ETV Bharat / state

Treatment of Dead Girl: હિંમતનગરમાં મૃત બાળકીની 12 કલાક સુધી સારવાર કરી, સરકારે હોસ્પિટલને PMJAY કાર્ડમાંથી બ્લેકલિસ્ટ કરી

હિંમતનગરમાં મેડીસ્ટાર હોસ્પિટલમાં મૃત બાળકીની સારવાર કરીને PMJAY કાર્ડ મારફતે પૈસા કમાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જે મામલે રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી હતી. જે અંતર્ગત હોસ્પિટલને રાજ્ય સરકારે બ્લેક લિસ્ટ કરી છે અને 14 લાખ રૂપિયા સુધીનો પણ દંડ ફટકાર્યો છે.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Jul 5, 2023, 9:47 PM IST

સરકારે મેડીસ્ટાર હોસ્પિટલને PMJAY કાર્ડમાંથી બ્લેકલિસ્ટ કરીG

ગાંધીનગર: અભિનેતા અક્ષય કુમારની બૉલીવુડ ફિલ્મ ગબ્બર ઇસ બેકમાં ખાનગી હોસ્પિટલ દ્વારા મૃત વ્યક્તિની ખોટી સારવાર કરીને પૈસા કમાવાનો સીન આવ્યો હતો. તેવી જ ઘટના ગુજરાતના હિંમતનગરમાં આવેલ મેડીસ્ટાર હોસ્પિટલમાં બની છે. જેમાં એક મૃત બાળકીની સારવાર કરીને સરકાર પાસેથી PMJAY કાર્ડ મારફતે પૈસા કમાવવાનો પ્રયાસ ખાનગી હોસ્પિટલ દ્વારા કરવામાં આવ્યો હતો.

સરકારે પાડી રેડ: સમગ્ર મામલે ગુજરાતના આરોગ્ય વિભાગને આ વાતની જાણ થતા રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલમાં રેડ પાડવામાં આવી હતી અને તપાસમાં સામે આવ્યું હતું કે એક અમૃત બાળકી કે જે સારવાર મળે તે પહેલા જ મૃત્યુ પામી હતી. તેમાં હિંમતનગરની મેડીસ્ટાર હોસ્પિટલ દ્વારા PMJAY કાર્ડનો ક્લેમ મેળવવા માટે અમુક કલાકો સુધી સારવાર કરી હતી. જેમાં ગાંધીનગર સ્ટેટની ટીમની સરપ્રાઈઝ ચેકિંગમાં આ વાત સામે આવી. જે અંતર્ગત હોસ્પિટલને રાજ્ય સરકારે બ્લેક લિસ્ટ કરી છે અને 14 લાખ રૂપિયા સુધીનો પણ દંડ ફટકાર્યો છે. આ ઉપરાંત હોસ્પિટલમાં બાળકોના ડોક્ટરની પણ ગેરહાજરી હતી. બાળ બાળકીની સારવાર ચાલુ હોવાનું કહી મૃત બાળકીની સારવાર કરી હોવાની વિગતો સામે આવી છે.

ગેરરીતિ કરનાર હોસ્પિટલને સસ્પેન્ડ: હિંમતનગરની ઘટના બાબતે રાજ્યના આરોગ્ય પ્રધાનમંત્રી મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે PMJAY કાર્ડમાં સારવાર માટે જે હોસ્પિટલ ગેરરીતિ કરે છે તેવી તમામ હોસ્પિટલો વિરુદ્ધ પગલાં લેવામાં આવે છે અને આવી હોસ્પિટલોને સસ્પેન્ડ પણ કરવામાં આવી છે. ભૂતકાળની વાત કરવામાં આવે તો PMJAY કાર્ડના દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં એક પણ રૂપિયાનો ખર્ચ કરવો પડતો નથી. પરંતુ તેમ છતાં પણ સુરતની 3 ખાનગી હોસ્પિટલ દ્વારા દર્દીઓ પાસેથી પૈસા ઉઘરાવવામાં આવતા હોવાની ફરિયાદ સરકાર સુધી પહોંચી હતી. જેમાં સરકાર દ્વારા સુરતની નીલકંઠ હોસ્પિટલ, ધર્મ નંદન હોસ્પિટલ અને પરમ હોસ્પીટલને આ યોજના હેઠળ તાત્કાલિક ધોરણે સસ્પેન્ડ કરવામાં આવી હતી.

  1. PMJAY Card In Gujarat : કાર્ડની મર્યાદા 10 લાખ કરાઈ, 16 મે 2023ના રોજ ETVએ રજૂ કર્યો હતો અહેવાલ, 11 જુલાઈથી લાગુ
  2. U20 Summit: ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે યોજાશે U20 સમિટ, વિશ્વના 40 દેશોના મેયરો સહિત 130 ડેલીગેટ્સ આવશે

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.