ગાંધીનગરઃ ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ(Gujarat Assembly 2022) દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા ગુજરાત રાજ્યમાં ઔદ્યોગિક એકમો પાસેથી વીજ બિલ બાકી રકમ અંગે ઉર્જા પ્રધાનને પ્રશ્નો કરવામાં આવ્યો હતો. રાજ્યમાં કેટલા ઔદ્યોગિક ડિફોલ્ડરો (Gujarat Electricity Department)પાસેથી વીજ બીલની રકમ વસુલવાની બાકી છે.
રાજ્યમાં વર્ષ 2020 - 21માં 2990 ઔદ્યોગિક એકમ પાસે વસુલાત બાકી - વિધાનસભામાં પુછાયેલા આ પ્રશ્નના જવાબમાં ઉર્જા પ્રધાને જવાબ આપ્યો કે, રાજ્યમાં 31-12-2020માં ઔદ્યોગો( Industrial unit owes electricity bill)પાસેથી 1લાખથી વધારે રકમ ચૂકવલ ના હોય તેવા 6,018 ઔદ્યોગિક ડિફોલ્ડરો પાસેથી 1188322.72 લાખની રકમ વસુલવાની બાકી હતી. જેમાં એક વર્ષ બાદ પણ 2,990 ઔદ્યોગિક એકમો પાસેથી રૂપિયા 87,360.86 રકમ વસુલાત બાકી છે.
ઔદ્યોગિક એકમો પાસેથી વસુલાત બાકી - આ ઔદ્યોગિક એકમોમાં ભરૂચ જિલ્લામાં સૌથી વધુ રકમ વસુલાત કરવાની બાકી છે. ભરૂચમાં 252 ઔદ્યોગિક એકમો પાસેથી 2020માં 28164.92 વસુલાત કરવાની બાકી હતી જેમાં 31-12-2021 સુધીમાં 57 એકમો પાસેથી વીજ બિલની રકમ વસુલાત કરવમાં આવી છે. હજુ 195 એકમો પાસેથી 26808.30 લાખની રકમ વસુલાત બાકી છે. તેમજ સુરતમાં પણ 1018એકમોની 2020માં 8206.06 લાખની બાકી રકમ હતી. જેમાં 785 ઔદ્યોગિક એકમો પાસેથી હજુ7076.66 જેટલી રકમ વસુલાત બાકી છે. પોરબંદરમાં પણ 120 ઔદેયોગિક એકમો પાસેથી 4234.44 લાખની રકમ વસુલાત બાકી છે. ભાવનગર જિલ્લામાં ઔદ્યોગિક એકમો 256 પાસેથી 4126.63 લાખની એક વર્ષ બાદ વસુલાત કરવાની બાકી છે. જ્યારે કચ્છમાં 83 એકમો પાસે થી 3872.93 લાખની રકમ વસુલાત કરવાની બાકી છે.
ઔદ્યોગો પાસેથી બાકી વસુલાત - રાજ્યના 33 જિલ્લામાં ઔદ્યોગિક એકમો પાસેથી 31-12-2020માં 118832.72 વસુલાતની બાકી રકમ બાકી હતી. જેની વસુલાત 31-12-2021માં 2990 ઔદ્યોગિક એકમો પાસેથી 87360.86 રકમ વસુલાત બાકી છે તેમ વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ઉર્જા પ્રધાને જણાવ્યું હતું.