ETV Bharat / state

રાજ્યપાલની હાજરીમાં IITEનો બીજો પદવીદાન સમારોહ યોજાયો - ફરજ

ગાંધીનગરઃ મહાત્મા મંદિર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન(IITE)નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને શિક્ષણ પ્રધાનના હસ્તે વિવિધ ફેકલ્ટીના 271 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.

IITE second convocation held in gandhinagar
IITE second convocation held in gandhinagar
author img

By

Published : Dec 21, 2019, 6:10 PM IST

ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના દ્વિતીય પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પદવી આપતા જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને જન્મ આપે છે, જ્યારે શિક્ષક તે બાળકમાં સંસ્કારોનું સિંચન કરી જીવન જીવવાનો માર્ગ બતાવે છે.

પદવી ગ્રહણ કરતા વિદ્યાર્થીઓ ભવિષ્યમાં શિક્ષક બનવાના છે. તેમને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ શિક્ષકોને ઇશ્વરનું સ્વરૂપ માન્યું છે. જ્યારે શિક્ષક ઇમાનદારીથી ફરજ પાલન કરશે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઈ શકશે. માતા-પિતાના લાલન-પાલનમાં ઉછરેલું બાળક શિક્ષકની પાસેથી જીવન ઘડતરના પાઠ શીખે છે. માનવ નિર્માણ અને શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણનું કાર્ય અતિ કઠિન અને અત્યંત આવશ્યક છે. આ મહાન કાર્ય માત્ર શિક્ષકોની ફરજમાં આવે છે.

હાત્મા મંદિર ખાતે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ IITEમાંથી ડિગ્રી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક આજીવન વિદ્યાર્થી રહે છે. તેને સતત ભણતા રહેવું જોઇએ. શિક્ષણનો વ્યવસાય સતત અને કાયમી ચાલતો વ્યવસાય છે. વિદેશમાં શિક્ષકોની માગ થશે, તો ચોક્કસ આપની સંસ્થાના વિદ્યાથીઓની યાદી હું ત્યાં મોકલી આપીશ. આપ ગુજરાતનું નામ ઉજ્જવળ કરશો તેનો મને વિશ્વાસ છે.

આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે બી.એ., બી.એડ.-6, બી.એસ.સી. બી.એડ.-39, એમ.એ.-2, એમ.એસ.સી.-25, એમ.એસ.સી. એમ.એડ.-09, એમ.એ. ઇન એજ્યુકેશન બેચ-1માં 65, બેચ-2માં 108 અને બેચ-3માં 17 મળી કુલ 271 વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી. તેમજ તમામ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમનાં વિદ્યાર્થીઓને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

Intro:Approved by panchal sir

ગાંધીનગર ખાતે મહાત્મા મંદિરે ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાન (IITE)નો દ્વિતીય પદવીદાન સમારોહ યોજાયો હતો. જેમાં રાજ્યપાલ દેવવ્રત આચાર્ય અને શિક્ષણપ્રધાનના હસ્તે વિવિધ ફેકલ્ટીના ૨૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરવામાં આવી હતી.
Body:ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ગાંધીનગર સ્થિત ભારતીય શિક્ષક પ્રશિક્ષણ સંસ્થાનના દ્વિતીય પદવીદાન સમારોહમાં તેજસ્વી વિદ્યાર્થીઓને પદવીદાન કરતાં જણાવ્યું હતું કે, માતા-પિતા બાળકને જન્મ આપે છે, જ્યારે શિક્ષક તે બાળકને સંસ્કારવાન બનાવી જીવન જીવવાનો માર્ગ બતાવે છે. પદવી ગ્રહણ કરતાં વિદ્યાર્થીઓ કે જેઓ ભવિષ્યમાં શિક્ષક બનવાના છે તેમને સંબોધતાં જણાવ્યું હતું કે, ભારતીય સંસ્કૃતિએ શિક્ષકોને ઇશ્વરનું સ્વરૂપ માન્યું છે. જ્યારે શિક્ષક ઇમાનદારીથી ફરજ પાલન કરશે તો શ્રેષ્ઠ રાષ્ટ્રનું નિર્માણ થઇ શકશે. માતા-પિતાના લાલન-પાલનમાં ઉછરલું બાળક એક માત્ર શિક્ષકની પાસે જીવન ઘડતરના પાઠ શીખે છે. માનવ નિર્માણ-શ્રેષ્ઠ નાગરિકોનું નિર્માણનું કાર્ય અતિ કઠિન અને અત્યંત આવશ્યક છે અને આ મહાન કાર્ય એક માત્ર શિક્ષકોએ બજાવવાનું છે.

