ETV Bharat / state

14મી વિધાનસભા: 2023માં નવી સરકાર,નવા પ્રધાન જોવા મળશે જુના જોગીઓ કપાશે

જ્યારે 14મી વિધાનસભા (Gujarat Assembly Election) દરમિયાન ઉંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ અને કોંગ્રેસના ડોકટર અનિલ જોશીયારાનું નિધન નીપજ્યું હતું. જ્યારે 14મી (Gujarat Assembly seat) વિધાનસભા મળી ત્યારે વર્ષ 2018ની પ્રથમ બેઠકમાં ભાજપ ના 99 ધારાસભ્યો, કોંગ્રેસના 77 ધારાસભ્યો અપક્ષ 1, બિટીપી 2 અને એન.સી.પીના 2 ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા.

14મી વિધાનસભા: 2023માં નવી સરકાર,નવા પ્રધાન જોવા મળશે જુના જોગીઓ કપાશે
14મી વિધાનસભા: 2023માં નવી સરકાર,નવા પ્રધાન જોવા મળશે જુના જોગીઓ કપાશે
author img

By

Published : Sep 20, 2022, 10:11 PM IST

ગાંધીનગર: ગુજરાત રાજ્યની 14મી (Gujarat Assembly Election) વિધાનસભા ના અંતિમ ચોમાસુ સત્ર 21 અને 22 સપ્ટેમ્બર ના રોજ યોજાશે. અગાઉ 31 માર્ચ 2022ના બજેટ સેશનનો અંત દિવસ હતો મહત્વની વાત કરવામાં આવે (Gujarat Assembly seat) તો બજેટ સેશનના અંતિમ દિવસે તમામ ધારાસભ્યોના ફોટો સેશન પણ રાખવામાં આવ્યા હતા. ગુજરાત વિધાનસભાની અનોખી વાત કરવામાં આવે તો ગુજરાત રાજ્યએ દેશને પ્રથમ મહિલા સ્પીકર તરીકે નીમાબેન આચાર્યને નિમણૂક કરવામાં આવી હતી.

પક્ષ વાર ધારાસભ્યો: 14મી વિધાનસભા ગૃહમાં ધારાસભ્યોની વાત કરવામાં આવે તો ભાજપ પક્ષના 111 ધારાસભ્યો, કોંગ્રેસના 64 અને એન સી પી 1, બિટીપી 2 અને અપક્ષ તરીકે 1 ધારાસભ્ય તરીકે 179 ધારાસભ્ય તરીકે હાજરી આપી છે. જ્યારે 14મી વિધાનસભા દરમિયાન ઉંઝાના ધારાસભ્ય ડોકટર આશાબેન પટેલ અને કોંગ્રેસના ડોકટર અનિલ જોશીયારાનું નિધન નીપજ્યું હતું. જ્યારે 14મી વિધાનસભા મળી ત્યારે વર્ષ 2018ની પ્રથમ બેઠકમાં ભાજપ ના 99 ધારાસભ્યો, કોંગ્રેસના 77 ધારાસભ્યો અપક્ષ 1, બિટીપી 2 અને એન.સી.પીના 2 ધારાસભ્યો તરીકે ચૂંટાયા હતા. જ્યારે પક્ષ વાર વાત કરીએ તો ભાજપમાં 10 અને કોંગ્રેસમાં 3 મહિલા ધારાસભ્યો છે.

રાજેન્દ્ર ત્રિવેદીએ સૌથી વધુ રાજીનામાં લીધાઃ ચૌદમી વિધાનસભા ની વાત કરવામાં આવે તો આજ સુધી માં ગુજરાત વિધાનસભાના ઇતિહાસમાં સૌથી વધુ ધારાસભ્યો રાજીનામાની લેનારા અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી નું નામ સામે આવે છે આમ 14 વિધાનસભામાં કુલ 19 જેટલા ધારાસભ્યોના રાજીનામાં પક્ષ પલટા અને લોકસભાની ચૂંટણી કારણે રાજીનામાં પડ્યા હતા અને આ તમામ રાજીનામાં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ સ્વીકાર્યા હતા જ્યારે અગાઉ રમણલાલ વોરાએ અધ્યક્ષ તરીકે 16 જેટલા ધારાસભ્યના રાજીનામા સ્વીકાર્યા હતા.

