ETV Bharat / state

ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર અંગે સરકારે દર નક્કી કર્યા, 2 સેગમેન્ટમાં દર નક્કી કરાયા - અમદાવાદ કોરોનાના કેસ

રાજ્યમાં કોરોનાની સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ઉઘાડી લૂંટ ચલાવવામાં આવતી હતી આવી અનેક ફરિયાદો રાજ્ય સરકારને મળતી હતી. જે બાદ રાજ્યસરકારે ખાનગી હોસ્પિટલ સામે લાલ આંખ કરી હતી અને ફી નક્કી કરી હતી. મંગળવારે ફરીથી રાજ્ય સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર માટેના દર નક્કી કર્યા છે જેમાં બે અલગ અલગ સેગમેન્ટમાં દર નક્કી કરવામાં આવ્યા છે.

કોવિડ 19 ની સારવાર અંગે સરકારે દર નક્કી કર્યા

author img

By

Published : Jul 28, 2020, 10:45 PM IST

ગાંધીનગર : રાજ્ય સરકારના આરોગ્ય વિભાગ દ્વારા ખાનગી હોસ્પિટલમાં સારવાર માટેના દર નક્કી કરવામાં આવ્યા છે, જેમાં એચડીયુ માં 8075 ભાવ, વોર્ડમાં સારવાર માટે 5700 ચાર્જ, ICU ફેસીલીટી સાથે વોર્ડમાં સારવારનો ભાવ પણ નક્કી કરવામાં આવ્યો છે. ગુજરાતી ખાનગી બેડ માટે પણ ભાવ નક્કી કરવામાં આવ્યા છે.આ ઉપરાંત આઇસોલેશન ઈશ્યૂ માટે સારવારનો ખર્ચ 14,500 રાજ્ય સરકાર દ્વારા ખાનગી હોસ્પિટલમાં દર નક્કી કરવામાં આવ્યો છે. ઉપરાંત લેટર અને ICUમાં સારવારનો દર 19,000 નક્કી કરવામાં આવ્યો છે.

ખાનગી હોસ્પિટલમાં કોવિડ 19 ની સારવાર અંગે સરકારે દર નક્કી

રાજ્ય સરકારે નક્કી કરેલા બે ટાઇમ જમવાનું ચા નાસ્તો આ ઉપરાંત PICKIT ના ખર્ચ N95 માસ્ક તથા હોસ્પિટલમાંથી આપવામાં આવતી તમામ દવાઓ, રૂમ ચાર્જ અને નર્સિંગ ચાર્જનો સમાવેશ કરવામાં આવ્યો છે. જ્યારે કોરોનાવાઇરસને મહત્વ આપતા ટોક્સિલીઝમ્બ અને રેમડેસીવીર ઇંજેક્શનનો સમાવેશ કરવામાં આવ્યો નથી.જ્યારે મા વાત્સલ્ય યોજના અંતર્ગત જે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર આપવામાં આવી છે, તેવી હોસ્પિટલમાં મા વાત્સલ્ય યોજનાના લાભાર્થી તરીકે સારવાર મેળવશે તો તેને આ ઠરાવથી નિયત થયેલા દરો નહીં પરંતુ મા અને મા વાત્સલ્ય યોજનાથી નિયત થયેલા દરો લાગુ પડશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.