શિક્ષણપ્રધાન ભૂપેન્દ્રસિંહ ચૂડાસમાએ IITEમાંથી ડિગ્રી, ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓને અભિનંદન આપતાં કહ્યું કે, શિક્ષક હંમેશ માટે વિદ્યાર્થી જ છે તેણે સતત ભણતા રહેવું જોઇએ,

ચૂડાસમાએ જણાવ્યું હતું કે, શિક્ષણનો વ્યવસાય એ સતત ચાલતો અને કાયમી વ્યવસ્થા છે. તત્કાલિન મુખ્યમંત્રીશ્રી અને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીની દીર્ઘદ્રષ્ટિથી IITEની સ્થાપના કરાઇ હતી જે વિચાર આજે સાચા અર્થમાં મૂર્તિમંત થયો છે. શ્રી નરેન્દ્રભાઇ મોદીએ શિક્ષણનો વ્યાપ વધે અને કન્યાઓ શિક્ષણ મેળવતી થાય એ માટે ભિક્ષુક બનીને વાલીઓ પાસે દીકરીઓને ભણાવવાની ભીખ માંગી હતી અને કન્યા કેળવણી યાત્રા વર્ષ-૨૦૦૧થી શરૂ કરી એના પરિણામે આજે આ યુનિવર્સિટીમાં ડિગ્રી-ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર દીકરીઓએ આ યાત્રા આગળ વધારી છે. કન્યા કેળવણી યાત્રાને સમાજનું શ્રેષ્ઠ યોગદાન મળ્યું અને આજે રાજ્યભરમાં શિક્ષણની ભૂખ જાગી છે અને ગરીબ વંચિત છેવાડાના માનવીઓ દીકરીઓ-બાળકોને શિક્ષણ આપતા થયા છે. સાથે સાથે વર્ષ-૨૦૧૩માં યોજાયેલ વાયબ્રન્ટ સમીટમાં ઇન્ટરનેશનલ એજ્યુકશન ફેસ્ટનું આયોજન કરીને ગુજરાતે શિક્ષકોને એક્ષ્પોર્ટ કરવાનું સપનું સેવ્યું હતું એ આજે પરિપૂર્ણ થઇ રહ્યું છે. વિદેશમાં જ્યારે જ્યારે પણ શિક્ષકોની માગ થશે તો ચોક્કસ આપની સંસ્થાના વિદ્યાથીઓની યાદી હું ત્યાં મોકલીશ અને આપ ગુજરાતનું નામ વધુ ઉચ્ચ શિખરે પહોંચાડશો એવો મને વિશ્વાસ છે.
Conclusion:આ સમારોહમાં રાજ્યપાલના હસ્તે બી.એ.,બીએડ.-૬, બી.એસસી.,બીએડ.-૩૯, એમ.એ.-ર, એમ.એસ.સી.૨૫, એમ.એસસી., એમ.એડ.-૦૯, એમ.એ. ઇન એજ્યુકેશન બેચ-૧માં ૬૫, બેચ-૨માં ૧૦૮ અને બેચ-૩માં ૧૭ મળી કુલ ૨૭૧ વિદ્યાર્થીઓને પદવી એનાયત કરાઇ હતી. તેમજ તમામ ફેકલ્ટીમાં પ્રથમ, દ્વિતીય અને તૃતિય ક્રમ વિજેતાને મેડલ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.