ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભા ગૃહમાં આજે પ્રશ્નોત્તરી દરમિયાન વિશેષ માગણીઓ અને ચર્ચા કરવામાં આવી હતી. તેમાં નર્મદાનો મુદ્દો પણ સામેલ હતો. ત્યારે કૉંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નર્મદાના પાણી અંગે વિધાનસભા ગૃહમાં નિવેદન આપ્યું હતું કે, રાજ્ય સરકારે 5,950 કરોડની જે ફાળવણી કરી છે. એમાં ઉલ્લેખ કર્યો છે કે, નર્મદા યોજનાના કમાન્ડ હેઠળ અંદાજે 18,00,000 હેક્ટર વિસ્તાર આવરી લેવાયો છે, પરંતુ મારી જાણકારી મુજબ, આ 18 લાખ હેક્ટરમાંથી આપણે 7 કે 8 લાખથી વધુ જમીનોને સિંચાઈનું પાણી આપી શક્યા નથી. આમાંથી વધારાનું પાણી સાબરમતીમાં સી પ્લેન ઉડાડવા અને અદાણી શાંતિગ્રામમા પાણી આપવામાં આવે છે.
90 ટકા વધુ કેચમેન્ટ વિસ્તાર મધ્યપ્રદેશમાંઃ વિધાનસભા ગૃહમાં કૉંગી ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું કે, વર્ષ 1979માં આપણને એવોર્ડ મળ્યો હતો અને રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર અને ગુજરાતની આ આંતરરાજ્ય યોજના છે. જ્યારે 90 ટકાથી વધુ કેચપ એરિયા મધ્યપ્રદેશમાં છે, જે 85,000 સ્ક્વેર કિલોમીટર છે. જ્યારે મહારાષ્ટ્ર એરિયા 1,600 કિલોમીટર છે. જ્યારે ગુજરાતનો કેચમેન્ટ એરિયા 9,800 સ્ક્વેર કિલોમીટર છે. એટલે મધ્યપ્રદેશ ગુજરાત કરતા લગભગ 10 ગણો કેચમેન્ટ એરિયા ધરાવે છે. તેમ છતાં જેતે વખતની ગુજરાત સરકાર દ્વારા ધારદાર રજૂઆતના કારણે 28 મિલિયન એકર ફિટમાંથી આપણે ભાગમાં 9 મિલિયન એક જ ફીટ પાણી આવ્યું હતું.
હજી 50 ટકા કામ બાકીઃ તેમણે વધુમાં જણાવ્યું હતું કે, આમાંથી વર્ષ 2024-25 સુધીમાં આપણે 18 લાખ હેક્ટર જમીનને સિંચાઈ પૂરી પાડવાની હતી, પરંતુ હજી પણ 50 ટકા કામ પત્યું નથી અને 50 ટકા કામ બાકી હોવાના કારણે લગભગ 10 લાખથી વધુ ખેડૂતો આ સરદાર સરોવર પ્રોજેક્ટના સિંચાઈના લાભથી વંચિત હોવાનું વિધાનસભા ગૃહમાં જિગ્નેશ મેવાણીએ નિવેદન આપ્યું હતું.
વોટર રેગ્યુલેટરી ઑથોરિટીની જાહેરાત પણ ક્યાંય ઓફીસ નહીંઃ વિધાનસભા ગૃહમાં ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ ઉંમેર્યું હતું કે, ગુજરાત સરકારે 14 ફેબ્રુઆરી 2012ના રોજ આખા ગુજરાતમાં પાણીના આયોજન માટે એક ગુજરાત સ્ટેટ ગુજરાત વોટર રેગ્યુલેટરી ઑથોરિટીનું નિર્માણ કરવાની જાહેરાત કરી હતી, જેમાં આજ દિન સુધી એની ક્યાંય ઓફિસ બની નથી અને કમાન્ડ એરિયાની બહાર ક્યાંય પાણી આપી શકાય નહીં તેવી પણ સ્પષ્ટ જોગવાઈ છે.
નર્મદાના પાણી અંગે આક્ષેપઃ ધારાસભ્યએ જણાવ્યું હતું કે, જો તેનું વાયોલેશન કરવામાં આવે તો, વર્ષ 2024-25માં રિવ્યૂ માટે આપણે ચારેય રાજ્યોએ બેસવાનું છે. ત્યારે સાણંદ જોડેના કેન્સવિલાના ગૉલ્ફ કોર્સમાં, અદાણીના શાંતિગ્રામમાં અને સી પ્લેન ઉડાડવા માટે રિવરફ્રન્ટમાં આ સિંચાઈનું પાણી આપવામાં આવ્યું છે. આ બધું જ નર્મદા સ્ટેટ કન્ટ્રોલ ઑથોરિટીના રેકોર્ડમાં પણ જમા થયું છે. ત્યારે ગુજરાતની પરિસ્થિતિ અંગે આપણે બહુ ભીંસમાં મૂકાવવાના હોવાનું નિવેદન પણ તેમણે કર્યું હતું.
નર્મદાના રિવ્યૂ માટે મધ્યપ્રદેશે સેક્રેટિયરલ ઊભું કર્યું ગુજરાતે શું કર્યું ?: ધારાસભ્યએ સરકારને પ્રશ્ન કરતા જણાવ્યું હતું કે, મધ્યપ્રદેશ રાજ્યમાં નર્મદાને ધ્યાનમાં લઈને મધ્યપ્રદેશ સરકારે સ્પેશિયલ સેક્રેટ ઊભું કરી દીધું છે. જ્યારે આપણે રિવ્યૂ માટે કોઈ ડિફેન્સ અથવા તો કોઈ જ પ્રકારનું પેપર વર્ક કશું તૈયાર નથી. આ એવા સમયમાં થઈ રહ્યું છે જ્યારે કેન્દ્ર સરકાર 1થી વધારે પોતાના અહેવાલમાં સતત એવું કહ્યું છે કે, ગુજરાતના 69 તાલુકાઓ સેમિક્રીટિકલમાં આવે છે. બાયતાલુકા ક્રિટિકલ અને 41 તાલુકા ખાસ કરીને ઉત્તર ગુજરાતના છે. એ ઓવર એક્સપ્લોટરીની કેટેગરીમાં આવે છે. તો નર્મદાના સિંચાઈના પાણીનો લાભ આપણને જો મળતો હોય તો. રેઈન વોટર હાર્વેસ્ટિંગ કરતા હોય ભૂગર્ભ જળ એ રિચાર્જ કરવાની સ્ટેટવાઈડ રાજ્ય વ્યાપી યોજના હોય તો સવાસો તાલુકા ક્રિટિકલ સેમીક્રિટિકલ અને ઑવર એક્સપ્લોરિટરીની કેટેગરીમાંથી છેલ્લા 10 વર્ષમાંથી કેમ બહાર નથી આવતા.