ગાંધીનગર: ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર 23 ફેબ્રુઆરીના રોજ શરૂ થઈ રહ્યું છે. આ બજેટ સત્રની અંદર કઈ રીતે કામગીરી કરવી તે બાબતે આજે ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોની ગાંધીનગરમાં બેઠક યોજાઈ હતી. વિધાનસભાના ચોથા માળે ભાજપ ધારાસભ્ય દળની બેઠક યોજાઇ હતી. જ્યારે ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ ધારાસભ્ય દળની બેઠક યોજાઈ હતી.
ધારાસભ્યો ગેરહાજર: ગુજરાત વિધાનસભાના ચોથા માટે યોજાયેલી ભાજપના ધારાસભ્ય દરની બેઠકમાં 30થી વધારે ધારાસભ્ય ગેરહાજર રહ્યા હતા. શરૂઆતના તબક્કે ફક્ત 100 જેટલા ધારાસભ્યો હાજર રહ્યા હતા. સીએમ ભુપેન્દ્ર પટેલ અને સી.આર.પાટીલ આવતા એમની સાથે અમુક ધારાસભ્યો આવ્યા હતા. અંતે મળતી માહિતી પ્રમાણે 20 જેટલા ધારાસભ્યો ગેરહાજર રહ્યા હતા.
ભાજપ સત્તા પરઃ ઉલ્લેખનીય છે કે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં 156 બેઠક સાથે ભાજપ પક્ષ વિજય થયો છે. ત્યારે 156 બેઠકમાંથી અનેક ધારાસભ્યો ધારાસભ્ય દળની બેઠકમાં ગેરહાજર રહ્યા હતા. જ્યારે ગેરહાજર રહેલા ધારાસભ્યોએ પક્ષને કારણ આપીને અને અગાઉ જાણ કરી હોવાનું પણ સામે આવ્યું છે. ભાજપ દળની બેઠકમાં રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ, સહિત પ્રધાન મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા.
સરકારનો વિરોધ: ગુજરાત વિધાનસભાના બજેટ ક્ષેત્રમાં કોંગ્રેસના 17 ધારાસભ્યોએ ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે બેઠક યોજી હતી. જેમાં ગેનીબેન ઠાકોર સિવાય તમામ ધારાસભ્યો હાજર રહ્યા હતા. જ્યારે ગુજરાત વિધાનસભા ગૃહની કામગીરી દરમિયાન કઈ બાબતે વિરોધ કરવો અને કયા બાબતના પ્રશ્ન ઉઠાવવા તે બાબતની પણ પ્રાથમિક ચર્ચા બેઠકમાં કરવામાં આવી હતી.
આ પણ વાંચો રાજ્યની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓના અધિકારીઓની યોજાઈ સંયુક્ત બેઠક, CM પટેલે આપ્યા સૂચનો
પ્રધાન ઋષિકેશ પટેલની વાતઃ ભાજપ પક્ષની બેઠક બાબતે રાજ્ય સરકારના પ્રધાન ઋષિકેશ પટેલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે 70 થી 80 જેટલા ધારાસભ્યો નવા છે. તેમનો પરિચય કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગુજરાત વિધાનસભાની કામગીરી અને પ્રણાલીથી નવા ધારાસભ્યોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. આ ઉપરાંત કાર્યવાહી સારી રીતે ચાલે અને વિરોધ થાય તો કઈ રીતે તેને ટાળવો તે બાબતની પણ ચર્ચા અને આયોજન આજની બેઠકમાં કરવામાં આવ્યું છે.
વિપક્ષ બેઠકમાં થઈ ચર્ચા: ગાંધીનગર સર્કિટ હાઉસ ખાતે કોંગ્રેસ પક્ષના ધારાસભ્યોની પણ બેઠક મળી હતી. જે બાબતે કોંગ્રેસ પક્ષના નેતા અમિત ચાવડાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, વિપક્ષ એટલે પ્રજાનો અવાજ અને ગુજરાત વિધાનસભાના નિયમો સ્પષ્ટ છે કે શાસક પક્ષ પછી જે પક્ષ હોય તેને વિપક્ષના નેતાનું પદ મળે છે. જ્યારે ભૂતકાળમાં પણ ઓછા સંખ્યા બરવાળા પણ વિપક્ષમાં નેતાના પદ માટે આપવામાં આવ્યું છે.
કોઈ નિર્ણય લેવાયો: સરકાર દ્વારા અને વિધાનસભા દ્વારા હજી સુધી કોઈ નિર્ણય લેવાયો નથી. આ સાથે કે સ્પીકર આગામી દિવસમાં યોગ્ય નિર્ણય કરશે. સાથે જ આ બજેટ સત્રમાં ગુજરાતની જનતાના પ્રશ્નો સરકારની નિષ્ફળતાને ઉજાગર કરવામાં આવશે. પ્રજા મંદી મોંઘવારી ભ્રષ્ટાચારથી ટ્રસ્ટ છે યુવાનો સાથે ખીલવાડ થઈ રહ્યા છે. નાની બાળકીઓ ઉપર અત્યાચાર થઈ રહ્યા છે. ત્યારે આ તમામ મુદ્દે કોંગ્રેસ પક્ષ વિધાનસભાના ઉપર પ્રશ્નો ઉઠાવશે. જ્યારે અન્યાય અત્યાચાર અને રૂપિયાના બગાડની વાત પણ આવશે. ત્યારે દરેક જ જગ્યાએ જનતાનો અવાજ ઉઠાવીશું.