સાર્જન્ટને ડ્રેસ આપ્યોઃ ગુજરાત વિધાનસભાના સાર્જન્ટ અને કોઈપણ પ્રકારનો ટ્રેસ હતો નહીં ફક્ત સફારી પહેરીને જ તેઓ ફરજ બજાવતા હતા ત્યારે ચૌદમી વિધાનસભા માં અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીએ તમામ સાર્જન્ટ ના ડ્રેસ ચેન્જ કરવાનો નિર્ણય કર્યો હતો અને તમામ સાર્જન્ટ જે વિધાનસભા ગૃહ ની અંદર અને બહાર ફરજ બજાવે છે તેઓને શુટબુટમાં ફરજ બજાવવાની નવી પ્રણાલી શરૂ કરવામાં આવી હતી.

પેપર લેસ બજેટઃ વર્ષે 2020માં કેન્દ્ર સરકારે પેપર લેસ બજેટ રજૂ કર્યું હતું તેને ધ્યાનમાં લઈને ગુજરાત સરકાર એટલે કે વિજય રૂપાણી સરકારમાં નાણા પ્રધાન નીતિન પટેલે પણ પેપર લેસ બજેટ શુરૂ કરવાની પ્રણાલિકા શરૂ કરાઇ હતી.આ સાથે જ ગુજરાત રાજ્યના નાણા વિભાગ દ્વારા એક ખાસ એપ્લિકેશન તૈયાર કરવામાં આવી જેમાં આ બજેટ સામાન્ય લોકો પણ એપ્લિકેશનના માધ્યમથી લાઈવ નિહાળી શકે આ સાથે જ ગમે ત્યારે બજેટને જોઈ શકે તેવી વ્યવસ્થા પણ કરવામાં આવી જ્યારે આ વર્ષે પણ પેપરલેસ બજેટ રજૂ કરવામાં આવ્યું હતું..

ક્યાં મહત્વના બિલઃ ગુજરાત વિધાનસભા ની વાત કરવામાં આવે તો ગૃહમાં 14મી વિધાનસભા દરમિયાન કૌશલ યુનિવર્સિટી શિક્ષણ બિલ, જીએસટી સુધારા બિલ, ભારતીય ભાગીદારી સુધારા, લેન્ડ ગ્રેબીગ એક્ટ, ગુંડા એક્ટ, લવ જેહાદ બિલ, ગુજરાત પંચાયત સુધારા બિલ, ગુજરાત શહેરી વિસ્તારમાં ઢોર નિયંત્રણ બિલ, અશાંત ધારા સુધારો બિલ સાથે અનેક સુધારા વધારા ના બિલ પણ વિધાનસભા ગૃહમાં રજૂ કરવામાં આવ્યા હતા.

સવાર ના 4 વાગ્યા સુધીઃ વર્ષ 2019માં લોકસભાની ઇલેક્શન હોવાના કારણે અત્યાર સુધી તમે ધ્યાનમાં લઈને સાત દિવસનો જ વિધાનસભા બજેટ રાખવામાં આવ્યું હતું અને ત્યારબાદ લોકસભાની ચૂંટણીની જાહેરાત થઈ હતી ત્યારે કેન્દ્રમાં ભાજપ સરકાર ફરીથી આવતાં જુલાઈ મહિનામાં ફરીથી ગુજરાત નું બજેટ 17 યોજાયું હતું જેમાં બજેટના અંતિમ દિવસે સવારે 10 વાગે શરૂ થયેલ વિધાનસભા નું કામકાજ 4:00 કે પૂર્ણ થયું હતું જેમાં ત્રણ બિલ ઉપર ચર્ચા કરવામાં આવી હતી જ્યારે સમગ્ર દેશમાં સૌથી મોડે સુધી ગુજરાત વિધાનસભાનું કામકાજ ચાલુ હોવાનો રેકોર્ડ નોંધાયો છે.

