ગાંધીનગરઃ વિધાનસભાના પ્રશ્નોત્તરીકાળ દરમિયાન કોંગ્રેસના ધારાસભ્યો દ્વારા રાજ્યમાં છેલ્લા બે વર્ષમાં ઉદ્યોગ અને અપાતાં પાણી બાદ રાજ્ય સરકારને મળતો પાણીવેરો કેટલા રૂપિયા બાકી છે તે અંગેના સવાલો કરવામાં આવ્યા હતાં. જેમાં રાજ્યના જળાશયો અને નદીઓમાંથી ઔદ્યોગિક હેતુસર આ પાણીના દર પેટે કુલ 3,21,558.12 કરોડ રૂપિયાનો કર બાકી હોવાનું સામે આવ્યું હતું.
વિધાનસભા ગૃહમાં મસમોટી રકમનો બાકી આંકડો સામે આવતાં કોંગ્રેસ પક્ષે સરકાર પર આક્ષેપ કર્યા હતાં કે, ઔદ્યોગિક એકમો પાણી ભરવાના થતા નાણાં સમયસર ન ભરવા પડે તે માટે વિવાદો ઊભા કરીને અમુક એકમો ખોટા કેસ કરીને વર્ષો સુધી પાણી વેરો ભરવામાંથી બચી જાય છે.
પાણી કર બાકી હોય તેવા રાજ્યના જિલ્લાઓની વાત કરીએ તો સૌથી વધારે મહીસાગર જિલ્લામાં 1,90,156.00 કરોડનો કર વસૂલવાનો બાકી છે, જ્યારે 33 જિલ્લામાંથી કુલ 17 જિલ્લામાંથી એક પણ રૂપિયો ટેક્સ બાકી ન હોવાનું રાજ્ય સરકારે પ્રશ્નોત્તરીના ઉત્તરમાં જણાવ્યું હતું.