ETV Bharat / state

Gujarat Assembly 2022: છેલ્લા બે વર્ષમાં આ વિભાગોને બજેટ કરતા ઓછી રકમ ફાળવાઈ - ગૌચર વિકાસ બોર્ડ

રાજ્ય સરકાર બજેટમાં મોટી જાહેરાતો કરે છે તો રકમ(Gujarat Assembly 2022)ફાળવતી નથી અને ફાળવાયેલ રકમ વાપરવામાં આવતી નથી. વર્ષ 2020-21ના બજેટમાં(Gujarat Budget 2021) કરવામાં આવેલી જોગવાઇઓની સામે રૂપિયા 5,422 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી 1,602 કરોડની રકમ વણવપરાઈ રહી છે.

Gujarat Assembly 2022: છેલ્લા બે વર્ષમાં આ વિભાગોને બજેટ કરતા ઓછી રકમ ફાળવાઈ

author img

By

Published : Mar 29, 2022, 1:15 PM IST

ગાંધીનગરઃ રાજ્યમાં મહેસુલ, કૃષિ, વૈજ્ઞાનિક અને સંસદીય બાબતો, કાયદો, આપત્તિ વ્યવસ્થાપન, ગૌસંવર્ધન, પશુપાલન અને ગ્રામ વિકાસ વિભાગમાં વર્ષ 2019-20 અને 2020-21ના બજેટમાં(Gujarat Budget 2021) કરવામાં આવેલી જોગવાઇઓની સામે રૂપિયા 5,422 કરોડની ઓછી ફાળવણી કરવામાં આવી છે. આ ફાળવણી કરવામાં આવેલ રકમ પૈકી 1,602 કરોડની રકમ વણવપરાઈ રહી છે. આમ રાજ્ય સરકાર બજેટમાં(Gujarat Assembly 2022) મોટી જાહેરાતો કરે છે, તો રકમ ફાળવતી નથી અને ફાળવાયેલ રકમ વાપરતી નથી.

આઉટસોર્સિંગથી નોકરીનું ચલણ વધ્યું - રાજ્યમાં ગૌ સેવા અને ગૌચર વિકાસ બોર્ડ(Gaucher Development Board), કૃષિ વિભાગ અને પશુપાલન પ્રભાગના તાબા હેઠળના બોર્ડ અને કોર્પોરેશનમાં 429 જગ્યાઓ પર કોન્ટ્રાકટ અને આઉટસોર્સિંગથી કર્મચારીઓની નિમણૂક કરવામાં આવી છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022 : વિધાનસભા બહાર ભાજપ સરકારનું પૂતળું બાળ્યું, કોંગ્રેસ આકરા પાણીએ

કેન્દ્ર સરકાર તરફથી મનરેગા યોજનામાં મળતી રકમમાં ઘટાડો - ભારત સરકાર તરફથી મનરેગા યોજનામાં ગુજરાતને 2020 માં 1,513 કરોડ અને 2021માં 1,279 કરોડ મળેલ છે. આમ કેન્દ્ર સરકાર તરફથી મળતી રકમમાં ઘટાડો થઈ રહ્યો છે. 2020 કરતા 2021 માં 234 કરોડનો ઘટાડો થયો છે.

બોગસ પાવર ઓફ એટર્નીથી 12.84 કારોડ ચુકવાયા - નવસારી જિલ્લામાં બે વર્ષમાં જમીન સંપાદન કિસ્સામાં બોગસ પાવર ઓફ એટર્ની દ્વારા જમીન માલિકના બદલે 45 કિસ્સાઓમાં અન્ય વ્યક્તિને 12.84 કરોડ જેટલી રકમ ચૂકવાઈ છે.

આ પણ વાંચોઃ Gujarat Assembly 2022: ફૂટેલ હોય તેને બધું ફુટેલું લાગે, પુરાવા હોય તો લાવો સરકાર કાર્યવાહી કરશે

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.