ગાંધીનગરઃભાજપ ઇલેક્શન મોડમાં (Gujarat Assembly Election 2022)આવી ગઈ છે. ત્યારે બેઠકોનો દોર ચાલી રહ્યો છે. કમલમ ખાતે આજે બેઠક યોજવમાં આવી હતી. જેમાં વિધાનસભા ચૂંટણી અને સી. આર. પાટીલના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી સાથે જ પેજ સમિતિ કામગીરી પર પણ જોર આપવામાં આવ્યું હતું.
કમલમ ખાતે બેઠક યોજવામાં આવી
આજે બીજેપી પ્રદેશ કાર્યલાય કમલમ ખાતે બેઠક (BJP seat in Kamalam)યોજવામાં આવી હતી. પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ અને સહ પ્રભારી સુધીર ગુપ્તાની અધ્યક્ષતામાં યોજાયેલી આ બેઠકમાં રાજ્યના સાંસદ,ધારાસભ્ય મહાનગર અને પ્રદેશના મુખ્ય હોદ્દેદાર હાજર રહ્યા હતા. જેમાં વિધાનસભા ચૂંટણી અને પેજ સમિતિની કામગીરી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.
આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા
ભાજપે બેઠકમાં આગામી કાર્યક્રમ અને સી આર પાટીલના પ્રવાસ અંગે ચર્ચા કરવામાં આવી હતી.પાટીલ આગામી સમયમાં વન ડે વન ડિસ્ટ્રીકટના(One Day One District Programme) પ્રવાસ પર જશે. જેને લઈને પણ પણ ચર્ચા કરવામાં આવી હતી. જે પ્રવાસ દરમિયાન પાટીલ શક્તિ કેન્દ્ર ઇન્ચાર્જ થી સાંસદ સુધીના હોદ્દેદાર અને નેતાઓ સાથે ચર્ચા કરશે અને તૃટીઓ સુધારવા પ્રયાસ કરશે. આમ બીજેપીએ આજની બેઠકમાં તમામ મહત્વના મુદ્દે ચર્ચા કરી અને આગામી ચૂંટણીની રણનીતિ પર ચર્ચા કરી હતી.હાજર તમામને લેશન પણ આપવામાં આવ્યું હતું.
આ પણ વાંચોઃ Department of Energy Online Paper Leak 2022 : પરીક્ષા પાસ કરાવવા 22 લાખ લેવાયાનો યુવરાજસિંહ જાડેજાએ આક્ષેપ કર્યો