથે રાખીને ઓફીસ તૈયાર કરવામાં આવશે. દિશા અને ઓફિસના ફર્નિચરને ધ્યાનમાં રાખીને ઇન્ટિરિયર કરવામાં આવે છે. ભગવાનના ફોટો અને મૂર્તિઓ દિશા અને વાસ્તુ શાસ્ત્ર મુજબ કરવામાં આવે છે.