ETV Bharat / state

Gujarat Assembly Budget Session 2023: પશુ દવાખાનાઓની ખાલીખમની પરિસ્થિતિ અંગે રાઘવજી પટેલે રીપોર્ટ આપ્યો

રાજ્યના પશુ દવાખાનાઓ ખાલીખમની પરિસ્થિતિ જોવા મળી રહી છે. ગુજરાતમાં 441 પશુ ચિકિત્સા અધિકારી અને 754 પશુધન નિરીક્ષકની ઘટ જોવા મળી રહી છે. ટૂંક સમયમાં અને વેલી તકે ખાલી જગ્યાઓ કરવામાં આવશે. તેવો પ્રતિ ઉત્તર વિધાનસભા ગૃહમાં રાઘવજી પટેલે આપ્યો હતો.

author img

By

Published : Mar 1, 2023, 2:05 PM IST

રાજ્યના પશુ દવાખાનાઓ ખાલીખમ ની પરિસ્થિતિ, 441 પશુ ચિકિત્સા અધિકારી અને 754 પશુધન નિરીક્ષકની ઘટ

ગાંધીનગર: રાજય સરકારની સિવિલ હોસ્પિટલમાં સ્ટાફની અછત હોય છે. તેવી જ રીતે હવે રાજ્યના પશુ દવાખાનામાં પણ સ્ટાફની અછત સામે આવી છે. ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરી કાળમાં કોંગ્રેસના ધારાસભ્ય રાજ્યના પશુ ચિકિત્સા અધિકારી વર્ગ-2 અને પશુધન નિરીક્ષકોની જગ્યા બાબતમાં પ્રશ્ન કર્યો હતા. જેમાં ગુજરાતના 33 જિલ્લામાં કુલ 441 જેટલા પશુ ચિકિત્સા અધિકારી અને 754 પશુધન નિરીક્ષકોની ઘટ સામે આવી છે.

38 અધિકારીઓની નિમણુંક: રાજ્ય સરકારના પશુપાલન નેતા રાઘવજી પટેલે દ્વારા પ્રશ્નોત્તરીમાં જવાબ આપતા જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં એટલે કે વર્ષ 2021 માં પશુ ચિકિત્સા અધિકારી એક અને પશુધન નિરીક્ષક કોઈ પાંચ અધિકારીઓને નિમણૂંક કરવામાં આવી હતી. જ્યારે વર્ષ 2022માં એક પણ પશુ ચિકિત્સાથી કરીને નિમણૂક કરાવી નથી. જ્યારે 32 જેટલા પશુધન નિરીક્ષકોની ભરતી કરવામાં આવી હતી. આમ વર્ષ 2020 અને 22 માં ફક્ત અધિકારી અને પશુધન નિરીક્ષકમાં 38 જેટલા અધિકારીઓની જ નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચો Gandhinagar Crime News : બ્રિજકુમાર યાદવને ગેરકાયદે વિદેશ મોકલવા ખોટા દસ્તાવેજ બનાવાયાં, બે આરોપીની ધરપકડ

પશુ ચિકિત્સા અધિકારીની આટલી જગ્યા ખાલી: અમદાવાદ 20, અમરેલી 28, આણંદ 06, બનાસકાંઠા 23,ભરૂચ 17, ભાવનગર 20, બોટાદ 05, દાહોદ 14, ડાંગ 02, ગાંધીનગર 07,જામનગર 24, જૂનાગઢ 17,ગીર સોમનાથ 14, કચ્છ 30, ખેડા 07, મહેસાણા 09,નર્મદા 14, નવસારી 15,પંચમહાલ 15, મહીસાગર 13,પાટણ 17 ,પોરબંદર 08, રાજકોટ 20,મોરબી 09, સાબરકાંઠા 13, સુરત 14, સુરેન્દ્રનગર 17, તાપી 05 , બરોડા 08, છોટાઉદેપુર 08, વલસાડ 02, અરવલ્લી 10 આ તમામ જિલ્લાઓમાં પશુ ચિકિત્સા અધિકારીઓની આંકડા અનૂસાર જગ્યાઓ ખાલી છે.

પશુધન નિરીક્ષક આટલી જગ્યા ખાલી: અમદાવાદ 13,અમરેલી 51,આણંદ 16,બનાસકાંઠા 12,ભરૂચ 79, ભાવનગર 19, બોટાદ 13, દાહોદ 19, ડાંગ 08, ગાંધીનગર 05 ,જામનગર 18,જૂનાગઢ 09, ગીર સોમનાથ 02, કચ્છ 66,ખેડા 06,મહેસાણા 09, નર્મદા 33,નવસારી 33, પંચમહાલ 20, મહીસાગર 11, પાટણ 07,પોરબંદર 11,રાજકોટ 52,મોરબી 20 ,સાબરકાંઠા 09,સુરત 63,સુરેન્દ્રનગર 26,તાપી 37,બરોડા 34 ,છોટાઉદેપુર 28 ,વલસાડ 13,અરવલ્લી 07 આ તમામ જિલ્લાઓમાં પશુધન નિરીક્ષક જગ્યા ખાલી છે.

આ પણ વાંચો Gandhinagar News : રૂપિયા, દારૂ, ચવાણું વેચ્યું છે એટલે લોકોએ મત આપ્યા, કોર્પોરેટરનો ઓડિયો વાઈરલ

સૌથી વધુ ઘટ ક્યાં: રાજ્ય સરકાર દ્વારા પશુઓની સારવાર માટે રાજ્યના તમામ જિલ્લાઓમાં પશુ હોસ્પિટલ કાર્યરત કરવામાં આવી છે. જેમાં 31 ડિસેમ્બર 2022 ની પરિસ્થિતિએ રાજ્યના જામનગર જિલ્લામાં 24 અને અમરેલી જિલ્લામાં સૌથી વધુ 28 જેટલા અધિકારી વર્ગ-2 ની જગ્યાઓ ખાલી પડી છે. જ્યારે પશુ નિરીક્ષકની વાત કરવામાં આવે તો સૌથી વધુ ખાલી જગ્યાઓ કચ્છ જિલ્લામાં 66 અને સુરતમાં 63 જેટલા પશુધન નિરીક્ષકો ની જગ્યા ખાલી છે.

સમયમાં થશે ભરતી પ્રક્રિયા: ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગીર સોમનાથના કોંગ્રેસના ધારાસભ્ય વિમલ ચુડાસમાએ પણ ગીર સોમનાથ જિલ્લાથી પશુ હોસ્પિટલના સ્ટાફઘટ બાબતનો પ્રશ્ન કર્યો હતો. તેનાથી ઉત્તરમાં રાઘવજી પટેલ જણાવ્યું હતું કે ટૂંક સમયમાં આજે આપત્તિ શરૂ થશે. પશુધન નિરીક્ષક માટે ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળને મોકલેલ માંગણી પત્રકો અન્વયે જગ્યાઓ ભરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ટૂંક સમયમાં અને વેલી તકે ખાલી જગ્યાઓ કરવામાં આવશે. તેવો પ્રતિ ઉત્તર વિધાનસભા ગૃહમાં રાઘવજી પટેલે આપ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.