મુખ્યપ્રધાન બદલાયાઃ ચૌદમી વિધાનસભા ના શરૂઆતમાં રાજ્યના મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી અને નાયબ મુખ્યપ્રધાન તરીકે નીતિન પટેલ સત્તામાં હતા જ્યારે અધ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદી અને વિરોધ પક્ષ તરીકે પરેશ ધાનાણી હતા પરંતુ 11 સપ્ટેમ્બર 2021ના રોજ મુખ્યપ્રધાન તરીકે વિજય રૂપાણી રાજીનામું આપ્યું હતું અને સમગ્ર કેબિનેટના તમામ પ્રધાનો અને નો રિપીટ થિયરી હેઠળ રીપીટ કરવામાં આવ્યા ન હતા અને નવી ભુપેન્દ્ર પટેલની સરકાર બની. જેમાં ગૃહના નેતા તરીકે ભુપેન્દ્ર પટેલ, અધ્યક્ષ તરીકે નીમાબેન આચાર્ય અને વિરોધ પક્ષમાં સુખરામ રાઠવાની જવાબદારી સોંપવામાં આવી હતી.

નવી બિલ્ડીંગમાં કામગીરીઃ 13 મી વિધાનસભા પૂર્ણ થયા બાદ તાત્કાલિક ધોરણે ગુજરાત વિધાનસભા નું રીનોવેશન નું કામકાજ શરૂ થયું હતું અને ચૌદમી વિધાનસભા મળવાની થઈ તેના અમુક દિવસો પહેલાં જ વિધાનસભાનો રિનોવેશન કામ પૂર્ણ કરવામાં આવ્યું છે સેન્ટ્રલી એ.સી સિસ્ટમ સાથે તરીકે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે. 120 કરોડના ખર્ચે આખી વિધાનસભા તૈયાર કરવામાં આવી છે.

2023નું બજેટ થશે રજૂઃ વિધાનસભામાં ભુપેન્દ્ર પટેલની સરકારે ગુજરાત વિધાનસભામાં વર્ષ 2022-23 નું બજેટ રજૂ કર્યું છે ત્યારે હવે આવનારા વર્ષે વર્ષ 2023-24 નું બજેટ વિધાનસભા ગૃહમાં નવી સરકાર, નવા પ્રધાન અને નવા ચહેરાઓની વચ્ચે બજેટ રજૂ થશે. જ્યારે 14મી વિધાનસભામાં રહેલા અનેક ચહેરાઓ 15મી વિધાનસભામાં જોવા પણ નહીં મળે.

પ્રથમ વખત બહુમતીથી રજુ થયેલ બિલ પાછું ખેંચવામાં આવશેઃ
14 વિધાનસભાના અંતિમ બજેટ 17 માં રાજ્ય સરકાર દ્વારા નિયંત્રણ કાયદા બિલ વિધાનસભા ગૃહમાં બહુમતીના જોડે પસાર કરવામાં આવ્યું હતું આ બિલ પસાર થયા બાદ સમગ્ર રાજ્યના તમામ જિલ્લાઓમાં માલધારી સમાજ દ્વારા અનેક આંદોલનો અને રાજ્ય સરકારનો વિરોધ શરૂ થયો હતો ત્યારે રાજ્ય સરકારે આંદોલન કાર્યો અને સમાજના આગેવાનો સાથે બેઠક યોજીને મામલો શાંત પાડવાની કોશિશ કરી હતી પરંતુ કોઈ નક્કર નિર્ણય આવ્યો ન હતો ત્યારે હવે વિધાનસભાના ચોમાસા સત્ર દરમિયાન રાજ્ય સરકાર વિધાનસભામાં બહુમતીના જોડે પસાર કરેલ શહેરી ધોરન નિયંત્રણ બિલ પાછું ખેંચે તેવી તૈયારીઓ પણ રાજ્ય સરકાર દ્વારા કરી દેવામાં આવી છે આમ 14 વિધાનસભામાં પ્રથમ વખત રાજ્ય સરકાર દ્વારા બહુમતીના જોડે પસાર કરેલ બિલ પરત ખેંચવામાં આવશે..

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.