ETV Bharat / state

સરકારે ધોરણ 10 અને 12ના વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા 77.44 લાખનો કર્યો ખર્ચ - congratulate class 10th and 12th students

ગુજરાત સરકારે ધોરણ 10 અને 12ના બોર્ડની પરીક્ષા આપનાર વિધાર્થીઓને શુભેચ્છા પાઠવવા 77.44 લાખનો ખર્ચ કર્યો હોવાનું સામે આવ્યું છે. ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધોરણ 10 અને બાદના પરીક્ષા હતી અને રાજ્ય સરકાર તરફથી પાઠવવામાં આવતા શુભેચ્છા પત્ર બાબતનો પ્રશ્ન કર્યો હતો.

govt-spends-more-than-77-lakhs-to-congratulate-class-10th-and-12th-students

author img

By

Published : Mar 1, 2023, 4:49 PM IST

ગાંધીનગર: ગુજરાત શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12 ની બોર્ડની પરીક્ષા શરૂ થાય ત્યારે પ્રધાનો વિદ્યાર્થીઓનો શુભેચ્છાઓ પાઠવવા માટે શાળાએ પહોંચતા હોય છે. રાજ્ય સરકાર દ્વારા છેલ્લા બે વર્ષથી એક નવો પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મુખ્યપ્રધાન અને શિક્ષણ પ્રદાન ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને પત્ર લખીને શુભેચ્છાઓ પાઠવે છે. આ બાબતે સરકારે લાખો રૂપિયાનો ખર્ચો કર્યો હોવાનું ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં સામે આવ્યું છે.

ઇમરાન ખેડાવાળાએ કર્યો હતો પ્રશ્ન: કોંગ્રેસના જમાલપુર ખાડીયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાએ ધોરણ 10 અને બાદના પરીક્ષા હતી અને રાજ્ય સરકાર તરફથી પાઠવવામાં આવતા શુભેચ્છા પત્ર બાબતનો પ્રશ્ન કર્યો હતો. જેમાં રાજ્ય સરકારે લેખિતમાં આજે જણાવ્યું હતું કે માર્ચ 2022 ની પરીક્ષાથી સરકાર દ્વારા શુભેચ્છા પત્ર લખવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ગત વર્ષે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા 15 લાખ અને રાજ્ય શિક્ષણ પ્રધાન દ્વારા 15 લાખ પત્ર વિદ્યાર્થીઓને શુભેચ્છા માટે લખવામાં આવ્યા છે.

આ પણ વાંચો Bogus PSI : બોગસ PSIની ટ્રેનિંગ મામલે ગૃહમાં હોબાળો, કોંગ્રેસ-'આપ'ના ધારાસભ્યો એક દિવસ માટે સસ્પેન્ડ

77.44 લાખનો ખર્ચ: ગુજરાત વિધાનસભાની પ્રશ્નોત્તરીમાં રાજ્ય સરકાર દ્વારા લેખિતમાં આપ્યું છે કે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ દ્વારા 15 લાખ અને શિક્ષણ પેદાંત દ્વારા 15 લાખ શુભેચ્છા પત્રો વિદ્યાર્થીઓને પાઠવવામાં આવ્યા હતા અને જ્યારે છાપકામમાં કુલ 77 લાખ 44 હજાર 600 નો ખર્ચ થયો છે, જ્યારે પોસ્ટજ ચાર્જ શૂન્ય દર્શાવવામાં આવ્યો છે.

આ પણ વાંચો Telangana assembly polls 2023: અમિત શાહે તેલંગાણા વિધાનસભા ચૂંટણી 2023 અંગે પાર્ટી નેતાઓને આપ્યો આ સંદેશ

ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટેનુ કાઉન્ડ ડાઉન શરૂ: ગુજરાતમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષા માટેનુ કાઉન્ડ ડાઉન શરૂ થઇ ચૂક્યું છે. દર વર્ષની જેમ માર્ચમાં આ બોર્ડની પરીક્ષાઓ યોજાશે. સરકારે તમામ વ્યવસ્થાઓ કરવામાં લાગી છે. બોર્ડની પરીક્ષા દરમિયાન યોગ્ય બેઠક વ્યવસ્થા જળવાય તેમજ વિદ્યાર્થીઓને કોઇપણ પ્રકારની હાલાકી ન વેઠવી પડે કે ગેરરીતી ન થાય તે માટે આગામી સપ્તાહમાં પરીક્ષા સમિતિની બેઠકમાં માસ્ટર પ્લાન તૈયાર કરી દેવાશે.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.